WhatsApp બ્લોગ

ભારતભરમાં પહેલીવાર JioPhoneમાં WhatsApp હવે પ્રાપ્ય છે. WhatsApp દ્વારા JioPhone માટે મેસેજ માટેની પોતાની અંગત ઍપ તૈયાર કરવામાં આવી છે, જે KaiOS ઓપરિટિંગ સિસ્ટમ પર ચાલે છે. એના દ્વારા લોકો સરળ, ભરોસાપાત્ર અને સુરક્ષિત રીતે મિત્રો તેમજ સ્નેહીજનો સાથે વાતચીત કરી શકશે.

આ નવી ઍપ WhatsAppના જોરદાર ફિચરથી સજ્જ છે. એમાં ઝડપી અને ભરોસાપાત્ર રીતે મેસેજ, ફોટા અને વીડિયો મોકલવાની સુવિધા છે, જે બધું જ શરુઆત-થી-અંત સુધી સુરક્ષિત છે. બસ કીપેડ પર બે વાર ટૅપ કરો સહેલાઈથી વૉઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલો. શરૂ કરવા માટે, JioPhone વાપરતા લોકોએ માત્ર તેઓનો ફોન નંબર વેરિફાઈ કરવાનો રહે છે, ત્યાર પછી તેઓ WhatsApp વાપરનારાઓને વ્યક્તિગત રીતે કે ગ્રૂપમાં કૉલ કરી શકે છે.

WhatsApp આજથી JioPhoneના AppStoreમાં ઉપલબ્ધ છે. તમે તમારા JioPhone અને JioPhone 2ના AppStoreમાં જઈને ડાઉનલોડ પર ક્લિક કરીને WhatsApp ડાઉનલોડ કરી શકો છો.

As we announced last year, WhatsApp is building new tools to help people and businesses communicate with each other. Since we launched the WhatsApp Business app people have told us that it's quicker and easier to chat with a business than making a call or sending an e-mail. Today we are expanding our support for businesses that need more powerful tools to communicate with their customers.

Here's how people can connect with a business:

 • Request helpful information: When you need a shipping confirmation or boarding pass, you can give your mobile number to a business on their website, on their app, or in their store to send you information on WhatsApp.
 • Start a conversation: You may see a click-to-chat button on a website or Facebook ad to quickly message a business.
 • Get support: Some businesses may provide real-time support on WhatsApp to answer questions about their products or help you resolve an issue.

With this approach, you will continue to have full control over the messages you receive. Businesses will pay to send certain messages so they are selective and your chats don't get cluttered. In addition, messages will remain end-to-end encrypted and you can block any business with the tap of a button.

We will bring more businesses onto WhatsApp over a period of time. To do so, we will work directly with a few hundred businesses and a select number of companies that specialize in managing customer communications.

If you are interested in how a business can start using these new tools, you can learn more here. As always, we will be listening carefully to feedback as we go forward.

અમે WhatsAppને અંગત સંદેશાઓ મોકલવા માટેના ઍપ તરીકે બનાવ્યો છે, એક સરળ, સુરક્ષિત અને ભરોસાપાત્ર માધ્યમ તરીકે. આ ઍપમાં દર નવી વિશેષતા ઉમેરતા અમે તે નિકટતાના આભાસને કાયમ રાખવાનું ખાસ પરિશ્રમ કર્યું છે, જે આ ઍપમાં લોકોને પ્રિય છે.

થોડાં વર્ષો અગાઉ અમે WhatsAppમાં એક વિશેષતા ઉમેરી હતી, જે કોઈ પણ સંદેશને એક સાથે ઘણીબધી વાતોમાં આગળ મોકલવાની તમને સગવડ આપે છે.

આજે, અમે એક હદ સુધી કોઈ પણ સંદેશને આગળ મોકલી શકવાનું પરિક્ષણ રજુ કરી રહ્યા છીએ, જે WhatsApp વાપરનારા તમામ લોકોને લાગુ પડશે. ભારતમાં, કે જ્યાંના લોકો વિશ્વના અન્ય દેશો કરતા વધારે સંદેશાઓ, ફોટા, અને વિડિયો પ્રાપ્ત કરીને બીજા લોકો સુધી આગળ મોકલે છે, અમે પ્રાપ્ત કરેલા કોઈ પણ સંદેશને એક સાથે ૫ વાતોમાં જ આગળ મોકલી શકવાનું પરિક્ષણ કરીશું અને મિડીયા સંદેશાઓ પાસેના તરત તે સંદેશાઓને આગળ મોકલવા માટેના બટનને હટાવી દેશું.

