કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
WhatsApp વેબડાઉનલોડ કરો
WhatsApp બ્લોગ

ચેટ લૉક: તમારી સૌથી વધુ આત્મીય વાતચીતોને હજુ વધુ ખાનગી બનાવવી

અમારો જુસ્સો તમારા મેસેજને ખાનગી અને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે નવી-નવી રીતોને શોધવામાં રહેલો છે. આજે, અમે જેને 'ચેટ લૉક' કહી રહ્યા છીએ તે નવી સુવિધા તમારી સમક્ષ લાવવા માટે ઉત્સાહિત છીએ, જે તમને તમારી સૌથી વધુ આત્મીય વાતચીતોને સુરક્ષાના વધુ એક સ્તરની પાછળ સુરક્ષિત કરવા દે છે.

ચેટને લૉક કરવાથી ઇનબોક્સમાંથી તે થ્રેડ બહાર કાઢવામાં આવે છે અને તેને તેના પોતાના ફોલ્ડરની પાછળ મૂકવામાં આવે છે કે જેને માત્ર તમારા ડિવાઇસ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવા બાયોમેટ્રિકથી જ ઍક્સેસ કરી શકાય છે. તે નોટિફિકેશનમાં પણ તે ચેટનાં કન્ટેન્ટને આપમેળે છુપાવે છે.

અમને લાગે છે કે આ સુવિધા એવાં લોકો માટે કે જેમની પાસે તેમના કુટુંબના સભ્ય સાથે તેમના ફોનને સમય-સમય પર શેર કરવાનું કારણ હોય અથવા એવી ક્ષણો માટે શ્રેષ્ઠ હશે કે જ્યાં કોઈ વધારાની ખાસ ચેટ આવે તે ચોક્કસ ક્ષણે કોઈ અન્ય વ્યક્તિએ તમારા ફોનને પકડી રાખેલો હોય. તમે એક-થી-એક અથવા ગ્રૂપના નામને દબાવી અને 'લૉક કરો' વિકલ્પને પસંદ કરીને ચેટને લૉક કરી શકો છો. આ ચેટને છતી કરવાં માટે, તમારા ઇનબોક્સને ધીમે-ધીમે નીચે ખેંચો અને તમારા ફોનનો પાસવર્ડ અથવા બાયોમેટ્રિક નાખો.

આગામી થોડા મહિનામાં, અમે 'ચેટ લૉક' માટે વધુ વિકલ્પોને ઉમેરવાના છીએ, જેમાં લિંક કરેલાં ડિવાઇસ માટે લૉક કરવા અને તમારી ચેટ માટે કસ્ટમ પાસવર્ડ બનાવવાનો સમાવેશ થાય છે, જેથી કરીને તમે તમારા ફોન માટે તમે ઉપયોગમાં લો છો તેનાથી અલગ એક અનન્ય પાસવર્ડનો ઉપયોગ કરી શકો.

તમારા મિત્રોને 'ચેટ લૉક' સુવિધા વિશે જણાવો કે જે હવે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.

15 મે, 2023

ટ્વિટ કરોશેર કરો

WhatsApp પર મતદાન માટે નવાં અપડેટ અને કેપ્શનની સાથે શેર કરવાની સુવિધા

અમે ઍપ પર નવીનતા લાવવાનું ચાલુ રાખીએ છીએ ત્યારે, આજે અમે WhatsApp પર આવનારી કેટલીક નવી સુવિધાઓને શેર કરી રહ્યાં છીએ કે જે અમને આશા છે કે ચેટને થોડી વધુ પ્રોડક્ટિવ અને મજેદાર બનાવશે.

મતદાન માટે નવાં અપડેટ

અમે માહિતી એકત્ર કરવામાં અને સાથે મળીને નિર્ણયો લેવામાં ગ્રૂપની મદદ કરવા મતદાન માટે ત્રણ નવાં અપડેટ રજૂ કરી રહ્યાં છીએ.

