WhatsApp બ્લોગ

Facebook સાથેની અમારી ભાગીદારીની જાહેરાત કર્યા પછી, અમારી આ વાત પર જેટલું ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેનાથી અમે ખરેખર વિનયશીલ છીયે. એક કંપની તરીકે, ઘણા લોકોને તેમના મિત્રો અને સ્નેહીજનો સાથે સંપર્કમાં રહેવાની, શક્ય હોય તેટલી તકો આપવાના સદંતર પ્રયાસ કરતા રહેવા માટે અમે ઉત્સુક છીયે. ભલે ને પછી તેઓ જે પણ હોય અને ક્યાંય પણ રહેતા હોય.

કમનસીબે, અમારી ભવિષ્યની ભાગીદારીના WhatsApp ઉપભોક્તાઓના ડેટા અને ગોપનીયતા ઉપર આડઅસરોને લઈને, ઘણી ખોટી અને બેદરકારી ભરેલી અફવાઓ પણ ફેલાઈ રહી છે.

મારે આ બધી બાબતે સ્પષ્ટિકરણ કરવું છે.

મુખ્યત્વે, મારે ખાતરી પૂર્વક તમને સમઝાવવાનું કે મને વહેવાર સંચારણમાં ગોપનીયતાની કેટલી કદર છે. મારા માટે, આ એક અંગત વાત છે. મારો જનમ યુકરેઈનમાં થયો હતો, અને હું ૧૯૮૦ના દાયકામાં રશીયામાં મોટો થયો છું. તે સમયની મારી સૌથી અસરકારક સ્મૃતિઓમાંની એક એ વાત છે, જે મારી માતાના મોઢે હું તેના દર ફોન કૉલ ઉપર સાંભળતો હતો: “આ ફોન પર કરવા જેવી વાત નથી; આપણે મળશું ત્યારે કહીશ.” અમારી વાતો પર KGB દ્વારા નિયમિત દેખરેખ રાખવાના ડરના કારણે અમે છૂટથી વાતો કરી નહોતા શકતા. તે પણ એક કારણ હતો કે મારી યુવાવસ્થા દરમિયાન અમે કાયમ માટે વતન મૂકીને United Statesમાં રહેવા આવી ગયા.

તમારી ગોપનીયતાની કદર અમારી રગેરગમાં સમાવેલ છે, અને અમે WhatsAppને હોઈ શકે તેટલું તમારા વિષે ઓછું જાણવાના હેતુસર પણ બનાવ્યું છે: તમારે અમને તમારો નામ આપવાની જરૂર નથી અને અમે તમારા ઈમેઈલ સરનામા પણ નથી માગતા. અમને તમારો જનમદિવસ ખબર નથી. અમને તમારો સરનામો ખબર નથી. તમે ક્યાં કામ કરો છો, તે અમે નથી જાણતા. તમને શું ગમે છે, તમે શું ઈન્ટરનેટ ઉપર શોધો છો કે તમારો GPS સ્થાન અમે નથી જોતા. આ ડેટામાંથી કશું જ અમે જોતા કે WhatsApp ઉપર સાચવતા નથી, અને આ પ્રથા બદલવાનો અમારો કોઈ ઇરાદો પણ નથી.

જો અમારા અસૂલો બદલીને Facebook સાથે ભાગીદારી કરવાની હોત, તો અમે અેવું કરતા જ નહીં. એના કરતા, અમે એવી ભાગીદારી કરી રહ્યાં છીયે, કે જે અમને સ્તંત્રતાથી અને સ્વયંશાસિત રૂપે ચાલવા દેશે. અમારા મૂળભૂત અસૂલો અને માન્યતાઓ બદલવાની નથી. અમારા કાયદા નથી બદલવાના. WhatsAppને જેથી અંગત વહેવારમાં આગેવાની મળી છે, તે બધું તેની જગ્યાએ જેમનું તેમ જ રહેવાનું છે. લોકોને ખોટું ડર છે કે અમે હવે એકદમથી દરેક રીતનો ડેટા સંગ્રહ કરવા માંડશું. તે સદંતર અસત્ય છે, અને તમને તેની ખાતરી હોવી અમારા માટે જરૂરી છે.

ભૂલતા નહીં કે: Facebook સાથેની અમારી ભાગીદારી અમને અહીં સુધી લાવવા વાળા અમારા સપનાને જોખમમાં નહી જ નાખે. અમારો ફોકસ તો બસ WhatsAppના વચનને દૂર દૂર પહોંચાડવા પર જ છે, જેથી વિશ્વભરમાં લોકો તેમના મનની વાત કોઈ જાતના ડર વગર કરી શકે.