WhatsApp બ્લોગ

WhatsAppમાં અમારો ધ્યેય સદાય એક જ રહ્યો છે, કે અમે બને એટલા લોકોને તેમના મિત્રો, કુટુંબ, અને બીજા સ્નેહીજનો સાથે સંપર્કમાં રહેવા માટે મદદ કરી શકીયે. અર્થાત, અમે એવા ઉત્પાદની રચના કરી જે સાદું છે, ઉપયોગ કરવામાં સરળ છે, અને તમે જ્યાં પણ હોવ ત્યાં સુલભ છે. અમે સંદેશસંચારણ અને સમૂહ વાતથી શરૂઆત કરી હતી. તે પછી અમે ધ્વનિ કૉલની સુવિધા ઉમેરી. અમે આ એવી રીતે કર્યું કે આખી દુનિયામાં હજારો ઉપકરણો અને પ્લેટફોર્મની પરસપર આ કામ કરી શકે.

આજે અમે લોકોને પરસપર સંપર્કમાં રાખવાના પ્રયત્નોમાં હવે પછીના પગલાની જાહેરાત કરતા ઉત્સાહિત છીએ - WhatsApp વિડિઓ કૉલિંગ. આગામી દિવસોમાં, WhatsAppના એક અબજ કરતાં વધુ ઉપભોક્તાઓ Android, iPhone, અને Windows Phoneના ઉપકરણો ઉપર પરસપર વીડિયો કૉલ કરી શકશે.

અમે આ વિશેષ્તાને રજુ કરી રહ્યા છીએ કારણ કે અમને ખબર છે, કે ઘણી વાર ધ્વનિ અને લખાણ પૂરતું નથી થઈ રહેતું. તમારા પૌત્રને તેના પ્રથમ પગલાં લેતાં જોવાનું, કે વિદેશમાં અભ્યાસ કરી રહી તમારી દીકરીનો ચહેરો જોવાનો કોઈ બદલ નથી. અને અમારી ઇચ્છા એવી છે, કે આ બધી વિશેષતાઓ બધા માટે ઉપલબ્ધ હોય, ખાલી એ લોકો માટે જ નહીં જે મોંઘાદાટ ફોન લઈ શકતા હોય કે પછી એવા દેશોમાં રહેતા હોય જ્યાં સર્વોત્તમ સેલ્યુલર નેટવર્ક મળી રહે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં અમારા વપરાશકર્તાઓ પાસેથી અમને વિડિઓ કૉલિંગ માટે ઘણી વિનંતીઓ મળી છે, અને અમે આખરે આ વિશેષ્તા દુનિયા સામે રજુ કરતા ઉત્સાહિત છીએ. WhatsAppનો ઉપયોગ કરવા બદલ તમારો આભાર અને અમે વચન આપીએ છીએ કે અમે અમારી સેવાને સુધારવા માટે ખૂબ મહેનત કરતા રહીશું.

તમે વિશ્વભરમાં જેમને મિત્રો અને કુટુંબ સાથે શેર કરો, આજે અમે તે ફોટા અને વીડિયોઝને અનુસંચાલિત કરવાના અને તેમની તિવ્રતા વધારવાના નવા ઉપાયોની રજૂઆત કરીયે છીયે. WhatsAppની નવીનતમ કેમેરા વિશેષતાઓ દ્વારા, હવે તમે ફોટા અને વીડિયોઝ ઉપર લખી કે ચિત્રામણ કરી શકો છો, અને તમારા ભાવોને અભિવ્યક્ત કરવા માટે તેમાં ઈમોજી પણ ઉમેરી શકો છો.

જ્યારે તમે કોઈ નવો ફોટો કે વીડિયો લ્યો કે પછી તમારા ફોનમાં રહેલ કોઈને શેર કરો, ત્યારે તમને આપોઆપ તેને સંપાદિત કરવાના સાધનો જોવા મળશે. તમે કોઈને કેટલું યાદ કરો છો તે જણાવવા મોટ્ટું હૃદય દોરતા હોવ કે તમારી મનગમતી ઈમોજી ઉમેરતા હોવ - ઘણી વાર એક ચિત્ર હજારો શબ્દો બરાબર થઈ રહે છે. અક્ષર પણ ઉમેરી જુઓ, અને રંગ અને અક્ષરમાં પણ ફેરફાર કરી જૂઓ.