  • એકલ-મતની સુવિધાવાળા મતદાન બનાવો: જ્યારે તમને નિર્ણાયક જવાબની જરૂર હોય તે વખત માટે, અમે લોકોને માત્ર એકવાર મત આપવાની પરવાનગી આપવા માટે મતદાનના ક્રિએટર માટે વિકલ્પ રજૂ કરી રહ્યા છીએ. મતદાન બનાવતી વખતે બસ ‘એક કરતાં વધુ જવાબો આપવાની પરવાનગી આપો'ને બંધ કરી દો.
  • તમારી ચેટમાં મતદાનને શોધો: કોઈ મતદાનનો તાત્કાલિક રીતે જવાબ આપવો હંમેશાં શક્ય હોતું નથી અને પછીના સમયે ચેટમાં કોઈ મતદાનને શોધવું મુશ્કેલ હોઈ શકે છે. હવે, તમે મતદાન દ્વારા મેસેજને ફિલ્ટર કરી શકો છો, જેમ કે તમે ફોટા, વીડિયો કે લિંક માટે કરી શકો છો. 'ચેટ' સ્ક્રીન પર, 'શોધો'ને દબાવો અને પછી બધાં પરિણામોના લિસ્ટને શોધવા માટે 'મતદાન'ને દબાવો.
  • મતદાનનાં પરિણામો અંગે અપડેટ થયેલા રહો: જ્યારે લોકો તમારાં મતદાન પર મત આપશે ત્યારે હવે તમને નોટિફિકેશન મળશે, જેથી તમે જવાબો અંગે સહેલાઈથી અપડેટ થયેલા રહી શકો.

કેપ્શનની સાથે ફોરવર્ડ કરવું

WhatsApp પર ફોટા શેર કરવા એ મિત્રો અને કુટુંબીજનોને તમારા જીવન બાબતે અપડેટ થયેલા રાખવાની સૌથી સરળ રીતો પૈકી એક છે અને મીડિયા ફોરવર્ડ કરવાની ક્ષમતાનો અર્થ એ થાય કે તમે ફોટાને કનેક્શનના એક ગ્રૂપથી બીજામાં ઝડપથી ફરીથી શેર કરી શકો છો. પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિ જવાબ આપે તે પહેલાં તમારી પાસે સંદર્ભ ઉમેરવાનો સમય ન પણ હોઈ શકે.

હવે જ્યારે તમે એવા મીડિયાને ફોરવર્ડ કરો કે જેમાં કેપ્શન હોય, ત્યારે તમારી પાસે ચેટની વચ્ચે ફોટા શેર કરતી વખતે વધારાની માહિતી આપવા માટે તેને રાખવા, ડિલીટ કરવા કે સંપૂર્ણપણે ફરીથી લખવાનો વિકલ્પ રહેલો છે. જ્યારે તમે ફોટા અને વીડિયો ફોરવર્ડ કરો ત્યારે તમે તેમાં કેપ્શન પણ ઉમેરી શકો છો.

કેપ્શનની સાથે ડોક્યુમેન્ટ શેર કરવા

ફોટા કે વીડિયો શેર કરતી વખતે હોય છે બસ તેમ જ, તમે શેર કરો છો તે ડોક્યુમેન્ટ માટે થોડી સમજૂતીની જરૂર પડી શકે છે. ભલેને તે કોઈ ન્યૂઝપેપરનો લેખ કે કામકાજનો ડોક્યુમેન્ટ મોકલતી વખતે હોય, હવે તમારી પાસે શેર કરતા પહેલાં કેપ્શન ઉમેરવાનો વિકલ્પ રહેલો છે.

આ અપડેટ વિશ્વભરનાં વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઈ ગયું છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે.

4 મે, 2023

ટ્વિટ કરોશેર કરો

એક WhatsApp એકાઉન્ટ, હવે અનેક ફોનમાં

ગયા વર્ષે, અમે પ્રાઇવસી અને સુરક્ષાના સમાન સ્તરને જાળવી રાખતી વખતે, વૈશ્વિક સ્તરે વાપરનારાઓ માટે તેમનાં બધાં ડિવાઇસમાં અવરોધરહિત રીતે મેસેજ મોકલવાની*, ક્ષમતા રજૂ કરેલી.

આજે, અમે અનેક ફોન પર સમાન WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાની ક્ષમતાને રજૂ કરીને અમારી એકથી વધુ ડિવાઇસની ઓફરિંગને હજુ વધારે બહેતર બનાવી રહ્યા છીએ.

