WhatsApp બ્લોગ

આજથી WhatsApp તમને તમારા પ્રાપ્ત થયેલ સંદેશાઓમાંથી તમારા સુધી આગળ મોકલાયેલ સંદેશાઓની ઓળખ કરાવશે. આ વધારાનો સંદર્ભ તમને વ્યક્તિગત અને સમૂહ વાતો કરવા સમજવામાં મદદરૂપ થશે. એ તમને એ વાતની પણ જાણ કરવામાં મદદ કરશે કે તમને મોકલાયેલ સંદેશ તમારા મિત્રો કે પરિવાર જનોએ પોતે લખ્યો છે કે પછી કોઈએ પહેલાથી લખેલ સંદેશ તમારા સુધી આગળ મોકલ્યો છે. આગળ મોકલાયેલ હોવાની જાણ કરતા આ લેબલને જોઇ શકવા માટે, તમારી પાસે તમારા ફોન પર સમર્થન અપાતા WhatsAppના તાજેતરના સંસ્કરણનું હોવું જરૂરી છે.

WhatsApp તમારી સલામતીની ખૂબ કાળજી રાખે છે. અમે આગળ મોકલાયેલ સંદેશાઓને સમજી વિચારીને ફરી આગળ મોકલવાની તમને ભારપૂર્વક ભલામણ કરીએ છીએ. તમને યાદ અપાવવા ખાતર, તમે એક જ ટેપ વડે કોઈ સંપર્કના સ્પામ હોવાની ફરિયાદ પણ કરી શકો છો કે તેમને પ્રતિબંધિત પણ, અને સહાયતા માટે સીધેસીધુ WhatsApp સાથે સપર્ક તો સાધી જ શકો છો. વધુ માહિતી માટે, કૃપયા અમારા WhatsApp પર સલામતી માટે ટિપ્પણીઓ વાળા પાના પર જાઓ.

છેલ્લા ઘણા મહીનાઓમાં, અમે નવી વિશેષતાઓ ઉમેરી છે જે સમૂહોના અનુભવને વધારે સારૂં બનાવે છે. એમાં સમૂહ વર્ણન, વિશેષતાઓની હરોળમાં રહેલ વિશેષતા, અને સમૂહ છોડીને જતા લોકોને વારે ઘડીએ સમૂહમાં ઇમેરાવાથી બચાવનો સમાવેશ થાય છે.

આજે, અમે નવી સમૂહ સેટિંગની રજુઆત કરી રહ્યા છીએ, જેના વડે માત્ર સંચાલકો જ સમૂહમાં સંદેશાઓ મોકલી શકે છે. નિશાળોમાં વાલીઓ અને શિક્ષકો, કોમ્યુનીટી સેન્ટરો, અને બિન નફાકારક સંસ્થાઓના સમાવેશ સાથે, લોકો સમૂહોનો એક ઉપયોગ મહત્વપૂર્ણ જાહેરાતો અને માહિતી પ્રાપ્ત કરવા માટે કરતા હોય છે. અમે આ નવી સેટિંગને સમૂહ સંચાલકોને આવા ઉપયોગની પરિસ્થિતિઓમાં વધારે સારી સગવડતા આપવા માટે રજુ કરી છે.

આ સેટિંગને સક્ષમ કરવા માટે, "સમૂહ માહિતી" ખોલીને સમૂહ સેટિંગ્સ > સંદેશાઓ મોકલો પર ટેપ કરીને "માત્ર સંચાલકો જ" પસંદ કરો. આ સેટિંગની વિશ્વભરના બધા વપરાશકર્તાઓ માટે આ ઍપના સહાયતા અપાતા તાજેતરના બધા સંસ્કરણો પર રજુઆત કરવામાં આવે છે.

આખા WhatsAppના અનુભવમાં સમૂહો મોટો ભાગ ભજવે છે, ભલે ને પછી તે કોઈ કુટુંબના લોકો ધરતીના છોરેથી સંપર્કમાં રહેતા હોય, અથવા નાનપણના મિત્રો વરસો વરસ એકબીજા સાથે સંબંધ જાળવતા હોય. જરૂરી સલાહ શોધતા નવા માતા પિતા, ભણતર માટે ભેગા થતા વિધ્યાર્થી, અને કુદરતી હોનારત બાદ રાહતકાર્યની ગોઠવણી કરતા નગરના અગ્રણીઓ જેવા પણ લોકો પણ છે, જે WhatsApp પર સમૂહોમાં જોડાતા હોય છે. આજે, અમે સમૂહોમાં અમે કરેલ સુધારાઓને રજુ કરી રહ્યા છીએ.