WhatsAppની કેમેરા વિશેષતા હવે ફ્રન્ટ ફેસિંગ ફ્લેશને સમર્થન આપે છે જેથી તમે ઉત્તમ સેલ્ફી લઈ શકો છો. ઓછા અજવાળામાં અને રાત્રે પણ, આ તમારી સ્ક્રીનને ઉજ્જવળ કરી દેશે અને તમારા ફોટાની ગુણવત્તા વધારશે. અમે વિડીયો રેકોર્ડ કરવા માટે પાસે અને દૂર કરવાની (ઝૂમ) એક સુલભ વિશેષતાને પણ ઉમેરી છે - બસ ઝૂમ કરી પાસે લાવવા કે દૂર કરવા માટે માત્ર તમારી આંગળીને ઉપર કે નીચે સરકાવો. અને આગળ અને પાછળ જોતા કેમેરા વચ્ચે ઝડપથી ચૂંટણી કરવા માટે, સ્ક્રીન ઉપર બમણા ટેપ કરો.

આ કેમેરાની નવી વિશેષતાઓ આજથી Android ફોન્સ ઉપર અને iPhone ઉપર વેળાસર રજૂ કરવામાં આવશે. અમારી આશા છે કે હવે તમારા ફોટા અને વિડીયોઝને શેર કરતા સમયે તમે આ નવી વિશેષતાઓને માણશો.

આજે, વ્યવસાયો સાથે લોકોના સંચારણ સ્થાપિત કરવાના ઉપાયોનું આવતા મહિનાઓમાં પરીક્ષણ કરવાની યોજનાઅોના ભાગ રૂપે, ચાર વર્ષમાં પહેલી વાર અમે WhatsAppની શર્તો અને ગોપનીયતા નિતીનું નવીનિકરણ કરી રહ્યાં છીયે. આ નવા દસ્તાવેજો આ વાતને, કે અમે Facebook સાથે જોડાયા છીયે, અને હાલમાં અમે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ, WhatsApp કૉલિંગ, અને સંદેશસંચારણ માટેના વેબ અને ડેસ્કટોપ માટે WhatsApp જેવા સાધનોની રજુઆત કરી છે, તે પણ પ્રતિબિંબિત કરે છે. તમે સંપૂર્ણ દસ્તાવેજો અહીં વાંચી શકો છો. અમે અમારા ઑપના તાજેતરના સમર્થિત સંસ્કરણો ઉપર બધાને આ નવીનીકરણ વિષે જણાવી રહ્યાં છીયે, અને આ નવીનીકરણયુક્ત શરતોને કબૂલ કરવા માટે તમને ‘સંમત છું’ પર ટેપ કરવાનું કહેવામાં આવશે.

લોકો દરરોજ તેમના મહત્વપૂર્ણ મિત્રો અને સ્નેહીજનો સાથે સંપર્કમાં રહેવા માટે અમારા અૅપનો ઉપયોગ કરે છે, અને આમાં કોઈ ફેરબદલ થવાની નથી. પણ, જેવું કે અમે આ વર્ષના પ્રારંભમાં જણાવ્યું હતું, અમે તમને તૃતિય પક્ષોના બેનર વાળી જાહેરાતો અને સ્પામ (અનિચ્છનીય સંદેશાઓ) વગરના અનુભવ આપતા રહીને, તમારા માટે મહત્વના વ્યવસાયો સાથે સંપર્કના માર્ગોનું પણ અન્વેષણ કરવા માગીયે છીએ. પછી તે તમારા બેંક તરફથી કોઈ શક્ય છેતરામણીયુક્ત લેવડદેવડના સમાચાર હોય, કે મોડી આવતી તમારી ફ્લાઈટ વિષે કોઈ એરલાઈન તરફથી મળતી સૂચના, આપણામાંના ઘણા લોકોને આવી માહિતી અન્ય સ્વરૂપે મળી રહે છે, કાં તો ટેક્સટ સંદેશ અને ફોન કૉલના રૂપમાં. આગલા ઘણા મહીનાઓમાં અમારે આ વિશેષતાઓનો પરિક્ષણ કરવો છે, પણ તે કરવા માટે અમારી શરતો અને ગોપનીયતા નિતીનું નવીનીકરણ કરવું જરૂરી થઈ રહે છે.