વાપરનારાઓ દ્વારા ખૂબ જ વિનંતી કરવામાં આવેલી સુવિધા, હવે તમે તમારા ફોનને મહત્તમ ચાર વધારાનાં ડિવાઇસમાંથી એક તરીકે લિંક કરી શકો છો, એ જ રીતે જેમ તમે વેબ બ્રાઉઝર, ટેબ્લેટ અને ડેસ્કટોપ પર WhatsApp સાથે લિંક કરો છો. લિંક કરેલા દરેક ફોન સ્વતંત્રપણે WhatsApp સાથે કનેક્ટ થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે તમારા વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત છે અને જો તમારું પ્રાથમિક ડિવાઇસ એક લાંબા સમયગાળા સુધી નિષ્ક્રિય હોય, તો અમે તમને તમામ સાથી ડિવાઇસમાંથી આપમેળે લોગ આઉટ કરીએ છીએ.

સાથી ડિવાઇસ તરીકે ફોનને લિંક કરવાથી મેસેજિંગ વધુ સરળ બને છે. હવે તમે સાઇન આઉટ કર્યા વગર ફોનની વચ્ચે સ્વિચ કરી શકો છો અને તમે જ્યાં છોડી દીધી હોય ત્યાંથી તમારી ચેટને ફરીથી શરૂ કરી શકો છો. અથવા જો તમે નાના બિઝનેસના માલિક હો, તો વધારાના કર્મચારીઓ હવે સીધા જ તેમના ફોનથી સમાન WhatsApp Business એકાઉન્ટ હેઠળ ગ્રાહકોને જવાબ આપી શકે છે.

આ અપડેટ વૈશ્વિક સ્તરે વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઈ ગયું છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે.

વધુમાં, અમે સાથી ડિવાઇસથી લિંક કરવાની વૈકલ્પિક અને વધુ ઍક્સેસિબલ રીત રજૂ કરી રહ્યા છે, જે આગામી અઠવાડિયાઓમાં ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. QR કોડ સ્કેન કરવાની જરૂર પડવાને બદલે, હવે તમે એક-વખતનો કોડ મેળવવા માટે WhatsApp વેબ પર તમારો ફોન નંબર લખી શકો છો, તે કોડનો ઉપયોગ તમે ડિવાઇસ લિંક કરવાની સુવિધાને ચાલુ કરવા માટે તમારા ફોન પર કરી શકો છો. અમે ભવિષ્યમાં વધુ સાથી ડિવાઇસમાં આ સુવિધા રજૂ કરવા માટે આતુર છીએ.

* અંગ્રેજીમાં

25 એપ્રિલ, 2023

ટ્વિટ કરોશેર કરો

ચેટમાં સેવ કરો: મોકલનાર તરીકેનો તમારો નવો સુપરપાવર

ગાયબ થતા મેસેજની સાથે, રૂબરૂમાં થતી ચર્ચાઓની જેમ જ – વાતચીતોએ કાયમ માટે વળગી રહેવાની જરૂર નથી. જોકે પ્રાઇવસીનો આ વધારાનો સ્તર મેસેજને ખોટા હાથોમાં પડવાથી સુરક્ષિત કરે છે, તેમ છતાં કેટલીકવાર એવી તે પ્રસંગોપાત્ત વૉઇસ નોટ કે મહત્ત્વની માહિતી હોય છે કે જેને તમે ચેટમાં સેવ કરવા માંગતા હો.

આજે અમે “ચેટમાં સેવ કરો” સુવિધા રજૂ કરી રહ્યા છીએ, જેથી તમે મોકલનાર માટેના વિશેષ સુપરપાવરની સાથે તમને પછીથી જોઈતી ટેક્સ્ટને સેવ કરીને રાખી શકો. અમે માનીએ છીએ કે જો તમે મેસેજ મોકલ્યો છે, તો તે તમારી પસંદગી છે કે ચેટમાં રહેલાં અન્ય લોકો તેને પછી માટે ચેટમાં સેવ કરીને રાખી શકે કે કેમ.

