22 માર્ચ, 2023
WhatsAppની શરૂઆત એક મોબાઇલ ઍપ તરીકે થઈ હતી અને તે મૂળ હંમેશની જેમ જ મજબૂત જળવાઈ રહ્યાં છે. પરંતુ કરોડો લોકો કમ્પ્યુટર અને ટેબ્લેટ પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી, અમે બધાં ડિવાઇસ પર મેસેજિંગ અને કૉલિંગના અનુભવને હજુ વધુ સારો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે.
આજે, અમે Windows માટે તદ્દન નવી WhatsApp ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે ડાઉનલોડ કરવા માટે અહીં ઉપલબ્ધ છે.
નવી Windows ડેસ્કટોપ ઍપ વધુ ઝડપથી લોડ થાય છે અને તે WhatsApp અને Windowsના વાપરનારાઓને પરિચિત હોય એવા ઇન્ટરફેસની સાથે બનાવવામાં આવી છે. તમે 8 જેટલાં લોકોની સાથે ગ્રૂપ વીડિયો કૉલ અને 32 લોકોની સાથે ઑડિયો કૉલ હોસ્ટ કરી શકો છો. અમે સમય જતાં આ મર્યાદાઓને વધારવાનું ચાલુ રાખીશું, જેથી કરીને તમે મિત્રો, કુટુંબીજનો અને કામ પરના સહકાર્યકરોની સાથે હંમેશાં કનેક્ટ થયેલા રહી શકો.
WhatsApp સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે કે જે મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ વગેરેની વચ્ચે ક્રોસ-પ્લેટફોર્મ સંચાર કરવાની પરવાનગી આપે છે. આનો અર્થ એ થાય કે તમારા વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલ તમારાં બધાં ડિવાઇસમાં હંમેશાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
એકથી વધુ ડિવાઇસ માટેની નવી ક્ષમતાઓને પ્રસ્તુત કર્યા પછી, અમે પ્રતિસાદને સાંભળ્યો છે અને સુધારા કર્યા છે, જેમાં ડિવાઇસને વધુ ઝડપથી લિંક કરવા અને બધાં ડિવાઇસમાં વધુ સારી રીતે સિંક કરવાનો તેમજ લિંક પ્રિવ્યૂ અને સ્ટિકર જેવી નવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
અમે WhatsAppને સપોર્ટ કરે તેવાં ડિવાઇસની સંખ્યાને વધારવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે અમે હમણાં જ Android ટેબ્લેટ માટે એક નવો WhatsApp બીટા અનુભવ પ્રસ્તુત કર્યો છે. અમે Mac ડેસ્કટોપ માટે નવી, વધુ ઝડપી ઍપ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે જે હાલમાં બીટાના પ્રારંભિક તબક્કાઓમાં છે.
અમે ભવિષ્યમાં હજુ વધુ ડિવાઇસમાં WhatsAppને લાવવા માટે આતુર છીએ.
ગયા વર્ષે, અમે લોકોને WhatsApp પર તેમનાં ગ્રૂપનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ મળે તે માટે કોમ્યુનિટી રજૂ કરી હતી. લોન્ચ કર્યા પછી, અમે એડમિન અને યુઝર એમ બંને માટે સમાન રૂપથી હોય તેવાં હજુ વધુ ટૂલ બનાવવા માંગતા હતા. આજે અમે એડમિન માટે ગ્રૂપને વધુ સંચાલન કરવા યોગ્ય બનાવવા અને દરેક માટે તેને નેવિગેટ કરવાનું વધુ સહેલું બનાવવા માટે અમે કર્યા છે તે થોડા નવા ફેરફારોને રજૂ કરતી વખતે ઉત્સાહિત છીએ.