અમે આ દસ્તાવેજોમાં એ સ્પષ્ટ કરવા માટે ફેરફાર કરી રહ્યા છીએ, કે અમે શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણની રજુઆત કરી ચુક્યા છીયે. જયારે તમે અને એ લોકો જેમને તમે સંદેશ મોકલો, WhatsAppના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યાં હોવ, ત્યારે તમારા સૅદેશાઓ મૂળભૂત રીતે ગુપ્ત થયેલ રહેશે, અર્થાત તમે લોકો જ તેમને વાંચી શકશો. આવનારા મહીનાઓમાં અમારા Facebook સાથેના સમવ્યવસ્થીકરણ છતાંય, તમારા ગુપ્ત થયેલ સંદેશાઓ તો ખાનગી જ રહેશે અને અન્ય કોઈ તેમને વાંચી નહીં શકે. નહીં WhatsApp, નહીં Facebook, કે નહીં અન્ય કોઈ પણ. અમે બીજા કોઈ સાથે તમારા WhatsApp ફોન નંબરનું, Facebook પર પણ વેતરણ કરીશું નહીં, અને અમે વિજ્ઞાપકોને તમારો ફોન નંબર વેચશું, શેર કરીશું, કે આપીશું નહીં.

પરંતુ Facebook સાથેના સમવ્યવસ્થીકરણ વતી, અમે લોકો દ્વારા અમારી સેવાના થતા ઉપયોગના મૂળભૂત આંકડાઓનો નિરિક્ષણ કરી શકીશું અને WhatsApp ઉપર સ્પામનો સારી રીતે સામનો કરી શકીશું. અને જો તમે તેનો ખાતો ધરાવતા હોવ, તો Facebookની સિસ્ટમ સાથે તમારા ફોન નંબરના જોડાણ દ્વારા, Facebook તમને સુધારેલી મૈત્રી સલાહ આપી શકશે અને તમારા માટે વધારે બરાબર જાહેરાતો દર્શાવી શકશે. દાખલા તરીકે, તમને કદાચ તદ્દન અજાણી કંપનીના બદલામાં એ કંપની માટેની જાહેરાત જોવા મળે કે જેના માટે તમે કામ કરી રહ્યા હોવ. તમે તમારા ડેટાના ઉપયોગ પર નિયંત્રણ કરવા સમેત, વધુ અહીં જાણી શકો છો.

ખાનગી સંચાર વિષે અમારી માન્યતા અચલ છે, અને WhatsApp પર તમને સૌથી ઝડપી, સૌથી સરળ, અને સૌથી વિશ્વસનીય અનુભવ આપવા માટે વચનબદ્ધ છીએ. સદાયની જેમ, અમે તમારા પ્રતિસાદની રાહ જોઈશું અને WhatsAppનો ઉપયોગ કરવા માટે તમારો ખૂબ આભાર.

એક વર્ષથી કંઈ વધુ થયું, કે વિશ્વભરમાં લોકો મિત્રો અને કુટુંબ સાથે વાતો કરવા માટે WhatsApp કૉલિંગનો ઉપયોગ કરી રહ્યા છે. સંપર્કમાં રહેવાનો આ એક ઉત્તમ રસ્તો છે, ખાસ કરીને જ્યારે પરદેસમાં વસતા લોકો સાથે સંચાર કરવું હોય, કે પછી જ્યારે ખાલી સંદેશાઓ જ બસ થઈ ના રહે. WhatsApp પર આજે, દરરોજ ૧૦૦ કરોડથી પણ વધારે ધ્વનિ કૉલ્સ કરવામાં આવે છે - દરેક ક્ષણે ૧,૧૦૦ કૉલ્સ થયાં! અમે વિનયશીલ છીયે કે આટલા બધા લોકોને આ વિશેષતા ઉપયોગી લાગી, અને આવતા મહીનાઓમાં અમે તેને વધારે સારી કરવા માટે કાર્યરત છીયે.