આ કામ કરે તે માટે, જ્યારે કોઈ વ્યક્તિ મેસેજને ચેટમાં સેવ કરે છે ત્યારે મોકલનારને જાણ કરવામાં આવશે અને મોકલનાર પાસે નિર્ણયને નિષેધ કરવાની ક્ષમતા હશે. જો તમે નક્કી કરી લીધું હોય કે તમારો મેસેજ અન્ય લોકો દ્વારા ચેટમાં સેવ કરી શકાતો નથી, તો તમારો નિર્ણય અંતિમ રહે છે, બીજું કોઈ તેને ચેટમાં સેવ નહિ કરી શકે અને ટાઇમરનો સમય સમાપ્ત થઈ જવા પર મેસેજ ડિલીટ કરી દેવામાં આવશે. આ રીતે તમે મોકલો છો તે મેસેજ કેવી રીતે સુરક્ષિત રહે તે પરનો અંતિમ નિર્ણય તમારો રહે છે.

તમે તમારા WhatsApp પર સેવ કરેલા મેસેજને બુકમાર્ક આઇકન વડે નોંધવામાં આવશે અને તમને આ મેસેજ "ચેટમાં સેવ કરેલા મેસેજ" ફોલ્ડરમાં ચેટ પ્રમાણે ગોઠવાયેલા દેખાઈ શકે છે.

અમને આશા છે કે લોકો આ નવા અપડેટ તથા તેઓને જરૂર હોય તેવા મેસેજને ચેટમાં સેવ કરવાની સુગમતાનો આનંદ લેશે. આગામી થોડા અઠવાડિયામાં વૈશ્વિક સ્તરે આ ઉપલબ્ધ કરવામાં આવશે.

21 એપ્રિલ, 2023

ટ્વિટ કરોશેર કરો

એક ઓપન લેટર

જ્યારે અમે અહીં અમે શેના પર કામ કરી રહ્યા છીએ તે અંગે શેર કરીએ છીએ ત્યારે તે સામાન્ય રીતે અમારા દ્વારા નિર્મિત કરવામાં આવી રહેલી નવી સુવિધાઓ અથવા પ્રોડક્ટ વિશે હોય છે. આજે અમે યુનાઇટેડ કિંગડમમાં વિકસેલી સમસ્યારૂપ પરિસ્થિતિ વિશે લખી રહ્યા છે કે જેના વિશે દરેક જણે જાણવાની જરૂર છે.

UK સરકાર હાલમાં ખાનગી મેસેજિંગ સેવાઓ પર રહેલા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડવા માટે ટૅક્નૉલૉજી કંપનીઓને ફરજ પાડવાનો પ્રયાસ કરવા માટે દરવાજા ખોલતા નવા કાયદા અંગે વિચાર કરી રહી છે. આ કાયદો, બિનચૂંટાયેલા અધિકારીને વિશ્વભરમાં રહેલાં અબજો લોકોની પ્રાઇવસીને નબળી પાડવાની શક્તિ આપી શકે છે.

અમને નથી લાગતું કે કોઈ પણ કંપની, સરકાર કે વ્યક્તિ પાસે તમારા વ્યક્તિગત મેસેજને વાંચવાની શક્તિ હોવી જોઈએ અને અમે એન્ક્રિપ્શન ટૅક્નૉલૉજીનો બચાવ કરવાનું ચાલુ રાખીશું. અમને, આ કાયદાના ગેરમાર્ગે દોરાયેલા ભાગો કે જે UK અને વિશ્વભરમાં રહેલાં લોકોને ઓછા સુરક્ષિત કરશે, તેની વિરુદ્ધ વળતું દબાણ આપવામાં અમારા ઉદ્યોગની અન્ય ટૅક્નૉલૉજી કંપનીઓ સાથે ઊભા રહેવામાં ગર્વ છે.

—

ઇન્ટરનેટ પર સલામતી અને પ્રાઇવસી વિશે પરવા કરતી કોઈ પણ વ્યક્તિ માટે.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત સંચારની સેવાઓ તરીકે, અમે ઓનલાઇન સેફ્ટી બિલ દ્વારા દરેક જણની પ્રાઇવસી અને સલામતી પર ઊભા થતાં જોખમોનો ઉકેલ લાવવા માટે UK સરકારને વિનંતી કરીએ છીએ. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનું રક્ષણ કરવા અને પ્રાઇવસી માટેના માનવ અધિકારનો આદર કરવાના સરકારના જણાવેલા ઇરાદા સાથે બિલ સંરેખિત થાય તે સુનિશ્ચિત કરવામાં બહુ મોડું થયું નથી.