એડમિન માટે નવાં નિયંત્રણો
જેમ-જેમ વધુ લોકો કોમ્યુનિટીમાં જોડાય છે, તેમ-તેમ અમે ગ્રૂપ એડમિનને તેમના ગ્રૂપની પ્રાઇવસી પર વધુ નિયંત્રણ આપવા માંગીએ છીએ, તેથી અમે એક સરળ ટૂલ બનાવ્યું છે કે જે એડમિનને ગ્રૂપમાં કોણ જોડાઈ શકે તે નક્કી કરવાની ક્ષમતા આપે છે. જ્યારે એડમિન તેમના ગ્રૂપના આમંત્રણની લિંકને શેર કરવાનું પસંદ કરશે અથવા કોમ્યુનિટીમાં તેમના ગ્રૂપને જોડાવા યોગ્ય બનાવશે, ત્યારે તેમની પાસે કોણ જોડાઈ શકે તે બાબત પર હવે વધુ નિયંત્રણ હશે. ગ્રૂપ એવી જગ્યાઓ છે કે જ્યાં લોકોની કેટલીક સૌથી વધુ આત્મીય વાતચીતો થતી હોય છે અને એ મહત્ત્વનું છે કે કોણ તેમાં આવી શકે અને કોણ નહીં તે એડમિન સહેલાઈથી નક્કી કરી શકે.
કોમન હોય તેવાં ગ્રૂપને સહેલાઈથી જુઓ
કોમ્યુનિટી અને તેનાં મોટાં ગ્રૂપની વૃદ્ધિની સાથે, તમે કોઈ વ્યક્તિની સાથે કયા કોમન ગ્રૂપ ધરાવો છો તે જાણવાનું અમે સહેલું બનાવવા માંગીએ છીએ. તમે એવા ગ્રૂપના નામને યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો કે જે તમને ખબર છે તમે કોઈ વ્યક્તિની સાથે શેર કરો છો અથવા તમે એવાં ગ્રૂપને જોવા માંગતા હો કે જેમાં તમે બંને હોવ, તમે હવે કોમન હોય તેવાં તમારાં ગ્રૂપને જોવાં માટે સંપર્કના નામને સહેલાઈથી શોધી શકો છો.
અમે એડમિન અને સભ્યો એમ બંને માટે સમાન રૂપથી ગ્રૂપને શ્રેષ્ઠ અનુભવ બનાવવા માટે નવાં ટૂલ બનાવવાનું ચાલુ રાખીશું ત્યારે આગામી અઠવાડિયાઓમાં આ સુવિધાઓ વૈશ્વિક ધોરણે રજૂ થવા લાગશે.
સ્ટેટસ એ WhatsApp પર રહેલા મિત્રો અને નજીકના સંપર્કો સાથે અલ્પકાલિક અપડેટને શેર કરવાની એક લોકપ્રિય રીત છે. તે 24 કલાકમાં ગાયબ થઈ જાય છે અને તેમાં ફોટા, વીડિયો, GIF, ટેક્સ્ટ વગેરેનો સમાવેશ થઈ શકે છે. તમારી વ્યક્તિગત ચેટ અને કૉલની જેમ જ, તમારું WhatsApp સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જેથી તમે ખાનગી રીતે અને સુરક્ષિત રીતે શેર કરી શકો.
અમે WhatsApp પર સ્ટેટસમાં નવી સુવિધાઓના સેટને ઉમેરવા માટે ઉત્સાહિત છીએ જે સ્વયંને અભિવ્યક્ત કરવાનું અને અન્ય લોકો સાથે કનેક્ટ થવાનું વધુ સરળ બનાવે છે.
બની શકે કે તમે શેર કરો છો તે દરેક સ્ટેટસ તમારા બધા સંપર્કો માટે હંમેશાં યોગ્ય ન હોય. અમે તમને સ્ટેટસ દીઠ તમારાં પ્રાઇવસી સેટિંગને અપડેટ કરવાની સુગમતા પૂરી પાડી રહ્યા છીએ જેથી તમે તમારા સ્ટેટસને અપડેટ કરો તે દર વખતે તેને કોણ જુએ તે તમે પસંદ કરી શકો. ઓડિયન્સની તમારી સૌથી તાજેતરની પસંદગીને સેવ કરવામાં આવશે અને તમારા આગલા સ્ટેટસ માટે ડિફોલ્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે.
અમે WhatsApp સ્ટેટસ પર 30 સેકન્ડ સુધીના વોઇસ મેસેજને રેકોર્ડ કરીને શેર કરવાની ક્ષમતા રજૂ કરી (લાવી) રહ્યા છીએ. વોઇસ સ્ટેટસનો ઉપયોગ વધુ વ્યક્તિગત અપડેટ મોકલવાં માટે કરી શકાય છે, ખાસ કરીને જો તમે ટાઇપ કરવાને બદલે વાત કરીને સ્વયંને અભિવ્યક્ત કરવામાં વધુ સહજતા અનુભવતા હો.