આજે અમે ડેસ્કટોપ માટે એક અૅપની રજૂઆત કરી રહ્યાં છીયે જેથી ક્યારેય અને કહીં પણ સંપર્કમાં રહેવા માટે તમને વધુ એક રસ્તો મળી રહે - તમારા ઘરમાં કે ઑફિસમાં, તમારા ફોન કે કોમ્પ્યુટર ઉપર. વેબ માટે WhatsAppની જેમ જ, અમારો ડેસ્કટોપ અૅપ તમારા ફોન પરના અૅપનું ખાલી એક વિસ્તૃત સંસ્કરણ જ છે: આ અૅપ તમારા મોબાઈલ ઉપકરણ પરના સંદેશાઓ અને ચર્ચાઓને પ્રતિબિંબિત કરે છે.

આ નવો અૅપ Windows 8+ અને Mac OS 10.9+ માટે ઉપલબ્ધ છે અને તમારા મોબાઈલ ઉપકરણ પરના WhatsApp સાથે તે સમાયોજિત થઈ જાય છે. આ અૅપના ડેસ્કટોપ પર ડેસ્કટોપની જ પ્રકૃતિ પ્રમાણે ચાલવાના કારણે, તમને ડેસ્કટોપ પ્રકૃતિ પ્રમાણે સૂચનાઓ, વધુ સારા કીબોર્ડ શોર્ટકટ્સ અને ઘણા બધા માટે સમર્થન મળી રહેશે.

આ અૅપને ડાઉનલોડ કરવા માટે, તમારા બ્રાઉઝર પરથી https://www.whatsapp.com/download પર જાઓ. પછી, અૅપને ખોલો અને તમારા ફોન પરના WhatsApp અૅપ દ્વારા (સેટિંગ્સ હેઠળ વેબ માટે WhatsApp મેન્યુ શોધો) QR કોડને સ્કેન કરો.

વેબ માટે WhatsAppની જેમ જ, આ નવો ડેસ્કટોપ અૅપ પણ તમારા ફોનને ખીસામાં જ રાખી તમને મિત્રો અને કુટુંબને સંદેશ મોકલવાની સગવડ આપે છે.

WhatsApp હંમેશા તમારી માહિતી અને સંચારને બને તેટલું સુરક્ષિત રાખવાને પ્રાથમિકતા આપી છે. અને આજે, અમને આ જાહેર કરવામાં ગર્વ થાય છે કે અમે એક ટેકનોલોજીકલ વિકાસને પૂર્ણ કર્યું છે, જે તમારા ખાનગી સંચારને સુરક્ષિત રાખવામાં WhatsAppને પહેલું સ્થાન આપે છે: સંપૂર્ણ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ. હવે થી, જયારે તમે અને તમારા સંપર્કો અૅપના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરશો, તો સમૂહ વાતો સહીત, તમારો કરેલો દરેક કૉલ, અને તમારો મોકલેલો દરેક સંદેશ, ફોટો, વિડિઓ, ફાઇલ, અને ધ્વનિ સંદેશ, શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ હશે.

વિચાર સરળ છે: જયારે તમે સંદેશ મોકલો, ત્યારે જે તેને વાંચી શકશે તે એ જ વ્યક્તિ અથવા સમૂહ વાત હશે જેને તમે તે સંદેશ મોકલ્યો હોય. અન્ય કોઈ પણ તે સંદેશ જોઈ શકશે નહીં. ના સાયબર ગુનેગારો. ના હેકરો. ના દમનકારી શાશનો. અરે અમે પણ નહીં. શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ WhatsApp દ્વારા થયેલ સંચારને ગુપ્ત રાખવામાં મદદ કરે છે - જાણે સામસામે કરેલ ચર્ચા.

