આવતા મહિને, લોકોની માહિતીના ઑનલાઈન ઉપયોગમાં વધારે પારદર્શકતા જરૂરી બનાવવા માટે યુરોપિયન સંધ તેની ગોપનીયતા નીતિઓમાં સુધારા કરી રહ્યું છે. જ્યાં પણ General Data Protection Regulation (GDPR) તરીકે ઓળખાતો કાનૂન લાગુ પડશે, ત્યાં WhatsApp અમારી સેવાની શરતો અને ગોપનીયતા નીતિમાં પણ અપડેટ કરી રહ્યું છે.
આ અપડેટ હેઠળ અમે અંગત માહિતી જમા કરવા માટે નવા અધિકારો માગતા નથી. અમારો હેતુ તો માત્ર તમારી મર્યાદિત માહિતીનો અમારો ઉપયોગ અને તેની માવજત કરવાની અમારી રીતને સમજાવવાનો જ છે. ઘણી વાતો છે જેમને અમે હાયલાઈટ કરવા માગીયે છીએ:
WhatsApp તમારી ગોપનીયતા અને સલામતી માટે ખૂબ કાળજી રાખે છે. દરેક સંદેશ અને કૉલ શરૂઆતથી અંત સુધી ગુપ્તીકરણ દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે, જેથી WhatsApp સહિત, કોઈ પણ તમારી ચર્ચાઓને વાંચી કે સાંભળી શકે નહીં. આવતા અઠવાડિયાઓમાં, તમારું જે મર્યાદિત ડેટા અમે જમા કરીયે છીએ, તેને તમે ડાઉનલોડ કરીને જોઈ શકશો. આ વિશેષતા અમારા અૅપના તાજેતરના સંસ્કરણ પર વિશ્વભરના અમારા ઉપભોક્તાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવશે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.
તમારો અભિપ્રાય જાણવા અમે ઉત્સુક છીએ અને WhatsAppનો ઉપયોગ કરવા માટે તમારા આભારી પણ!