નવું શું છે

 • સમૂહ વર્ણન: સમૂહ માહિતી હેઠળ દેખાતું એક નાનું વિગતવાર લખાણ, જે તમને તમારા સમૂહ માટે હેતુ, માર્ગદર્શન અથવા વિષય નક્કી કરવાની સગવડ આપે છે. જ્યારે કોઈ નવો માણસ સમૂહમાં જોડાય, ત્યારે વાતની ઉપર આ વર્ણન દર્શિત થશે.
 • સંચાલક નિયંત્રણો: સમૂહની સેટિંગ્સમાં, એક નવું નિયંત્રણ છે જે સંચાલકોને સમૂહનો વિષય, ચિહ્ન અને વર્ણનમાં ફેરફાર કરી શકવા વાળા નક્કી કરવાની સગવડ આપે છે.
 • સમૂહની જાણ રાખવી: તમારી કોઈ સમૂહ વાતથી દૂર રહ્યા બાદ, તમારા ઉલ્લેખ અથવા જવાબો દાખવતા સંદેશાઓની, વાતમાં નીચેના જમણા ખુણાંમાં જાહેર ટતા નવા @ બટન પર ટેપ કરીને, ઝડપથી જાણ મેળવો.
 • સહભાગીની શોધ: સમૂહ માહિતી પાના પરથી સમૂહમાં કોઈ પણ સહભાગીને શોધો.
 • હવે સંચાલકો સમૂહના સહભાગીઓને સંચાલક હોવા પરથી બરતરફ કરી શકે છે, પણ સમૂહના રચનાકાર તેમના બનાવેલ સમૂહોમાંથી હવે હટાવી શકાશે નહીં.

અમે એક પરિવર્તન પણ કર્યું છે જેથી સમૂહ છોડી જનારાઓને વારે ઘડીએ સમૂહમાં ઉમેરી ના શકાય.આ વિશેષતાઓ આજે Android અને iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. અમને આશા છે કે આ નવી અપડેટોને તમે ખૂબ માણશો!

આવતા મહિને, લોકોની માહિતીના ઑનલાઈન ઉપયોગમાં વધારે પારદર્શકતા જરૂરી બનાવવા માટે યુરોપિયન સંધ તેની ગોપનીયતા નીતિઓમાં સુધારા કરી રહ્યું છે. જ્યાં પણ General Data Protection Regulation (GDPR) તરીકે ઓળખાતો કાનૂન લાગુ પડશે, ત્યાં WhatsApp અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં પણ અપડેટ કરી રહ્યું છે.

આ અપડેટ હેઠળ અમે અંગત માહિતી જમા કરવા માટે નવા અધિકારો માગતા નથી. અમારો હેતુ તો માત્ર તમારી મર્યાદિત માહિતીનો અમારો ઉપયોગ અને તેની માવજત કરવાની અમારી રીતને સમજાવવાનો જ છે. ઘણી વાતો છે જેમને અમે હાયલાઈટ કરવા માગીયે છીએ:

 • યૂરોપમાં WhatsApp: યુરોપિયન સંધમાં તમારી સેવાઓ પહોંચાડવા અને અમારા વપરાશકર્તાઓની ગોપનીયતાની માવજત કરવામાં પારદર્શક્તાના નવા ઉચ્ચતર દરજ્જાઓ પર પૂરા ઉતરવા માટે WhatsApp યુરોપિયન સંધની અંદર પોતાનો એક અસ્તિત્વ સ્થાપિત કરી ચૂક્યું છે.
 • ડેટાની વહેંચણી: હાલમાં અમે તમારા Facebookના ઉત્પાદો અને જાહેરાતોના અનુભવને સુધારવા માટે ખાતાની કોઈ પણ માહિતી શેર કરતા નથી. જેવું કે અમે પહેલા પણ કહ્યું છે, અમારી ઇચ્છા ભવિષ્યમાં Facebookની અન્ય કમ્પનીઓ સાથે નજીકતા સાથે કામ કરવું છે અને જેમ જેમ અમે યોજનાઓ બનાવતા રહીશું, તેમ તેમ અમે અમારી યોજનાઓ વિષે તમને જણાવતા રહીશું.
 • WhatsApp પર સલામત રહેવું: જ્યારે અમને WhatsApp અથવા Facebook પર જરૂર વગરના સંદેશાઓ - દા.ત. સ્પામ કે અપમાનજનક વિષય સામગ્રી - મોકલનારાઓની ફરિયાદો પ્રાપ્ત થાય છે, ત્યારે અમે માહિતીને શેર કરીયે છીએ અને તેવા ઉપભોક્તાને બન્ને સેવાઓ પર પ્રતિબંધિત કરી દેવા સહિત, તેમના વિરૂદ્ધ પગલા ભરી શકિયે છીએ. આ સલામતીની સલાહો વાંચીને WhatsApp પર સલામત રહેવા વિષે વધુ જાણો.