જો તમને શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ વિષે વધુ જાણવાની ઇચ્છા હોય, તો તમે તેના વિષે અહીં વાંચી શકો છો. પણ તમારે જાણવા જેવું એ છે કે શરૂઆતથી અંત સુધી ગુપ્ત થયેલ સંદેશાઓ ફક્ત તમે ઇચ્છો તે જ પ્રાપ્તકર્તાઓ દ્વારા વાંચી શકાશે. અને જો તમે WhatsAppના તાજેતરના સંસ્કરણનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો તમારે તમારા સંદેશાઓનું ગુપ્તીકરણ કરવા માટે કંઈ પણ કરવાની જરૂર નથી: શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ મૂળભૂત રૂપે અને સદાય ચાલુ રહેશે.

આપણે એક એવી દુનિયામાં રહીયે છીએ જ્યાં આપણી વધારે પડતી માહિતી પેહલા કરતા વધારે ડિજિટલ રૂપમાં છે. દરરોજ આપણે અયોગ્ય રીતે મેળવેલ અથવા ચોરાયેલ સંવેદનશીલ માહિતીના સમાચાર જોઇયે છીયે. અને આ બાબત જો કશું ના કરાયું, તો આવતા વરસોમાં વધારે ને વધારે લોકોની ડિજિટલ જાણકારી અને સંચાર હુમલાપાત્ર રહેશે. સદભાગ્યે, શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ આપણને આવી નબળાઈઓથી બચાવે છે.

નવા ડિજિટલ યુગમાં સરકારો, કંપનીઓ, અને વ્યક્તિઓ પાસે, સલામતી અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, ગુપ્તીકરણ એક સૌથી અગત્યનું સાધન છે. આજકાલ ગુપ્તીકરણયુક્ત સેવાઓ અને કાયદાના અમલીકરણને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જ્યાં આપણે લોકોને સલામત રાખવા માટે કાયદાના અમલીકરણના કામનું મહત્વ જાણીયે છીએ, ત્યાં જ ગુપ્તીકરણને નબળું કરવાના પ્રયાસો લોકોની માહિતીને સાયબર ગુનેગારો, હેકરો, અને ધૂર્ત રાજ્યો દ્વારા દુરુપયોગ માટે ખતરામાં નાખી દે છે.

તમારી દરેક ક્રિયા માટે મૂળભૂત રૂપે સંપૂર્ણ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ બનાવવા વાળા થોડાક સંચાર પ્લેટફોર્મ્સમાંથી WhatsApp પણ એક હોવા છતાં, અમને આશા છે, કે તે આખરે વ્યક્તિગત સંચારના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરશે.

લોકોના વ્યક્તિગત સંચારને સુરક્ષિત રાખવાની ઈચ્છા જ WhatsAppની મૂળ માન્યતાઓમાંની એક છે, અને મારા માટે, એ વ્યક્તિગત છે. હું સામ્યવાદી શાસનકાળમાં USSRમાં મોટો થયો છું અને મારા કુટુંબનું અમેરિકા સ્થળાંતર કરવા પાછળનું એક કારણ, લોકોનું મુક્ત રીતે વાત કરીના શકવું પણ છે.

આજે એક અજબથી પણ વધારે લોકો પોતાના મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં રહેવા માટે વિશ્વભરમાં WhatsAppનો ઉપયોગ કરે છે. અને હવે, આમાંથી દરેક વ્યક્તિ WhatsApp પર મુક્ત અને સુરક્ષિત રીતે વાત કરી શકે છે.

યાન અને બ્રાયન

અગાઉ આ સપ્તાહે WhatsAppને સાત વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધી આ એક અદભુત સફર રહ્યો છે અને આગામી મહિનાઓમાં અમે સુરક્ષાની વિશેષતાઓ પર અને તમારા સ્નેહીજનો સાથે સંપર્કમાં રહેવાના વધુ ઉપાયો ઉપર વધારે મહત્વ આપી રહ્યા છીએ.