અમારું માનવું છે કે આ ફેરફારોથી WhatsAppને જે ઇરાદા સાથે તૈયાર કરવામાં આવ્યું છે, તે કાયમ રહેશે. એટલે કે, એક અંગત સંદેશાઓ મોકલવા માટેનો ઍપ. ખરું, કે અમે આ ફેરફારોનું મૂલ્યાંકન કરતા રહીશું.

અમે દૃઢ નિશ્ચયે તમારી સલામતી અને ગોપનીયતાને મહત્વ આપીએ છીએ, એટલે જ WhatsApp શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત છે, અને અમારા ઍપને વધુ સારું બનાવતા રહેવા અમે આના જેવી વિશેષતાઓ રજૂ કરતા રહીશું. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા WhatsApp સલામતી સલાહનું પાનું જુઓ.

Over the last couple years, people have enjoyed making voice and video calls on WhatsApp. In fact, our users spend over 2 billion minutes on calls per day. We're excited to announce that group calls for voice and video are coming to WhatsApp starting today.

You can make a group call with up to four people total - anytime and anywhere. Just start a one-on-one voice or video call and tap the new "add participant" button in the top right corner to add more contacts to the call.

Group calls are always end-to-end encrypted, and we've designed calling to work reliably around the world in different network conditions. The feature is currently rolling out on the iPhone and Android versions of our app.

આજથી WhatsApp તમને તમારા પ્રાપ્ત થયેલ સંદેશાઓમાંથી તમારા સુધી આગળ મોકલાયેલ સંદેશાઓની ઓળખ કરાવશે. આ વધારાનો સંદર્ભ તમને વ્યક્તિગત અને સમૂહ વાતો કરવા સમજવામાં મદદરૂપ થશે. એ તમને એ વાતની પણ જાણ કરવામાં મદદ કરશે કે તમને મોકલાયેલ સંદેશ તમારા મિત્રો કે પરિવાર જનોએ પોતે લખ્યો છે કે પછી કોઈએ પહેલાથી લખેલ સંદેશ તમારા સુધી આગળ મોકલ્યો છે. આગળ મોકલાયેલ હોવાની જાણ કરતા આ લેબલને જોઇ શકવા માટે, તમારી પાસે તમારા ફોન પર સમર્થન અપાતા WhatsAppના તાજેતરના સંસ્કરણનું હોવું જરૂરી છે.

WhatsApp તમારી સલામતીની ખૂબ કાળજી રાખે છે. અમે આગળ મોકલાયેલ સંદેશાઓને સમજી વિચારીને ફરી આગળ મોકલવાની તમને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. તમને યાદ અપાવવા ખાતર, તમે એક જ ટેપ વડે કોઈ સંપર્કના સ્પામ હોવાની ફરિયાદ પણ કરી શકો છો કે તેમને પ્રતિબંધિત પણ, અને સહાયતા માટે સીધેસીધુ WhatsApp સાથે સપર્ક તો સાધી જ શકો છો. વધુ માહિતી માટે, કૃપયા અમારા WhatsApp પર સલામતી માટે ટિપ્પણીઓ વાળા પાના પર જાઓ.

છેલ્લા ઘણા મહીનાઓમાં, અમે નવી વિશેષતાઓ ઉમેરી છે જે સમૂહોના અનુભવને વધારે સારૂં બનાવે છે. એમાં સમૂહ વર્ણન, વિશેષતાઓની હરોળમાં રહેલ વિશેષતા, અને સમૂહ છોડીને જતા લોકોને વારે ઘડીએ સમૂહમાં ઇમેરાવાથી બચાવનો સમાવેશ થાય છે.

આજે, અમે નવી સમૂહ સેટિંગની રજુઆત કરી રહ્યા છીએ, જેના વડે માત્ર સંચાલકો જ સમૂહમાં સંદેશાઓ મોકલી શકે છે. નિશાળોમાં વાલીઓ અને શિક્ષકો, કોમ્યુનીટી સેન્ટરો, અને બિન નફાકારક સંસ્થાઓના સમાવેશ સાથે, લોકો સમૂહોનો એક ઉપયોગ મહત્વપૂર્ણ જાહેરાતો અને માહિતી પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. અમે આ નવી સેટિંગને સમૂહ સંચાલકોને આવા ઉપયોગની પરિસ્થિતિઓમાં વધારે સારી સગવડતા આપવા માટે રજુ કરી છે.