અમે તમારા મિત્રો અને નજીકના સંપર્કોનાં સ્ટેટસ અપડેટનો જવાબ આપવા માટેની એક ઝડપી અને સરળ રીત પૂરી પાડવા માટે સ્ટેટસને લગતી પ્રતિક્રિયાઓ ઉમેરી રહ્યાં છીએ. આ, ગયા વર્ષે પ્રતિક્રિયાઓને લોન્ચ કર્યાના પગલે વાપરનારાઓને જોઈતી #1ની સુવિધા હતી. તમે હવે કોઈ પણ સ્ટેટસ પર આંગળીને ઉપર સરકાવી અને આઠ ઇમોજી પૈકી એક પર દબાવીને જે-તે સ્ટેટસનો ઝડપથી જવાબ આપી શકો છો. અલબત્ત, તમે હજી પણ ટેક્સ્ટ, વોઇસ મેસેજ, સ્ટિકર વગેરેની સાથે સ્ટેટસનો જવાબ આપી શકો છો.
નવી સ્ટેટસ પ્રોફાઇલ રિંગ સાથે, તમે ક્યારેય કોઈ પ્રિયજનના સ્ટેટસને ચૂકશો નહીં. આ રિંગ તમારા સંપર્ક જ્યારે કોઈ સ્ટેટસ અપડેટને શેર કરશે ત્યારે તેમના પ્રોફાઇલ ફોટાને ફરતે હાજર રહેશે. તે ચેટનાં લિસ્ટ, ગ્રૂપના સભ્યોનાં લિસ્ટ અને સંપર્ક માહિતીમાં દેખાશે.
હવે જ્યારે તમે તમારા સ્ટેટસ પર કોઈ લિંક પોસ્ટ કરશો, ત્યારે તમને લિંકના કન્ટેન્ટનું એક વિઝ્યુઅલ પ્રિવ્યૂ આપમેળે દેખાશે, તે જ રીતે જેમ તમે કોઈ મેસેજ મોકલો ત્યારે દેખાય છે. વિઝ્યુઅલ પ્રિવ્યૂથી તમારાં સ્ટેટસ વધુ સારાં દેખાય છે અને તે તમારા સંપર્કો તેના પર ક્લિક કરે તે પહેલાં લિંક શું છે તેનો એક વધુ સારો ખ્યાલ પણ તેઓને આપે છે.
આ અપડેટ વિશ્વભરનાં વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઈ ગયું છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે. ટૂંક સમયમાં લોકો સ્ટેટસની આ નવી સુવિધાઓનો આનંદ લેવા લાગે તેની અમે આતુરતાથી રાહ જોઈશું.
WhatsAppનો ઉપયોગ કરનારા દરેક જણને નવવર્ષની શુભેચ્છા! અમે એ બાબતથી વાકેફ છીએ કે જેવી રીતે આપણે 2023ની શરૂઆતની ઉજવણી ખાનગી ટેક્સ્ટ અથવા કૉલ મારફતે કરી છે, તે જ રીતે એવાં ઘણાં બધાં લોકો છે જેઓ ઇન્ટરનેટ શટડાઉન (બંધ) હોવાના કારણે તેમના પ્રિયજનો સુધી પહોંચવાની ક્ષમતાથી વંચિત રહી રહ્યા છે.
મદદ કરવા માટે, આજે અમે વિશ્વભરના WhatsApp વપરાશકર્તાઓ માટે પ્રોક્સી સપોર્ટ લોન્ચ કરી રહ્યા છીએ. આનો અર્થ છે કે લોકોનું કનેક્શન બ્લૉક થયું હોય કે ખોરવાઈ ગયું હોય તો અમે તેમનાં હાથમાં WhatsAppની ઍક્સેસને જાળવી રાખવા માટેની શક્તિ મૂકી રહ્યા છીએ.