પરંતુ, વર્ષગાંઠ પાછળ જોવાનો એક અવસર પણ હોય છે. જયારે અમે ૨૦૦૯માં WhatsApp શરુ કર્યું હતું, ત્યારે લોકોનો મોબાઈલ ઉપકરણોનો ઉપયોગ અત્યાર કરતા ઘણો જુદો દેખાતો હતો. Apple App Store માત્ર થોડા મહિના જૂનું હતું. લગભગ, ૭૦ ટકા સ્માર્ટફોન જે વેચાતા હતા તેમના ઉપર Blackberry અને Nokiaના ઓપરેટિંગ સિસ્ટમ હતા. Google, Apple, અને Microsoft દ્વારા રજૂ કરેલા ઓપરેટિંગ સિસ્ટમ - જે આજે ૯૯.૫ ટકાનું વેચાણ ધરાવે છે - તે વખતે ૨૫ ટકાથી પણ ઓછા મોબાઈલ ઉપકરણો જે વેચાતા હતા તેમાં ઉપલબ્ધ હતા.

આજે, જયારે અમે અમારા આગામી સાત વર્ષોને જોઈએ, તો અમે અમારા પ્રયાસને એવા મોબાઈલ પ્લેટફોર્મ પર કેન્દ્રિત કરવા માંગીયે છીએ જેનો વિશાળ બહુમતીમાં લોકો ઉપયોગ કરતા હોય. તે માટે, ૨૦૧૬ના અંત સુધી, અમે નીચે આપેલા મોબાઈલ ઉપકરણો પરના WhatsApp સંદેશસંચારણ માટેના સમર્થનને બંધ કરી રહ્યા છીએ:

 • BlackBerry OS અને BlackBerry 10
 • Nokia S40
 • Nokia Symbian S60
 • Android 2.1 અને Android 2.2
 • Windows Phone 7.1
 • iPhone 3GS/iOS 6

આ મોબાઈલ ઉપકરણો અમારી ગાથાનો મહત્વપૂર્ણ ભાગ રહ્યા છે, તેમ છતાં તે, અમને ભવિષ્યમાં અમારા અૅપની વિશેષતાઓનો વિકાસ કરવા માટે જરૂરી પ્રકારની ક્ષમતા પ્રદાન નથી કરતા.

આ અમારા માટે એક મુશ્કેલ, પરંતુ લોકોના મિત્રો, કુટુંબ, અને સ્નેહીજનો સાથે WhatsApp દ્વારા સંપર્કમાં રહેવાના સુધારણાયુક્ત ઉપાયો આપવા માટે, એક યોગ્ય નિર્ણય હતો. જો તમે આમાંથી કોઈ પણ પ્રભાવિત મોબાઈલ ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા હોવ, તો અમે ભલામણ કરીએ છીએ કે WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માટે ૨૦૧૬ના અંત પેહલા તમે નવા Android, iPhone, અથવા Windows Phone પર પદોન્નતિ કરી લો.

અપડેટ: નિમ્નલિખિત પ્લેટફોર્મ્સ પર તમે WhatsAppનો ઉપયોગ કરી શકશો નહીં:

 • ૩૦ જૂન, ૨૦૧૭ પછી Nokia Symbian S60
 • ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ પછી BlackBerry OS અને BlackBerry 10
 • ૩૧ ડીસેમ્બર, ૨૦૧૭ પછી Windows Phone 8.0 અને એથી જૂના
 • ૩૧ ડીસેમ્બર, ૨૦૧૮ પછી Nokia S40
 • ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ પછી Android 2.3.7 સંસ્કરણો અને એથી જૂના
 • ૧ ફેબ્રુઆરી, ૨૦૨૦ પછી iPhone iOS 7 સંસ્કરણો અને એથી જૂના

નોંધ: અમારા હવે સકેરિય રીતે આ પ્લેટફોર્મ્સ ઉપર કંઈ ના બનાવવાના કારણે, ધણી વિશેષતાઓ કોઈ પણ સમયે બંધ થઈ શકે છે.

છેલ્લી અપડેટ: ૧૩ જૂન, ૨૦૧૮

આજે જુઓ તો, એક અબજ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે.