આ સેટિંગને સક્ષમ કરવા માટે, "સમૂહ માહિતી" ખોલીને સમૂહ સેટિંગ્સ > સંદેશાઓ મોકલો પર ટેપ કરીને "માત્ર સંચાલકો જ" પસંદ કરો. આ સેટિંગની વિશ્વભરના બધા વપરાશકર્તાઓ માટે આ ઍપના સહાયતા અપાતા તાજેતરના બધા સંસ્કરણો પર રજુઆત કરવામાં આવે છે.

આખા WhatsAppના અનુભવમાં સમૂહો મોટો ભાગ ભજવે છે, ભલે ને પછી તે કોઈ કુટુંબના લોકો ધરતીના છોરેથી સંપર્કમાં રહેતા હોય, અથવા નાનપણના મિત્રો વરસો વરસ એકબીજા સાથે સંબંધ જાળવતા હોય. જરૂરી સલાહ શોધતા નવા માતા પિતા, ભણતર માટે ભેગા થતા વિધ્યાર્થી, અને કુદરતી હોનારત બાદ રાહતકાર્યની ગોઠવણી કરતા નગરના અગ્રણીઓ જેવા પણ લોકો પણ છે, જે WhatsApp પર સમૂહોમાં જોડાતા હોય છે. આજે, અમે સમૂહોમાં અમે કરેલ સુધારાઓને રજુ કરી રહ્યા છીએ.

નવું શું છે

 • સમૂહ વર્ણન: સમૂહ માહિતી હેઠળ દેખાતું એક નાનું વિગતવાર લખાણ, જે તમને તમારા સમૂહ માટે હેતુ, માર્ગદર્શન અથવા વિષય નક્કી કરવાની સગવડ આપે છે. જ્યારે કોઈ નવો માણસ સમૂહમાં જોડાય, ત્યારે વાતની ઉપર આ વર્ણન દર્શિત થશે.
 • સંચાલક નિયંત્રણો: સમૂહની સેટિંગ્સમાં, એક નવું નિયંત્રણ છે જે સંચાલકોને સમૂહનો વિષય, ચિહ્ન અને વર્ણનમાં ફેરફાર કરી શકવા વાળા નક્કી કરવાની સગવડ આપે છે.
 • સમૂહની જાણ રાખવી: તમારી કોઈ સમૂહ વાતથી દૂર રહ્યા બાદ, તમારા ઉલ્લેખ અથવા જવાબો દાખવતા સંદેશાઓની, વાતમાં નીચેના જમણા ખુણાંમાં જાહેર ટતા નવા @ બટન પર ટેપ કરીને, ઝડપથી જાણ મેળવો.
 • સહભાગીની શોધ: સમૂહ માહિતી પાના પરથી સમૂહમાં કોઈ પણ સહભાગીને શોધો.
 • હવે સંચાલકો સમૂહના સહભાગીઓને સંચાલક હોવા પરથી બરતરફ કરી શકે છે, પણ સમૂહના રચનાકાર તેમના બનાવેલ સમૂહોમાંથી હવે હટાવી શકાશે નહીં.

અમે એક પરિવર્તન પણ કર્યું છે જેથી સમૂહ છોડી જનારાઓને વારે ઘડીએ સમૂહમાં ઉમેરી ના શકાય.આ વિશેષતાઓ આજે Android અને iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. અમને આશા છે કે આ નવી અપડેટોને તમે ખૂબ માણશો!

આવતા મહિને, લોકોની માહિતીના ઑનલાઈન ઉપયોગમાં વધારે પારદર્શકતા જરૂરી બનાવવા માટે યુરોપિયન સંધ તેની ગોપનીયતા નીતિઓમાં સુધારા કરી રહ્યું છે. જ્યાં પણ General Data Protection Regulation (GDPR) તરીકે ઓળખાતો કાનૂન લાગુ પડશે, ત્યાં WhatsApp અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં પણ અપડેટ કરી રહ્યું છે.