પ્રોક્સીને પસંદ કરવાથી તમે લોકોને મુક્તપણે વાતચીત કરવામાં મદદ કરવા માટે સમર્પિત એવા વિશ્વભરના સ્વયંસેવકો અને સંસ્થાઓ દ્વારા સેટ અપ કરવામાં આવેલાં સર્વર મારફતે WhatsApp સાથે કનેક્ટ થઈ શકો છો. જો તમારી પાસે અન્ય લોકોને કનેક્ટ થવામાં મદદ કરવાની ક્ષમતા હોય, તો તમે પ્રોક્સીને કેવી રીતે સેટ અપ કરવું તે અહીં જાણી શકો છો.
પ્રોક્સી દ્વારા કનેક્ટ થવાથી WhatsApp જે પૂરી પાડે છે તે ઉચ્ચ સ્તરની પ્રાઇવસી અને સુરક્ષા જળવાઈ રહે છે. તમારા વ્યક્તિગત મેસેજ હજી પણ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત રહેશે — જે સુનિશ્ચિત કરશે કે તે તમારી અને તમે જેમની સાથે વાતચીત કરી રહ્યા છો તે વ્યક્તિની વચ્ચે જ રહે અને વચ્ચે કોઈ બીજી વ્યક્તિને દેખાશે નહિ, પ્રોક્સી સર્વર, WhatsApp અથવા Metaને પણ નહિ.
2023 માટેની અમારી ઇચ્છા છે કે આ ઇન્ટરનેટ શટડાઉન (બંધ) ક્યારેય ન થાય. આપણે ઈરાનમાં ઘણા મહિનાઓથી જોયેલા વિક્ષેપો લોકોને માનવ અધિકારોથી વંચિત રાખે છે અને લોકોને તાત્કાલિક મદદ મેળવવાથી દૂર રાખે છે. જોકે આ શટડાઉન (બંધ) રહેવાનું ચાલુ રહેવાના કિસ્સામાં, અમે આશા કરીએ છીએ કે જ્યાં પણ સુરક્ષિત અને વિશ્વસનીય સંચારની જરૂર હોય ત્યાં આ સમાધાનથી લોકોને મદદ મળી રહેશે.
આ વિકલ્પ હવે અમારી ઍપનું લેટેસ્ટ વર્ઝન ચલાવી રહેલા દરેક જણ માટે સેટિંગ મેનૂમાં ઉપલબ્ધ છે. આ સુવિધાને કેવી રીતે ઉપયોગમાં લેવી તે વિશેની વધુ માહિતી અહીં આપી છે.
જ્યારે કે WhatsApp વિશ્વભરના વાપરનારાઓ માટે ખાનગી અને સુરક્ષિત મેસેજિંગની સુવિધા લાવવા માટે શ્રેષ્ઠ રીતે જાણીતું છે, ત્યારે વધુને વધુ લોકો વોઇસ અને વીડિયો કૉલ વડે કનેક્ટ થવાની એક રીત તરીકે WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી જ આ વર્ષ દરમિયાન, અમે તમારા પ્રિયજનો, સહકર્મીઓ અને કોમ્યુનિટી સાથે તેમના ખબર-અંતર જાણવા સુરક્ષિત રીતે વાતચીત કરવા માટે WhatsApp પર કૉલ કરવાની સુવિધામાં ઘણા સુધારા શરૂ કર્યા છે.
અમે કૉલ પર ગ્રૂપ તરીકે બહેતર રીતે કનેક્ટ થવા માટે નવી સુવિધાઓ રજૂ કરી છે:
અમે વધુ ખામીરહિત કૉલિંગ અનુભવ માટે ડિઝાઇનને લગતા ફેરફારો પણ કર્યા છે:
હંમેશની જેમ, લોકોની પ્રાઇવસી અને સલામતીનું રક્ષણ કરવા માટે WhatsApp પરના તમામ કૉલ ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
જ્યારે તમે વિશ્વમાં જ્યાં પણ હો ત્યાં અમે WhatsApp પર ઉચ્ચ ગુણવત્તાયુક્ત, ખાનગી કૉલ કરવાની સુવિધાને સપોર્ટ આપવાનું ચાલુ રાખીશું ત્યારે અમે આગલા વર્ષે સુધારા કરવાનું ચાલુ રાખીશું.