WhatsApp તમારી ગોપનીયતા અને સલામતી માટે ખૂબ કાળજી રાખે છે. દરેક સંદેશ અને કૉલ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે, જેથી WhatsApp સહિત, કોઈ પણ તમારી ચર્ચાઓને વાંચી કે સાંભળી શકે નહીં. આવતા અઠવાડિયાઓમાં, તમારું જે મર્યાદિત ડેટા અમે જમા કરીયે છીએ, તેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો. આ વિશેષતા અમારા અૅપના તાજેતરના સંસ્કરણ પર વિશ્વભરના અમારા ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.

તમારો અભિપ્રાય જાણવા અમે ઉત્સુક છીએ અને WhatsAppનો ઉપયોગ કરવા માટે તમારા આભારી પણ!

વિશ્વભરમાં લોકો તેમને ગમતા લઘુ ઉધ્યોગો સાથે સંપર્ક સાધવા WhatsAppનો ઉપયોગ કરે છે — ભારતમાં ઓનલાઈન કાપડ વ્યવસાયોથી લઈને બ્રાઝીલમાં ગાડીયોના પાર્ટસની દુકાનો સુધી. પણ અમે WhatsAppને લોકો માટે બનાવ્યો છે, અને અમે તેમના માટે વ્યાવસાયિક અનુભવને ઉચ્ચતર બનાવવા માગીયે છીયે. દા.ત. વ્યવસાયો માટે ઘરાકોને સરળતાથી જવાબ આપવા, અંગત અને ઘરાકો સાથેના સંદેશાઓનું વર્ગીકરણ કરવું, અને સત્તાવાર હાજરી બનાવી રાખવી સરળ બનાવીને.

તો આજે અમે WhatsApp Business — નાના વ્યવસાયો માટે એક મફતમાં ડાઉનલોડ કરી શકાય તેવું Android માટેનું અૅપ રજુ કરીયે છીયે. અમારું નવું અૅપ કમ્પનીયો માટે તેમના ઘરાકો સાથે સંપર્ક સાધવું અને અમારા ૧.૩ બીલીયન ઉપભોક્તાઓ માટે તેમને ગમતા વ્યવસાયો સાથે વાત કરવું સરળ બનાવશે. તે આ રીતે:

 • વ્યાવસાયિક પ્રોફાઈલ: ઘરાકોને વ્યવસાયના વર્ણન, ઈમેઇલ કે દુકાનના સરનામા, અને વેબ સાઈટ જેવી કામની માહિતી મેળવવામાં મદદ કરવા.
 • સંદેશસંચારણના સાધનો: સંદેશસંચારણના ઝડપી સાધનો દ્વારા સમય બચાવવા — ઝડપી જવાબો જે વારેઘડીયે પૂછાતા સવાલોના ઝડપી જવાબો રજુ કરવા, સત્કાર સંદેશાઓ જે ઘરાકોને તમારા વ્યવસાય સાથે પરિચિત કરવા, અને બાહિરે સંદેશાઓ જે તેમને તમારા વ્યસ્ત હોવાની જાણ કરવા.
 • સંદેશાઓની આંકડા માહિતી: તમારા કેટલા સંદેશાઓ સફળતા સાથે મોકલાયા, પહોંચાડાયા, અને વંચાયા, તેની મહત્વપૂર્ણ ગણતરી રાખવા.
 • વેબ માટે WhatsApp: WhatsApp Business દ્વારા તમારા ડેસ્ક ટોપ પરથી સંદેશાઓ મોકલો અને પ્રાપ્ત કરવા.
 • ખાતાનો પ્રકાર: તમારી એક વ્યાવસાયિક ખાતા રૂપે નોંધણી થવાના કારણે લોકોને જાણ કરવા, કે તેઓ એક વ્યવસાય સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. સમય વીતતા, કેટલાક વ્યવસાયોના ફોન નંબરોના તેમના ખાતાના ફોન નંબરો સમાન હોવા પર, તેમને એક ચકાસેલ વ્યવસાય તરીકે ઓળખ મળી જશે.