આ અપડેટ હેઠળ અમે અંગત માહિતી જમા કરવા માટે નવા અધિકારો માગતા નથી. અમારો હેતુ તો માત્ર તમારી મર્યાદિત માહિતીનો અમારો ઉપયોગ અને તેની માવજત કરવાની અમારી રીતને સમજાવવાનો જ છે. ઘણી વાતો છે જેમને અમે હાયલાઈટ કરવા માગીયે છીએ:

 • યૂરોપમાં WhatsApp: યુરોપિયન સંધમાં તમારી સેવાઓ પહોંચાડવા અને અમારા વપરાશકર્તાઓની ગોપનીયતાની માવજત કરવામાં પારદર્શક્તાના નવા ઉચ્ચતર દરજ્જાઓ પર પૂરા ઉતરવા માટે WhatsApp યુરોપિયન સંધની અંદર પોતાનો એક અસ્તિત્વ સ્થાપિત કરી ચૂક્યું છે.
 • ડેટાની વહેંચણી: હાલમાં અમે તમારા Facebookના ઉત્પાદો અને જાહેરાતોના અનુભવને સુધારવા માટે ખાતાની કોઈ પણ માહિતી શેર કરતા નથી. જેવું કે અમે પહેલા પણ કહ્યું છે, અમારી ઇચ્છા ભવિષ્યમાં Facebookની અન્ય કમ્પનીઓ સાથે નજીકતા સાથે કામ કરવું છે અને જેમ જેમ અમે યોજનાઓ બનાવતા રહીશું, તેમ તેમ અમે અમારી યોજનાઓ વિષે તમને જણાવતા રહીશું.
 • WhatsApp પર સલામત રહેવું: જ્યારે અમને WhatsApp અથવા Facebook પર જરૂર વગરના સંદેશાઓ - દા.ત. સ્પામ કે અપમાનજનક વિષય સામગ્રી - મોકલનારાઓની ફરિયાદો પ્રાપ્ત થાય છે, ત્યારે અમે માહિતીને શેર કરીયે છીએ અને તેવા ઉપભોક્તાને બન્ને સેવાઓ પર પ્રતિબંધિત કરી દેવા સહિત, તેમના વિરૂદ્ધ પગલા ભરી શકિયે છીએ. આ સલામતીની સલાહો વાંચીને WhatsApp પર સલામત રહેવા વિષે વધુ જાણો.

WhatsApp તમારી ગોપનીયતા અને સલામતી માટે ખૂબ કાળજી રાખે છે. દરેક સંદેશ અને કૉલ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે, જેથી WhatsApp સહિત, કોઈ પણ તમારી ચર્ચાઓને વાંચી કે સાંભળી શકે નહીં. આવતા અઠવાડિયાઓમાં, તમારું જે મર્યાદિત ડેટા અમે જમા કરીયે છીએ, તેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો. આ વિશેષતા અમારા અૅપના તાજેતરના સંસ્કરણ પર વિશ્વભરના અમારા ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.

તમારો અભિપ્રાય જાણવા અમે ઉત્સુક છીએ અને WhatsAppનો ઉપયોગ કરવા માટે તમારા આભારી પણ!

વિશ્વભરમાં લોકો તેમને ગમતા લઘુ ઉધ્યોગો સાથે સંપર્ક સાધવા WhatsAppનો ઉપયોગ કરે છે — ભારતમાં ઓનલાઈન કાપડ વ્યવસાયોથી લઈને બ્રાઝીલમાં ગાડીયોના પાર્ટસની દુકાનો સુધી. પણ અમે WhatsAppને લોકો માટે બનાવ્યો છે, અને અમે તેમના માટે વ્યાવસાયિક અનુભવને ઉચ્ચતર બનાવવા માગીયે છીયે. દા.ત. વ્યવસાયો માટે ઘરાકોને સરળતાથી જવાબ આપવા, અંગત અને ઘરાકો સાથેના સંદેશાઓનું વર્ગીકરણ કરવું, અને સત્તાવાર હાજરી બનાવી રાખવી સરળ બનાવીને.