વિશ્વભરમાં, બિઝનેસ, વ્યક્તિઓ અને સરકારો ઓનલાઇન છેતરપિંડી, કૌભાંડો અને ડેટા ચોરીથી સતત જોખમોનો સામનો કરે છે. દુર્ભાવનાપૂર્ણ કર્તાઓ અને શત્રુ રાજ્યો અમારા અતિ મહત્ત્વપૂર્ણ માળખાની સુરક્ષાને નિયમિત રૂપથી પડકારતા રહેતા હોય છે. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એ આ જોખમોની સામેના સૌથી સશક્ત સંભવિત સંરક્ષણો પૈકી એક છે અને જેમ-જેમ અત્યાવશ્યક સંસ્થાઓ મુખ્ય કામગીરીઓને હાથ ધરવા માટે પહેલાં કરતાં વધારે ઇન્ટરનેટની ટૅક્નૉલૉજી પર આધાર રાખવા લાગી છે, તેમ-તેમ તેમાં સામેલ જોખમો અને ગંભીર પરિણામો આનાથી પહેલાં ક્યારેય ન હતા તેટલા વધુ પ્રમાણમાં છે.

હાલમાં ઘડવામાં આવેલા મુસદ્દા મુજબ, આ બિલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને તોડી શકે છે, જે મિત્રો, કુટુંબના સભ્યો, કર્મચારીઓ, એક્ઝિક્યુટિવ, પત્રકારો, માનવ અધિકારોના ચળવળકારો અને સ્વયં રાજકારણીઓના પણ વ્યક્તિગત મેસેજના રૂટિન, સર્વસાધારણ અને સારાસાર ભેદ વિનાના સર્વેલન્સનો દરવાજો ખોલી શકે છે, જે સુરક્ષિત રીતે સંચાર કરવાની દરેક જણની ક્ષમતાને મૂળભૂત રીતે નબળી પાડશે.

આ બિલ, એન્ક્રિપ્શન માટે કોઈ સ્પષ્ટ રક્ષણ પૂરું પાડતું નથી અને જો લખવામાં આવ્યા મુજબ અમલમાં મૂકવામાં આવશે, તો OFCOMને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત સંચાર સેવાઓ પર રહેલા ખાનગી મેસેજના સક્રિય સ્કેનિંગની ફરજ પાડવાનો પ્રયાસ કરવા માટે સશક્ત બનાવી શકે છે - જેના પરિણામે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનો હેતુ બિનઅસરકારક થઈ શકે છે અને તમામ વાપરનારાઓની પ્રાઇવસી સાથે ચેડાં થઈ શકે છે.

ટૂંકમાં, બિલ UKના દરેક નાગરિક અને વિશ્વભરમાં તેઓ જેમની સાથે સંચાર કરે તે લોકોની પ્રાઇવસી, સલામતી અને સુરક્ષા પ્રત્યે અપૂર્વ જોખમ ઊભું કરે છે, સાથે જ એવી શત્રુ સરકારોને હિંમત આપે છે કે જેઓ કોપિ-કેટ કાયદાના મુસદ્દા ઘડવાનો પ્રયાસ કરતી હોઈ શકે છે.

સમર્થકોનું કહેવું છે કે તેઓ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીના મહત્ત્વની પ્રશંસા કરે છે, સાથે જ તેઓ દાવો પણ કરી રહ્યા છે કે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનને નબળી પાડ્યા વિના દરેકના મેસેજનું નિરીક્ષણ કરવું શક્ય છે. સાચી વાત એ છે કે આ શક્ય નથી.

UK બિલ વિશે ચિંતાઓ શેર કરતાં લોકોમાં માત્ર અમે જ નથી. સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી છે કે બેકડોર જરૂરિયાતોને લાદવાના UK સરકારના પ્રયાસો “દાખલારૂપ શિફ્ટ રચે છે કે જે સંભવિતપણે ભયંકર પરિણામોની સાથે વિશાળ સંખ્યામાં ગંભીર સમસ્યાઓ ઊભી કરે છે”.