લોકો WhatsAppનો રાબેતા મુજબ ઉપયોગ ચાલૂ રાખી શકે છે — કોઈ નવી વસ્તુ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અને લોકો પાસે, વ્યવસાયિક ખાતાઓ સમેત કોઈ પણ ખાતાને પ્રતિબંધિત કરવાના અને સ્પામની ફરિયાદ કરવાના અધિકાર સાથે, તેમને પ્રાપ્ત થયેલ સંદેશાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

ભારત અને બ્રાઝીલમાં ૮૦% જેટલા વ્યવસાયોનું કહેવું છે, કે WhatsApp તેમને ઘરાકો સાથે ચર્ચા કરવામાં આને તેમના વ્યવસાયને ફેલાવવા, બન્નેમાં કાર્યોમાં આજે મદદ કરે છે (સ્ત્રોત: Morning Consult study). અને WhatsApp Business એક ઝડપી અને સરળ રીતે લોકો માટે તેમની સાથે સંપર્ક સાધવામાં સગવડ આપશે.

આજે WhatsApp Business રજુ કરવામાં આવે છે, અને ઈન્ડોનેશિયા, ઈટાલી, મેક્સીકો, ઈંગલૈંડ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં Google Play પર મફત ડાઉનલોડ કરી શકાય છે. આ અૅપને વિશ્વભરમાં આવતા અઠવાડીયાઓમાં રજુ કરવામાં આવશે. આ તો બસ શરૂઆત છે!

આજથી તમે હવે તમારા ભૂલથી મોકલાયેલ સંદેશાઓને રદ્દ કરી શકો છો — પછી તે એક માણસ માટે હોય કે પછી સઘળા સમૂહ માટે હોય. તે આ રીતે થાય છે: સંદેશને ટેપ કરીને રાખી મૂકો, "રદ્દ કરો" પસંદ કરો અને પછી "બધા માટે રદ્દ કરો". મોકલ્યા પછી તમારી પાસે સંદેશને રદ્દ કરવા માટે સાત મીનીટ રહેશે.

આ વિશેષતાઓને iPhone, Android phones, અને Windows Phone તથા ડેસ્કટૉપના તાજેતરના સંસ્કરણો ઊપર વિશ્વભરના ઉપભોક્તાઓ માટે રજુઆત કરવામાં આવે છે. સંદેશને સફળતાપૂર્વક રદ્દ કરવા માટે તમે અને તમારા સંદેશના પ્રાપ્તકર્તા બન્નેનો WhatsAppના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરવો જરૂરી છે.

તમે Android, iPhone, અને Windows Phone માટેના અમારા વારંવાર પૂછાયેલ પ્રશ્નોમાં વધુ જાણી શકો છો.

આજે, અમે એક નવી વિશેષતા જાહેર કરી રહ્યા છીયે, જે તમને વાસ્તવિક સમયમાં તમારું સ્થળ તમારા કુટુંબ અને મિત્રો સાથે શેર કરવાની સગવડ આપે છે. તમે તમારા મિત્રોની મુલાકાત લઈ રહ્યા હોવ, તમારા સ્નેહીજનોને તમારા સુરક્ષિત હોવાની ખબર આપતા હોવ, કે પછી તમારી મુસાફરીને શેર કરી રહ્યા હોવ, તમે જે સ્થળે હોવ તેના વિષે લોકોને જણાવવા માટે જીવંત સ્થાન એક સાદું અને સરળ ઉપાય છે. બન્ને તરફથી ગુપતીકરણયુક્ત આ વિશેષતા તમને કોની સાથે જીવંત સ્થાન શેર કરવું અને કેટલા સમય માટે કરવું તેના પર પણ નિયંત્રણ આપે છે. તમે તમારી મરજી મુજબ કોઈ પણ સમયે તેને શેર કરવું બંધ કરી શકો છો કે પછી જીવંત સ્થાનની નક્કી કરેલ સમયમર્યાદા પૂર્ણ થઈ જવા દઈ શકો છો.