આ લગભગ સાતમાંથી એક માણસ આ ધરતી પર દર મહીને તેના સ્નેહીગણ, તેના મિત્રો, અને તેના કુટુંબ સાથે સંપર્કમાં રહેવા માટે, WhatsAppનો ઉપયોગ કરતો હોય તેમ થયું.

અમને આ સીમાચિહ્ન માટે ગર્વ છે, અને તમે બધાએ જે અસાધારણ રીતે WhatsAppનો ઉપયોગ કર્યો છે તેથી અમે વિનયશીલ છીયે. તે કુદરતી આફતો દરમિયાન આવશ્યક માહિતીની વહેંચણી હોય કે પછી આરોગ્યની કટોકટી, પ્રેમની શોધ, નાના એવા ઉધ્યોગની વૃદ્ધિ, સગાઈ માટે વીંટી લેવાની હોય, અથવા તો બહેતર જીવનની ખોળાખોળ – લોકો પોતાનો જીવન અને તેમની આસપાસ રહેનારા લોકોના જીવનને બહેતર બનાવવા માટે જે કાંઈ કરે છે તેનો એક નાનો ભાગ હોવાનો અમને ગર્વ છે.

અને હજી, છેલ્લા સાત વરસોમાં અમે હળીમળીને મેળવેલ પ્રગતિ પછી પણ, અમારો લક્ષ્ય નથી બદલ્યો. WhatsAppની શરૂઆત એક સાદા વિચાર રૂપે થઈ હતી: કોઈના પણ, કશી કિંમત કે ચાલાકીભરી યુક્તિની અડચણ વગર, દુનિયામાં કહીં પણ રહેતા પોતાના કુટુંબ અને મિત્રો સાથે સંપર્કમાં રહી શકવાની ખાતરી આપતા.

એટલે આ સિદ્ધિની ઉજવણીમાં પણ, અમારો ફોકસ તો એ જ છે. દરરોજ, અમારી ટીમ WhatsAppની ઝડપ, વિશ્વસનીયતા, સુરક્ષા અને સરળતાને બહેતર બનાવવા ઉપર કામ કરતી રહે છે. અમે આ જોઈને ખૂબ ઉત્સાહિત છીયે કે અમે ક્યાં આવી પહોંચ્યાં છીયે. પરંતુ હવે, કામ પર પાછા લાગવાનું છે – કારણકે અમારે હજુ ૬ અબજ લોકોને WhatsApp ઉપર લાવવાના છે, અને ત્યા સુધી પહોંચવાનો લાંબો રસ્તો બાકી છે.

આજે વિશ્વભરમાં આશરે કરોડ જેટલા લોકો તેમના મિત્રો અને કુટુંબ સાથે સંપર્કમાં રહેવા માટે WhatsApp પર આધાર રાખે છે. ઈન્ડોનેશિયાથી કોઈ નવા પિતાના તેના કુટુંબ સાથે ફોટા શેર કરવાથી, સ્પેઈનમાં રહી વતનમાં રહેતા મિત્રો સાથે વાતો કરતી પેલી વિધ્યાર્થીની, બ્રાઝિલના રહીશ પેલા ડોકટરનું પોતાના દરદીઓ સાથે સંપર્ક જાળવવા સુધી, લોકો WhatsAppના ઝડપી, સરળ, અને વિશ્વસનીય રહેવા પર આધાર રાખે છે.

એ જ કારણ છે કે અમે આ જાહેર કરવામાં પ્રસન્નતા અનુભવિયે છીયે, કે WhatsApp હવે લવાજમની ફીસ ક્યારેય લેવાનું નથી. ઘણા વરસો સુધી, અમે કેટલાક લોકોને તેમના પ્રથમ વર્ષ પૂરા થયા પછી WhatsAppનો ઉપયોગ કરવા માટે ફીસ આપવાનુ કહ્યું છે. અમે જેમ સફળ થતા ગયા, અમને લાગ્યું કે આવું કરવાથી કામ ના બને. WhatsAppના ઘણા ઉપભોક્તાઓ પાસે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નંબર હોતો નથી અને તેમને એક વર્ષ પૂરું થયા પછી તેમના મિત્રો અને કુટુંબથી વિખુટા પડી જવાની ચિંતા રહેતી હોય છે. એટલે આવતા થોડા સપ્તાહોમાં, અમે અમારા અૅપના વિભિન્ન સંસ્કરણો પરથી ફીસ કાઢી નાખીશું અને WhatsApp હવેથી અમારી સેવા માટે તમારી પાસેથી કોઈ કિંમત નહીં માગે.

