WhatsApp બ્લોગ

આજે, અમે ચાર વર્ષ માં પહેલી વાર WhatsApp ની શર્તો અને ગોપનીયતા નીતી નુ અધતન કરી રહ્યા છીયે, આ અમારા આવવા વારા મહિનાઓ મા લોકો ના વ્યવસાયો ની સાથેના સંપર્ક નુ પરીક્ષણ કરવા ની યોજના નો ભાગ છે. સુધારેલ દસ્તાવેજો દર્શાવે છે કે અમે ફેસબુક ની સાથે જોડાયા છીયે અને અમે હાલ મા જ ઘણા નવા લક્ષણોનો સમાવેશ કર્યોં છે, જેમ કે શરૂઆત થી અંત સુધી એન્ક્રિપ્શન, WhatsApp કૉલિંગ, અને મેસેજિંગ ના સાધનો જેમ કે વેબ એને ડેસ્કટૉપ માટે નું WhatsApp. તમે અહીંયા આખું દસ્તાવેજ વાંચી શકો છો. અમે બધાને એપ ની તાજેતરની આધારભૂત આવૃત્તિઓ પર આ વિગતો ની જાણ કરી રહ્યા છીએ, અને તમને સુધારેલ શરતો ને સંમતિ આપવા માટે 'સંમત' પર ટેપ કરવા માટે કેહવા માં આવશે.

લોકો અમારી એપ્લિકેશન તેમના મિત્રો અને પ્રિયજનો જે તેમના માટે ખુબ મહત્વ રાખે છે તેમની સાથે સંપર્કમાં રહેવા માટે રોજિંદા ઉપયોગ કરે છે, અને તે બદલવાનું નથી. પણ, જેમ કે અમે આ વર્ષ ના પ્રારંભ માં જણાવ્યું હતું તે પ્રમાણે અમે તમારા એ વ્યવસાયો સાથે સંપર્ક ના માર્ગો અન્વેષણ કરવા માંગીયે છીએ જે તમારા માટે એટલા જ મહત્વ નું છે, એની સાથે જ કોઈ પણ પ્રકાર ની ત્રીજા પક્ષ વારી બેનર જાહેરાત કે સ્પામ વગર નો અનુભવ આપવાનો ચાલુ રાખીશું. પછી એ તમારી બેંક તરફ થી કોઈ પણ પ્રકાર નો સંભવિત કપટી વ્યવહાર ને સૂચિત કરતો સંદેશ હોય, અથવા કોઈ એરલાઇન તરફ થી વિલંબિત ફ્લાઇટ વિશે ની સૂચના હોય, આપણા માંથી ઘણા બધા આ પ્રકારની જાણકારી અન્યત્ર રીતે મળતી હોય છે, જેમ કે sms સંદેશાઓ અને ફોન કોલ્સ. અમે આગામી કેટલાક મહિનામાં આ લક્ષણો નું પરીક્ષણ કરવા માંગીયે છીએ, પણ આ કરવા માટે અમને અમારી શર્તો અને ગોપનીયતા નીતી માં ફેરફારો કરવા જરૂરી છે.

અમે આ દસ્તાવેજો માં એ સ્પષ્ટ કરવા માટે ફેરફાર કરી રહ્યા છીએ કે અમે શરૂઆત થી અંત સુધી એન્ક્રિપ્શન નો સમાવેશ કર્યો છે. જયારે તમે અને એ લોકો જેમને તમે WhatsApp ની તાજેતરની આવૃત્તિ નો ઉપયોગ કરી સંદેશ મોકલો છો, તે સંદેશાઓ આપોઆપ એન્ક્રિપ્ટ થયેલા હોય છે, જેનો મતલબ એ છે કે ફક્ત તમે લોકો જ આ સંદેશાઓ વાંચી શકો છો. ભલે અમે આવવા વારા મહિનાઓ માં ફેસબુક ની સાથે વધુ સંકલન સ્થાપિત કરીયે, પણ તમારા એન્ક્રિપ્ટેડ સંદેશાઓ ખાનગી રહેશે અને બીજું કોઈ એ સંદેશાઓ ને વાંચી નહીં શકે. ના WhatsApp, ના ફેસબુક, કે ના કોઈ બીજું. અમે તમારો WhatsApp નંબર કોઈ ને પણ આપીશું નહીં અથવા ક્યાંય પણ પ્રકાશિત નહીં કરીયે, ફેસબુક સહિત, અને અમે ક્યારેય પણ જાહેરાતકારો ને તમારો ફોન નંબર વેચીશું અથવા આપીશું નહીં.

તેમ છતાં ફેસબુક ની સાથે વધુ સંકલન સ્થાપિત કરવા થી, અમે એવી વસ્તુઓ કરવા માટે સમર્થ થઇ શું, જેમ કે લોકો અમારી સેવાઓ નો કેટલી વાર ઉપયોગ કરે છે એવી મૂળભૂત મેટ્રિક્સ નું નિયંત્રણ કરી શકી શું અને સ્પામ ની સામે હજુ સારી રીતે લડી શકીશું. અને તમારા નંબર ને ફેસબુક ની સાથે જોડી ને, ફેસબુક તમને વધારે સારી રીતે મિત્ર સૂચન કરી શકશે અને જો તમારું તેઓ ની સાથે એકાઉન્ટ હોય તો તમને વધારે ઉપયોગી જાહેરાત બતાવી શકે છે. ઉદાહરણ તરીકે, એવી કંપની ની જાહેરાત જોવી જેની તમને કોઈ પણ પ્રકાર ની જાણ નથી, તમે એ કંપની ની જાહેરાત જોઈ શકો છો જેની સાથે તમે કામ કરો છો. તમે અહીંયા તમારા ડેટા ના ઉપયોગ ને કેવી રીતે નિયંત્રણ કરી શકો છો તે જાણી શકશો.

અમારી માન્યતા ખાનગી સંચાર માટે અચલ છે, અને અમે પ્રતિબદ્ધ છીએ કે WhatsApp પર તમને સોઇથી ઝડપી, સોઇથી સરળ, અને સોઇથી વિશ્વસનીય અનુભવ આપી શકીયે. હમેશા ની જેમ, અમે તમારા પ્રતિસાદ ની રાહ જોઈ શું અને WhatsApp નો ઉપયોગ કરવા માટે ખુબ ધન્યવાદ.