આ એવી રીતે કામ કરે છે, કે જે માણસ કે સમૂહ સાથે તમે જીવંત સ્થાન શેર કરવા માગો તેની સાથેની વાતને ખોલો. જોડો બટનમાં "સ્થળ" હેઠળ, "જીવંત સ્થાન શેર કરો" નામક એક નવું વિકલ્પ જોવા મળશે. જેટલા સમય માટે શેર કરવું હોય તે નક્કી કરીને મોકલો પર ટેપ કરો. તે વાતમાંનો દરેક સભ્ય વાસ્તવિક સમયમાં તમારું સ્થળ નક્શા ઊપર જોઈ શકશે. અને જો કોઈ સમૂહમાં એકથી વધુ માણસો તેમના જીવંત સ્થાનને શેર કરી રહ્યા હશે, તો તે વાતમાં શેર કરાતા સઘળા સ્થળો એક જ નક્શા ઊપર દેખાશે.

જીવંત સ્થાન Android અને iPhone પર ઉપલબ્ધ છે અને આવનારા સપ્તાહોમાં અૅપ ઊપર તેની રજૂઆત કરવામાં આવશે. અમારી આશા છે કે તમને પસંદ આવશે.

દરરોજ અબજો લોકો તેમના કુટુંબીજનો અને મિત્રો સાથે સંકળાયેલ રહેવા માટે WhatsAppનો ઉપયોગ કરે છે, અને સમય જતાં, વધારે ને વધારે લોકો આ અૅપનો ઉપયોગ કરી તેમને મનગમતા વ્યવસાયો સાથે પણ ચર્ચા વિચારણા કરે છે. ખરું જોતાં, રોજના નવા સંપર્કો જોડાતા રહે છે, ભલે ને પછી કોઈ સ્થાનિક બેકરીમાં ઑર્ડર આપતો હોય અથવા કપડાની દુકાનમાંથી નવા વસ્ત્રોનો. પરંતુ હાલમાં જેે કંઈ પણ WhatsApp પર થઈ રહ્યું છે, તે પ્રારંભિક અવસ્થા માં જ છે. અમે એવા દુકાનદારો વિષે પણ સાંભળ્યું છે કે જેઓ એક હોંશિયાર ફોન પરથી સોયો ઘરાકો સાથે સંપર્કમાં રહેવા WhatsAppનો ઉપયોગ કરે છે, અને તે લોકો સાથે પણ, જેઓ આ વાતથી અજાણ્યા છે કે WhatsApp પર વ્યવસાય કરવું કેટલું કાયદાસર છે. આવતા મહીનાઓમાં, અમે અેવી વિશેષતાઓની ચકાસણી કરવાના છીયે, જે આવી ઘણી સમસ્યાઓનો ઉપાય બતાવે, અને લોકો માટે WhatsApp પર મનગમતા વ્યવસાયો સાથે ચર્ચા વિચારણા કરવાનું સહજ બનાવે. અમારું વલણ સીધું જ છે – અમે લોકોને પરસ્પર સંપર્કમાં રહેવામાં મદદ કરતા જે શીખ્યું છે, તે હવે તેમને તેમના ગમતા વ્યવસાયો સાથે સંબંધ જાળવી રાખવા માટે મદદરૂપ થવામાં લાગુ પાડીયે.

અમને ખબર છે કે વ્યસાયોની વિભિન્ન જરૂરીયાતો હોય છે. દા. ત., તેમને એક આધિકારિક ઉપસ્થિતિ જોઈતી હોય છે – એક પ્રમાણિત પ્રોફાઈલ, જેથી લોકો વ્યવસાય અને સાદા માણસમાં ફેર સમજી શકે – અને સંદેશાઓના જવાબ દેવામાં સરળતા પામી શકે. અમે એક મફત WhatsApp વ્યાવસાયિક અૅપના માધ્યમથી નાની કમ્પનીઓ માટે નવા ટૂલ્સના નિર્માણ અને પરીક્ષણ, અને એરલાઈન્સ, ઈ-કોમર્સ સાઈટ્સ, અને બેંકો જેવી મોટા પાયા પર ચાલતી મોટી કમ્પનીઓ, જેની ઘરાકી દુનિયા ભરમાં ફેલાયેલ હોય, તેના માટે એક ઔધ્યોગિક સમાધાન બનાવી રહ્યા છીયે. આ વ્યવસાયો અમારા સમાધાનો દ્વારા તેમના ઘરાકોને ઉપયોગી સૂચનાઓ પ્રદાન કરી શકશે દા. ત. ફ્લાઈટનો સમય, ડીલીવરીની પુષ્ટિ, અને અન્ય સમાચાર આપવા.