સ્વયં UK સરકારે પણ બિલના લખાણથી ઊભાં થતાં પ્રાઇવસી સંબંધી જોખમોને સ્વીકાર્યા છે, પરંતુ તેણે કહ્યું છે કે આ રીતે બિલનું અર્થઘટન કરવામાં આવે એવો તેનો “ઇરાદો” નથી.

એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત પ્રોડક્ટ અને સેવાઓને વૈશ્વિક ધોરણે પૂરી પાડનારાઓ વ્યક્તિગત સરકારોને અનુરૂપ થવા માટે તેમની પ્રોડક્ટ અને સેવાઓની સુરક્ષાને નબળી પાડી શકતા નથી. “બ્રિટિશ ઇન્ટરનેટ” જેવી વસ્તુ અથવા UK માટે વિશિષ્ટ હોય એવું એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનનું વર્ઝન ન હોઈ શકે.

UK સરકારે બિલ અંગે તાકીદમાં ફરીથી વિચાર કરવો, તેમાં સુધારો કરવો આવશ્યક છે, જેથી તે તેના રહેવાસીઓને વધુ પ્રાઇવસી અને સુરક્ષા આપવા, નહીં કે ઓછી આપવા માટે કંપનીઓને પ્રોત્સાહિત કરે. એન્ક્રિપ્શનને નબળું પાડવું, પ્રાઇવસીને નિર્બળ કરવી અને લોકોનાં ખાનગી સંચારના સામૂહિક સર્વેલન્સને પ્રસ્તુત કરવું એ આગળ વધવાનો માર્ગ નથી.

આપણી વાતચીતોને સુરક્ષિત રાખવા વિશે પરવા કરનારાઓ દ્વારા સહી કરાયેલ:

મેથ્યુ હોજસન, સીઈઓ, Element

એલેક્સ લિન્ટન, ડાયરેક્ટર, OPTF/Session

મેરેડિથ વિટ્ટેકર, પ્રમુખ, Signal

માર્ટિન બ્લેટર, સીઈઓ, Threema

ઓફીર ઈયાલ, સીઈઓ, Viber

વિલ કેથકાર્ટ, WhatsApp at Metaના વડા

એલન ડ્યુરિક, સીટીઓ, Wire

17 એપ્રિલ, 2023

ટ્વિટ કરોશેર કરો

નવી સુરક્ષા સુવિધાઓ: એકાઉન્ટ સુરક્ષા, ડિવાઇસની ખાતરી, ઓટોમેટિક સુરક્ષા કોડ

WhatsApp ખાતે, અમારું માનવું છે કે તમારા મેસેજ, રૂબરૂમાં થતી વાતચીત જેટલા જ ખાનગી અને સુરક્ષિત હોવા જોઈએ. તમારા વ્યક્તિગત મેસેજને ડિફોલ્ટ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત રાખવા એ તે સુરક્ષાનો પાયો છે અને અમે તમને પ્રાઇવસીના વધારાના સ્તરો તથા તમારા મેસેજ પર વધુ નિયંત્રણ આપવા માટે નવી સુવિધાઓને બનાવવાનું ક્યારેય બંધ કરીશું નહીં.

આમાંથી ઘણું બધું કામ પડદાંની પાછળ થતું હોય છે, જેમાં તમારે કંઈ જ કરવાનું હોતું નથી. આજે, અમે આગામી મહિનાઓમાં અમે ઉમેરીશું તે કેટલીક વધારાની સુરક્ષા સુવિધાઓ વિશે તમને જણાવવા માટે ઉત્સાહિત છીએ.

એકાઉન્ટ સુરક્ષા: જો તમારે તમારા WhatsApp એકાઉન્ટને નવા ડિવાઇસ પર સ્વિચ કરવાની જરૂર હોય તો – અમે બે વારની ખાતરી કરવા માંગીએ છીએ કે તેમ કરનારા ખરેખર તમે જ છો. હવેથી, અમે વધારાની સુરક્ષા તપાસ તરીકે તમને તમારા જૂના ડિવાઇસ પર એ વાતની ખાતરી કરવા માટે કહી શકીએ છીએ કે તમે આ પગલું લેવા માંગો છો. આ સુવિધાથી તમને બીજા ડિવાઇસ પર તમારા એકાઉન્ટને ખસેડવાના અનધિકૃત પ્રયત્ન અંગે એલર્ટ થવામાં મદદ મળી શકે છે.

