લગભગ પાંચ વર્ષ પહેલાં અમે અેક સાદા મીશન સાથે WhatsAppની શરૂઆત કરી હતી: એક સરસ મજાના ઉતપાદની રચના કરવી, જેનો ઉપયોગ વિશ્વભરમાં થાય.
આજે અમે Facebook સાથેની અમારી ભાગીદારીની ઘોષણા કરી રહ્યા છીયે, જે અમને અમારા તે જ સાદા મીશન પર ચાલતા રહેવામાં સગવડ આપશે. તેનાથી WhatsAppને વિકાસ અને ફેલાવ માટે ચપળતા મળશે, જ્યારે મને, બ્રાયનને અને બાકીની અમારી ટીમને શક્ય હોય તેટલી ઝડપી, સસતી અને નિજી સંચાર સેવા બનાવવા પર ફોકસ કરવાનું વધારે સમય પ્રાપ્ત થશે.
તમે, અમારા ઉપભોક્તાઓ માટે આમાં આ ફેરફાર થશે: કશું નહીં.
WhatsApp સ્વયંશાસિત રહેશે અને સ્વતંત્ર રીતે ચાલતું રહેશે. તમે કેવળ નામની ફી વતી આ સેવાને માણતા રહી શકો છો. તમે દુનિયામાં ક્યાંય પણ રહો, કે પછી કેવા પણ હોંશિયાર ફોનનો ઉપયોગ કરી રહ્યાં હોવ, તમે WhatsAppનો ઉપયોગ કરતા રહી શકો છો. અને તમે તમારા સંચારણમાં તદ્દન કોઈ પણ જાહેરાતની અડચણના ના હોવા પર ભરોસો રાખી શકો છો. અમારી કંપની, અમારા સપના અને અમારા ઉતપાદને વ્યાખ્યા આપતા અમારા સિદ્ધાંતોમાં બાંધછોડ કરવી પડત તો અા બન્ને કંપનીઓ વચ્ચે ભાગાદારી થવાની શક્યતા થઈ જ ન શકત.
વ્યક્તિગત રૂપે, હું અને બ્રાયન એવા લોકોની ટીમનો ભાગ હોવા પર અતીશય ગર્વ અનુભવિયે છિયે, જેઓએ ફક્ત પાંચ વર્ષોની અંદર, એક સંચારણ સેવા એવી બનાવી કે જે હવે વિશ્વભરમાં દર મહીને ૪૫૦ અબજ સક્રિય ઉપભોક્તાઓને અને દરરોજ ૩૨૦ અબજ સક્રિય ઉપભોક્તાઓને સહાયતાઆપે છે. તેમણે ૨૧મી સદી માટે સંચારણની નવી વ્યાખ્યા લખવામાં અને તેમાં ક્રાંતિ લાવવામાં સગવડ આપી છે, અને અમે તેમના અત્યંત આભારી છીયે.
અમારી ટીમને સદાય વિશ્વાસ હતો કે કિંમત અને અંતર, તેમના મિત્રો અને સ્નેહીજનો સાથે લોકોના સંપર્ક સાધવામાં અડચણ રૂપ ના થવાં જોઈયે, અને જ્યાં સુધી દરેકને, સર્વત્ર આ તકથી સુશક્ત ના કરી દઈયે ત્યાં સુધી અમે જંપશું નહીં. અમારો આ નવો પ્રકરણ સંભવિત કરવા માટે, અને અમારી આ ખાસ મુસાફરીમાં ભાગ લેવા માટે, અમારે અમારા બધા ઉપભોક્તાઓ અને અમારા જીવનમાં અવનાર બધાંનો ખાસ આભાર માનવો છે.