તો આજે અમે WhatsApp Business — નાના વ્યવસાયો માટે એક મફતમાં ડાઉનલોડ કરી શકાય તેવું Android માટેનું અૅપ રજુ કરીયે છીયે. અમારું નવું અૅપ કમ્પનીયો માટે તેમના ઘરાકો સાથે સંપર્ક સાધવું અને અમારા ૧.૩ બીલીયન ઉપભોક્તાઓ માટે તેમને ગમતા વ્યવસાયો સાથે વાત કરવું સરળ બનાવશે. તે આ રીતે:

 • વ્યાવસાયિક પ્રોફાઈલ: ઘરાકોને વ્યવસાયના વર્ણન, ઈમેઇલ કે દુકાનના સરનામા, અને વેબ સાઈટ જેવી કામની માહિતી મેળવવામાં મદદ કરવા.
 • સંદેશસંચારણના સાધનો: સંદેશસંચારણના ઝડપી સાધનો દ્વારા સમય બચાવવા — ઝડપી જવાબો જે વારેઘડીયે પૂછાતા સવાલોના ઝડપી જવાબો રજુ કરવા, સત્કાર સંદેશાઓ જે ઘરાકોને તમારા વ્યવસાય સાથે પરિચિત કરવા, અને બાહિરે સંદેશાઓ જે તેમને તમારા વ્યસ્ત હોવાની જાણ કરવા.
 • સંદેશાઓની આંકડા માહિતી: તમારા કેટલા સંદેશાઓ સફળતા સાથે મોકલાયા, પહોંચાડાયા, અને વંચાયા, તેની મહત્વપૂર્ણ ગણતરી રાખવા.
 • વેબ માટે WhatsApp: WhatsApp Business દ્વારા તમારા ડેસ્ક ટોપ પરથી સંદેશાઓ મોકલો અને પ્રાપ્ત કરવા.
 • ખાતાનો પ્રકાર: તમારી એક વ્યાવસાયિક ખાતા રૂપે નોંધણી થવાના કારણે લોકોને જાણ કરવા, કે તેઓ એક વ્યવસાય સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. સમય વીતતા, કેટલાક વ્યવસાયોના ફોન નંબરોના તેમના ખાતાના ફોન નંબરો સમાન હોવા પર, તેમને એક ચકાસેલ વ્યવસાય તરીકે ઓળખ મળી જશે.

લોકો WhatsAppનો રાબેતા મુજબ ઉપયોગ ચાલૂ રાખી શકે છે — કોઈ નવી વસ્તુ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અને લોકો પાસે, વ્યવસાયિક ખાતાઓ સમેત કોઈ પણ ખાતાને પ્રતિબંધિત કરવાના અને સ્પામની ફરિયાદ કરવાના અધિકાર સાથે, તેમને પ્રાપ્ત થયેલ સંદેશાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

ભારત અને બ્રાઝીલમાં ૮૦% જેટલા વ્યવસાયોનું કહેવું છે, કે WhatsApp તેમને ઘરાકો સાથે ચર્ચા કરવામાં આને તેમના વ્યવસાયને ફેલાવવા, બન્નેમાં કાર્યોમાં આજે મદદ કરે છે (સ્ત્રોત: Morning Consult study). અને WhatsApp Business એક ઝડપી અને સરળ રીતે લોકો માટે તેમની સાથે સંપર્ક સાધવામાં સગવડ આપશે.

આજે WhatsApp Business રજુ કરવામાં આવે છે, અને ઈન્ડોનેશિયા, ઈટાલી, મેક્સીકો, ઈંગલૈંડ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં Google Play પર મફત ડાઉનલોડ કરી શકાય છે. આ અૅપને વિશ્વભરમાં આવતા અઠવાડીયાઓમાં રજુ કરવામાં આવશે. આ તો બસ શરૂઆત છે!

આજથી તમે હવે તમારા ભૂલથી મોકલાયેલ સંદેશાઓને રદ્દ કરી શકો છો — પછી તે એક માણસ માટે હોય કે પછી સઘળા સમૂહ માટે હોય. તે આ રીતે થાય છે: સંદેશને ટેપ કરીને રાખી મૂકો, "રદ્દ કરો" પસંદ કરો અને પછી "બધા માટે રદ્દ કરો". મોકલ્યા પછી તમારી પાસે સંદેશને રદ્દ કરવા માટે સાત મીનીટ રહેશે.

આ વિશેષતાઓને iPhone, Android phones, અને Windows Phone તથા ડેસ્કટૉપના તાજેતરના સંસ્કરણો ઊપર વિશ્વભરના ઉપભોક્તાઓ માટે રજુઆત કરવામાં આવે છે. સંદેશને સફળતાપૂર્વક રદ્દ કરવા માટે તમે અને તમારા સંદેશના પ્રાપ્તકર્તા બન્નેનો WhatsAppના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરવો જરૂરી છે.

તમે Android, iPhone, અને Windows Phone માટેના અમારા વારંવાર પૂછાયેલ પ્રશ્નોમાં વધુ જાણી શકો છો.