ડિવાઇસની ખાતરી: મોબાઇલ ડિવાઇસનો માલવેર એ આજે લોકોની પ્રાઇવસી અને સુરક્ષા પ્રત્યે રહેલું સૌથી મોટું જોખમ છે, કારણ કે તે તમારી પરવાનગી વગર તમારા ફોનનો ફાયદો લઈ શકે છે અને અનિચ્છિત મેસેજ મોકલવા માટે તમારા WhatsAppનો ઉપયોગ કરી શકે છે. આને અટકાવવામાં મદદ મળી રહે તે માટે, અમે - તમારા તરફથી કોઈ એક્શન લેવાની જરૂર પડ્યા વિના - તમારા એકાઉન્ટને પ્રમાણિત કરવામાં મદદ માટે તથા જો તમારા ડિવાઇસ સાથે ચેડાં કરવામાં આવે તો તમારું વધુ સારી રીતે રક્ષણ કરવા માટે તપાસ ઉમેરી છે. આ, તમને અવિરતપણે WhatsAppનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા દે છે. અહીં ટૅક્નૉલૉજી અંગે વધુ ગહનપણે જાણો.*

ઓટોમેટિક સુરક્ષા કોડ: સુરક્ષાની બાબતમાં સૌથી વધુ સચેત એવા અમારા વાપરનારાઓ હંમેશાં અમારી સુરક્ષા કોડવાળી ખાતરીની સુવિધાનો ફાયદો લેવામાં સમર્થ રહ્યા છે, જે તમે ઇચ્છિત પ્રાપ્તકર્તા સાથે જ ચેટ કરી રહ્યા હોવાનું સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. તમે સંપર્કની માહિતી હેઠળ રહેલા એન્ક્રિપ્શન ટેબ પર જઈને આને મેન્યુઅલી તપાસી શકો છો. દરેક જણ માટે આ પ્રક્રિયાને વધુ સરળ અને વધુ ઍક્સેસિબલ બનાવવા માટે, અમે “ચાવીરૂપ પારદર્શિતા” કહેવાતી પ્રક્રિયા પર આધારિત સુરક્ષા સુવિધા રજૂ કરી રહ્યા છીએ, જે તમને આપમેળે ખાતરી કરવા દે છે કે તમે સુરક્ષિત કનેક્શન ધરાવો છો. તમારા માટે આનો અર્થ એ થાય કે જ્યારે તમે એન્ક્રિપ્શન ટેબ પર ક્લિક કરશો, ત્યારે તમે તરત જ એ વાતની ખાતરી કરી શકશો કે તમારી વ્યક્તિગત વાતચીત સુરક્ષિત છે. એ લોકો જેમને ટૅક્નૉલૉજી અંગે વધુ ગહનપણે જાણવામાં રુચિ છે, અહીં ક્લિક કરો.*

આ વધારાની ત્રણ રીત છે કે જેના દ્વારા અમે તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવામાં મદદ કરી રહ્યા છીએ. જોકે, એવી અનેક બાબતો છે કે જે અમે દરેક જણ માટે સુરક્ષાને સરળ બનાવવા માટે કરી શકીએ છીએ, તેમ છતાં એવી બે સુવિધા છે કે જેને માત્ર તમે જ ચાલુ કરી શકો છો: બે વાર ખાતરી અને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપનો ઉપયોગ કરવો. જો તમે પહેલાંથી જ બંનેનો ઉપયોગ કરી રહ્યા હો, તો કૃપા કરીને તમારા મિત્રોને તે વિશે જણાવો, જેથી વધુ લોકોને પણ સુરક્ષાના આ સ્તરોથી લાભ મળી શકે.

અમે આશા કરીએ છીએ કે લોકો આ સુવિધાઓ દ્વારા ઓફર કરવામાં આવતી વધારેલી સુરક્ષાનો આનંદ લેશે અને અમે ટૂંક સમયમાં વધુ અપડેટને જાહેર કરવા માટે આતુર રહીશું.