કોઈ માણસ કોઈ વ્યવસાય સાથે નજીકની ગલીમાં સંચાર કરી રહ્યો હોય કે પછી દુનિયાના બીજા ખુણામાં, લોકોની આશા તો એ જ હોય છે કે WhatsApp ઝડપી, વિશ્વસનીય અને સુરક્ષિત હોય. અમે અમારા પરીક્ષણ ચરણમાં પ્રતિક્રિયાઓને ધ્યાનપૂર્વક સાભળીશું અને આ વિશ્ષતાઓને વ્યાપક રીતે ઉપલબ્ધ કરતા સમય લોકોને તેના વિષે સૂચિત કરીશું. અમે આવું ખરી રીતે કરીયે તે મહત્વપૂર્ણ છે અને વ્યવસાયો અને અમારા ઉપભોક્તાઓ માટે નવા અનુભવો પ્રદાન કરીશું તેના વિષે અમે વિચારીએ છીયે. વધુ માહિતી માટે, કૃપયા આ વારંવાર પૂછાતો પ્રશ્ન વાંચો.

Just last year, we shared that one billion people around the world use WhatsApp every month. Today, we are excited and proud to share that one billion people around the world use WhatsApp every day to stay in touch with their family and friends.

Whether it’s sharing personalized photos and videos, connecting through video calling, or keeping friends updated throughout the day with Status, communicating on WhatsApp has never been easier or more personal. We are humbled that so many people are using these new features to connect with one another in their own special way.

As we celebrate this milestone, we’re committed more than ever to bringing you more useful features to enjoy, while delivering the reliability, simplicity, and security you expect with WhatsApp. Thank you for your continued support.

હમણા અાઠ જ વરસ પુર્વેની વાત છે, ફેબ્રુઆરી ૨૦૦૯માં, જ્યારે અમે અે કોડની અારંભની પંક્તિઅો લખવાની શરૂ કરી હતી, જે છેલ્લે WhatsAppના રૂપમાં સામે અાવ્યું. અા પરિયોજના પાછળ મુખ્ય વિચાર અેક અેવું અૅપલીકેશન બનાવવાનો હતો, જે તમારા મિત્રો અને બીજાં સંપર્કોને તમે શું કરો છો અેની જાણ કરે. અા અમે સંદેશસંચારણને ઉમેર્યું તેના મહીનાઅો પહેલાની વાત છે. અમારા અૅપનું સૌથી પહેલું સંસ્કરણ કઈંક અાવું દેખાતું:

૨૦૦૯ના ગરમીના દિવસોમાં સંદેશસંચારણને શામેલ કર્યા પછી પણ, અમે WhatsAppમાં મૂળ "ફક્ત ટેક્સ્ટ" સ્થિતિ વિશેષતાને રાખી મુકી હતી. દર વર્ષે, જ્યારે બ્રાયન અને હું નવી પરિયોજનાઅો પર કામ કરવાની યોજના કરતા, ત્યારે અમે સદાય અા મૂળ "ફક્ત ટેક્સ્ટ" સ્થિતિ વિશેષતામાં સુધારણા કરવાની અને અેમાં વિકાસ લાવવાની ચર્ચા વિચારણા કરતા રહેતાં.

સંજોગાનુસાર, ૨૪ ફેબ્રુઅારીના દીવસે WhatsAppની અાઠમી વર્ષગાંઠ પર, અમે ઉત્સાહ પૂર્વક જાહેર કરીયે છીયે, કે અમે સ્થિતિ વિશેષતાની પુનર્રચના કરી રહ્યાં છીયે. અાજથી, અમે સ્થિતિ વિશેષતામાં નવીનીકરણ રજુ કરી રહ્યાં છીયે, જે તમને WhatsApp પર અેક સરળ અને સુરક્ષિત રીતે તમારા મિત્રો અને સંપર્કો સાથે ફોટા અને વિડીઅોઝ શેર કરવામાં મદદરૂપ થશે. હા, તમારી સ્થિતિ અપડેટ્સ પણ બન્ને તરફથી ગુપ્ત છે.

અાઠ વર્ષ પહેલા જ્યારે અમે WhatsApp પહેલી વાર શરૂ કર્યુ હતુ, અેવી જ રીતે અા નવીન અને બહેતર સ્થિતિ વિશેષતા તમને તમારા મિત્રો, જે WhatsAppનો ઉપયોગ કરતા હોય, તેમને અેક મનોરંજક અને સરળ રીતે અપડેટેડ રાખવામાં મદદરૂપ થશે. WhatsAppમાં અમારા બધાંની તરફથી, અમને અાશા છે કે તમે અાને ખૂબ માણશો!

યાન કૂમ