સ્વાભાવિક રીતે, લોકોને વિચાર થશે કે અમે લવાજમ ફીસ વગર WhatsAppને ચલાવીશું શી રીતે અને કદાચ આજની જાહેરાતનો મતલબ એ તો નથીને કે અમે કોઈ તૃતિય પક્ષોની જાહેરાતોની રજૂઆત કરી રહ્યા હોય? તો જવાબ છે, ના. આ વર્ષથી, અમે એવા સાધનોની ચકાસણી કરીશું જે તમને WhatsAppના ઉપયોગથી એવા વ્યાપાર અને સંસ્થાઓ સાથે સંચારણ જાળવી રાખવાની સગવડ આપે જેમના તરફથી તમે સાંભળવાની ઇચ્છા રાખતા હોવ. અર્થાત તમારા હાલમાં કરેલ લેવડદેવડના દગાયુક્ત ના હોવાની ખાતરી કરવા માટે તમારી બૅન્ક સાથે, અથવા મોડી થતી ઉડાન વિષે એરલાઈન સાથે ચર્ચા કરવી. આજે અમે આ બધા સમાચારો બીજે કહીંથી પ્રાપ્ત કરીયે છીયે – ટેક્સ્ટ સંદેશાઓ કે ફોન કૉલ્સ દ્વારા – તેથી અમારે એવા સાધનોની ચકાસણી કરવી છે જે, તમારા માટે તૃતિય પક્ષોની જાહેરાતો કે સ્પામ વગરના અનુભવને જાળવી રાખતા, આ બધુ WhatsApp ઉપર કરવું સરળ બનાવી દે.

અમારી આશા છે કે WhatsApp પર જે આવવા વાળું છે તેને તમે માણશો, અને અમે તમારા પ્રતિસાદની રાહ જોઈશું.

આજે, પહેલી વાર, તમારામાંના અબજો લોકો WhatsAppને તમારા વેબ બ્રાઉઝર ઉપર વાપરી શકશે. અમારું વેબ ક્લાયન્ટ તમારા ફોનનું એક વિસ્તૃત સંસ્કરણ જ છે: વેબ બ્રાઉઝર તમારા મોબાઇલ ઉપકરણની વાતો અને સંદેશાઓને પ્રતિબિંબિત કરે છે -- અર્થાત તમારા સઘળા સંદેશાઓ તમારા ફોનમાં તો રહેશે જ.

તમારા વેબ બ્રાઉઝરને તમારા WhatsApp ક્લાયન્ટ સાથે જોડવા માટે, બસ તમારા Google Chrome બ્રાઉઝરમાં https://web.whatsapp.com ખોલો. તમને એક QR કોડ જોવા મળશે --- તે કોડને WhatsAppની અંદર સ્કેન કરો, અને હવે તમે આગળ વધવા તૈયાર છો. તમે હવે તમારા ફોન પરના WhatsAppને વેબ ક્લાયન્ટ વાળા WhatsApp સાથે જોડી લીધું. અમારા વેબ ક્લાયન્ટના ચાલુ રહેવા માટે તમારા ફોનનું ઇનટરનેટ સાથે જોડાયેલું રહેવું જરૂરી છે, અને કૃપયા તમારા ફોન ઉપર WhatsAppના તાજા સંસ્કરણને સ્થાપિત જરૂર કરી લેજો. કમનસીબે હમણા, Apple પ્લેટફોર્મની મર્યાદાઓના કારણે iOS ઉપભોક્તાઓ માટે અમે વેબ ક્લાયન્ટ ચાલુ નથી કરી શકતા.

અમને આશા છે કે તમને રોજિંદા જીવનમાં વેબ ક્લાયન્ટ ખૂબ કામમાં લાગશે.