આજે અમે WhatsApp પર અવતાર લાવવા માટે ઉત્સાહિત છીએ, જે સ્વયંને અભિવ્યક્ત કરવાની એક નવી અને વ્યક્તિગત રીત છે.
તમારો અવતાર એ તમારું ડિજિટલ વર્ઝન છે જે વિવિધ હેર સ્ટાઇલ, ચહેરાનાં નાક-નક્ષ અને પહેરવેશોનાં અબજો સંયોજનોમાંથી બનાવી શકાય છે. WhatsApp પર તમે હવે તમારા વ્યક્તિગત બનાવેલા અવતારનો તમારા પ્રોફાઇલ ફોટો તરીકે ઉપયોગ કરી શકો છો અથવા 36 કસ્ટમ સ્ટિકરમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો જે ઘણી જુદી-જુદી લાગણીઓ અને ક્રિયાઓને પ્રતિબિંબિત કરતું હોય.
અવતાર મોકલવો એ મિત્રો અને કુટુંબીજનો સાથે લાગણીઓ શેર કરવાની એક ઝડપી અને મજેદાર રીત છે. તે તમારા વાસ્તવિક ફોટાનો ઉપયોગ કર્યા વિના સ્વયંને રજૂ કરવાની એક ઉત્તમ રીત પણ હોઈ શકે છે જેથી તે વધુ ખાનગી લાગે.
ઘણાં લોકો માટે અવતાર બનાવવાનો આ પહેલો મોકો હશે અને અમે લાઇટિંગ, શેડિંગ, હેર સ્ટાઇલ ટેક્સ્ચર વગેરે સહિત સ્ટાઇલમાં સુધારા લાવવાનું ચાલુ રાખીશું, જે સમય જતાં અવતારને હજીયે વધુ બહેતર બનાવશે.
અમે આશા રાખીએ છીએ કે તમને તમારા અવતારને બનાવવામાં તથા શેર કરવામાં મજા આવશે, જે આજથી દરેક જગ્યાએ વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે.
આજે અમે WhatsApp પર બિઝનેસમાંથી કંઈક શોધવા, મેસેજ મોકલવા અને ખરીદવામાં લોકોને મદદ કરવા માટે અમે શું બનાવી રહ્યાં છીએ તે બાબતે અપડેટ શેર કરી રહ્યા છીએ. અમારી ટીમ આજે બ્રાઝિલમાં છે જ્યાં અમે સમગ્ર શોપિંગ અનુભવને સીધા જ WhatsApp ચેટમાં લાવવા માટેના અમારા વિઝનની ચર્ચા કરી રહ્યા છીએ.
લોકો WhatsApp પર પહેલેથી જ રહેલા લાખો નાના બિઝનેસ અને હજારો બ્રાન્ડ પાસેથી ઝડપથી સહાયતા મેળવવા માટે એક અનુકૂળ રીત ઇચ્છે છે. આજે અમે સીધા WhatsApp પર જ બિઝનેસને શોધવાની ક્ષમતા લોન્ચ કરી રહ્યાં છીએ જેથી લોકો હવે કેટેગરી દ્વારા બિઝનેસને બ્રાઉઝ કરી શકે – જેમ કે મુસાફરી અથવા બેંકિંગ – અથવા બિઝનેસના નામ દ્વારા શોધી શકે છે. આ, લોકોને વેબસાઇટમાંથી ફોન નંબર શોધવા અથવા તેમના સંપર્કોમાં નંબર લખવાથી બચાવશે.
અમે બિઝનેસ શોધને એવી રીતે બનાવી છે કે જે લોકોની પ્રાઇવસી જાળવી રાખે. તમે જે શોધો છો તેની પ્રક્રિયા એવી રીતે કરવામાં આવે છે કે જે તમારા એકાઉન્ટ સાથે પાછી લિંક કરી શકાય નહિ. શરૂ કરવા માટે, અમે બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, મેક્સિકો અને યુકેમાં બિઝનેસ શોધવાની ક્ષમતા લાવી રહ્યાં છીએ જ્યાં લોકો અમારા WhatsApp Business પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કંપનીઓ શોધી શકે છે. બ્રાઝિલમાં, શોધ નાના-નાના બિઝનેસ શોધવામાં પણ લોકોની મદદ કરશે.
જેમ-જેમ વધુ બિઝનેસ WhatsAppનો ઉપયોગ કરે છે, તેમ-તેમ અમારો પ્રથમ સિદ્ધાંત, લોકો પાસે તેમની વાતચીત પરનું નિયંત્રણ રહે, તે એમ જ રહે છે. WhatsApp માટે આને યોગ્ય રીતે કરવું એટલું જ મહત્ત્વપૂર્ણ છે જેટલું અમારા પર નિર્ભર રહેતાં લોકો અને બિઝનેસ માટે છે. કેટલાક તાજેતરના બિઝનેસ કે જે WhatsAppમાં જોડાયા છે તે લોકોને બેંક એકાઉન્ટ ખોલવામાં, તેમની મેટ્રો ટિકિટ ખરીદવામાં અને કરિયાણાનો ઓર્ડર આપવામાં મદદ કરી રહ્યા છે.
આખરે અમે ઇચ્છીએ છીએ કે લોકો તેમના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ વડે સીધા ચેટથી જ સુરક્ષિત પેમેન્ટ કરી શકે. અમે તાજેતરમાં જ ભારતમાં આ અનુભવ લોન્ચ કર્યો છે અને હવે અમે બહુવિધ પેમેન્ટ ભાગીદારો સાથે બ્રાઝિલમાં આનું પરીક્ષણ કરવા માટે ઉત્સાહિત છીએ. આ ખામીરહિત ચેકઆઉટ અનુભવ તેવાં લોકો અને બિઝનેસ માટે જડ-મૂળથી બદલાવ લાવનારો બની રહેશે જેઓ વેબસાઇટ પર ગયા વિના, બીજી ઍપ ખોલ્યા વિના અથવા રૂબરૂ પેમેન્ટ કર્યા વિના WhatsApp પર ખરીદી અને વેચાણ કરવા માંગતા હોય છે.
આ નવા અનુભવો WhatsAppને લોકો માટે તેમના મનગમતા બિઝનેસ સાથે કનેક્ટ થવાની શ્રેષ્ઠ રીત બનાવવાનો ભાગ છે. અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ.
As we shared earlier this year, we’ve been hard at work building Communities, a major update to how people will be able to connect on WhatsApp in the groups that matter to them. Today, we’re excited to announce we’ve started to roll out Communities on WhatsApp globally and this will be available to everyone over the next few months.
Communities like neighborhoods, parents at a school, and workplaces can now connect multiple groups together under one umbrella to organize group conversations on WhatsApp. To get started, tap on the new communities tab at the top of your chats on Android and at the bottom on iOS. From there you can start a new Community from scratch or add existing groups.
Once you’re in a community, you can easily switch between available groups to get the information you need, when you need it, and admins can send important updates to everyone in the Community
With Communities, we’re aiming to raise the bar for how organizations communicate with a level of privacy and security not found anywhere else. The alternatives available today require trusting apps or software companies with a copy of their messages - and we think they deserve the higher level of security provided by end-to-end encryption.
Today we’re also releasing three more features we think users will be excited about: the ability to create in-chat polls, 32 person video calling, and groups with up to 1024 users. Just like emoji reactions, larger file sharing, and admin delete, these features can be used in any group but will be particularly helpful for Communities.
We’ve been working with over 50 organizations in 15 countries to build Communities to meet their needs. We’re excited that the feedback we’ve heard so far is these new tools are helping groups like these better organize and achieve their goals. There’s a lot more we plan to build and we’ll keep adding features over the coming months. For now, we’re excited to get this into more people’s hands and hear your feedback too.
At WhatsApp, Privacy is in our DNA, and we will never stop building new ways to protect your personal conversations. We believe messaging and calling should always be as private and secure as having face-to-face conversations. Kind of like if two people were talking and no one else was around.
WhatsApp protects the personal calls and messages of users with default end-to-end encryption, so no one but the intended recipient can hear or see them. But that is just one important part of protecting your privacy. Over the years, we’ve added new layers of privacy protections to give you multiple ways to secure your messages, including disappearing messages that self-destruct, end-to-end encrypted backups when you want to save your chat history, 2-step verification for added security, and the ability to block and report unwanted chats.
Today, we’re excited to bring several new privacy features that provide even more layers of protection and give you more control over your messages. This is all part of how we work to keep your conversations secure on WhatsApp.
To spread the word about these new layers of protection, we’re also kicking off a campaign to educate people about the new features and our continued commitment to protecting your private conversations on WhatsApp. We hope people enjoy getting to use these new features and benefit from several options that help you keep your messages secure. We look forward to your feedback on what to build next.
સ્કીન ટોન સિલેક્ટર સહિતના સંપૂર્ણ ઇમોજી કીબોર્ડ સાથે WhatsApp પર પ્રતિક્રિયાઓ વધુ બહેતર બની રહી છે. અમે વાપરનાર માટે તેમના પરિવારજનો અને મિત્રો સાથે ચેટ કરતી વખતે પોતાને વ્યક્તિ કરવાની નવી રીતો રજૂ કરવા બદલ ઉત્સાહિત છીએ.
અમે અમારા વિઝન અંગે ગયા મહિને ઘોષણા કરી હતી તે મુજબ, હવે અમે સંસ્થાઓ, બિઝનેસ અને અન્ય નજીકથી વણાયેલા ગ્રૂપ WhatsApp પર સુરક્ષિત રીતે વાતચીત અને કામકાજ કરી શકે તે માટે WhatsApp પર કોમ્યુનિટીનું નિર્માણ કરી રહ્યાં છીએ. અમને અત્યાર સુધી જે પ્રતિસાદ મળ્યો છે તે સકારાત્મક છે અને નવી-નવી સુવિધાઓ લોકો સુધી પહોંચાડવા માટે અમે તત્પર છીએ.
અમને જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે હવે ઍપના નવીનતમ વર્ઝનમાં ઇમોજી પ્રતિક્રિયાઓ ઉપલબ્ધ છે. પ્રતિક્રિયાઓ મજેદાર અને ત્વરિત હોય છે તેમજ તે ગ્રૂપમાં વધારાનું ભારણ પણ ઓછું કરે છે. અમે ભવિષ્યમાં અભિવ્યક્તિઓની વધુ વ્યાપક શ્રેણી ઉમેરીને તેને બહેતર બનાવવાનું ચાલુ રાખીશું.
વધુમાં, તમે હવે WhatsAppમાં એક સમયે 2GB સુધીની ફાઇલ મોકલી શકો છો, જે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત છે. આ અગાઉની મર્યાદામાં વધારો છે જે 100MB જ હતી, અને અમને લાગે છે કે આ સુવિધા નાના બિઝનેસ અને શાળાના ગ્રૂપ વચ્ચે સહયોગ માટે મદદરૂપ બની રહેશે. અમે મોટી ફાઇલ માટે WiFiનો ઉપયોગ કરવાની ભલામણ કરીએ છીએ અને અમે તમને અપલોડ અથવા ડાઉનલોડ કરતી વખતે એક કાઉન્ટર પ્રદર્શિત કરીશું જે તમને તમારા ટ્રાન્સફરમાં કેટલો સમય લાગશે તે દર્શાવશે.
અમને સતત પ્રાપ્ત થયેલી મુખ્ય વિનંતીઓમાંની એક વિનંતી એ હતી કે ચેટમાં વધુ લોકોને ઉમેરી શકવાનો વિકલ્પ હોય, તેથી હવે અમે ગ્રૂપમાં 512 જેટલા લોકોને ઉમેરવાની ક્ષમતાને ધીમે-ધીમે બહાર પાડી રહ્યાં છીએ. ખાનગી, સલામત અને સુરક્ષિત કોમ્યુનિટીનું નિર્માણ કરવું પરિશ્રમ માંગી લે તેવું કાર્ય છે અને અમને લાગે છે કે આ શ્રેણીબદ્ધ સુધારાઓ લોકોને અને ગ્રૂપને એકબીજાની નજીક રહેવામાં મદદ કરશે.
અમે આશા રાખીએ છીએ કે લોકો આ અપડેટનો આનંદ માણશે અને અમે આખા વર્ષ દરમિયાન વધુ શેર કરવા માટે આતુર છીએ.
છેલ્લું અપડેટ: 11 જુલાઈ, 2022