*અંગ્રેજીમાં

13 એપ્રિલ, 2023

ટ્વિટ કરોશેર કરો

Now You Can Pay a Small Business in Brazil on WhatsApp

Starting today people across Brazil will be able to pay their local small business right within a WhatsApp chat. This seamless and secure checkout experience will be a game-changer for people and small businesses looking to buy and sell on WhatsApp without having to go to a website, open another app or pay in person. We’re rolling out today to a small number of businesses and will be available to many more in the coming months.

In Brazil you can search for a business, browse goods and services, add them to your cart, and make a payment all with just a few taps. We’re excited to finally unlock this ability for people and businesses right within a chat.

It’s now possible to pay for goods and services using Mastercard and Visa debit, credit and pre-paid cards issued by the numerous banks participating in the service. Small businesses using the WhatsApp Business app can link a supported payment partner – such as Cielo, Mercado Pago or Rede – and create an order within the app to securely accept payments from their customers.

Just like every feature in WhatsApp, payments are designed to be secure. Card numbers are encrypted and securely stored, and people are required to create a Payment PIN and use it for each payment. We also offer customer support to ensure help is available, if needed.

We’re excited to hear how this service helps people and small businesses in Brazil connect on WhatsApp, and look forward to bringing it to more types of businesses and countries in the future.

April 11, 2023

ટ્વિટ કરોશેર કરો

WhatsApp ડેસ્કટોપ માટે વધુ ઝડપી સ્પીડ અને બહેતર બનાવેલો કૉલિંગનો અનુભવ

WhatsAppની શરૂઆત એક મોબાઇલ ઍપ તરીકે થઈ હતી અને તે મૂળ હંમેશની જેમ જ મજબૂત જળવાઈ રહ્યાં છે. પરંતુ કરોડો લોકો કમ્પ્યુટર અને ટેબ્લેટ પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી, અમે બધાં ડિવાઇસ પર મેસેજિંગ અને કૉલિંગના અનુભવને હજુ વધુ સારો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે.

આજે, અમે Windows માટે તદ્દન નવી WhatsApp ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે ડાઉનલોડ કરવા માટે અહીં ઉપલબ્ધ છે.

નવી Windows ડેસ્કટોપ ઍપ વધુ ઝડપથી લોડ થાય છે અને તે WhatsApp અને Windowsના વાપરનારાઓને પરિચિત હોય એવા ઇન્ટરફેસની સાથે બનાવવામાં આવી છે. તમે 8 જેટલાં લોકોની સાથે ગ્રૂપ વીડિયો કૉલ અને 32 લોકોની સાથે ઑડિયો કૉલ હોસ્ટ કરી શકો છો. અમે સમય જતાં આ મર્યાદાઓને વધારવાનું ચાલુ રાખીશું, જેથી કરીને તમે મિત્રો, કુટુંબીજનો અને કામ પરના સહકાર્યકરોની સાથે હંમેશાં કનેક્ટ થયેલા રહી શકો.

WhatsApp સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે કે જે મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ વગેરેની વચ્ચે ક્રોસ-પ્લેટફોર્મ સંચાર કરવાની પરવાનગી આપે છે. આનો અર્થ એ થાય કે તમારા વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલ તમારાં બધાં ડિવાઇસમાં હંમેશાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.

એકથી વધુ ડિવાઇસ માટેની નવી ક્ષમતાઓને પ્રસ્તુત કર્યા પછી, અમે પ્રતિસાદને સાંભળ્યો છે અને સુધારા કર્યા છે, જેમાં ડિવાઇસને વધુ ઝડપથી લિંક કરવા અને બધાં ડિવાઇસમાં વધુ સારી રીતે સિંક કરવાનો તેમજ લિંક પ્રિવ્યૂ અને સ્ટિકર જેવી નવી સુવિધાઓનો સમાવેશ થાય છે.

અમે WhatsAppને સપોર્ટ કરે તેવાં ડિવાઇસની સંખ્યાને વધારવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે અમે હમણાં જ Android ટેબ્લેટ માટે એક નવો WhatsApp બીટા અનુભવ પ્રસ્તુત કર્યો છે. અમે Mac ડેસ્કટોપ માટે નવી, વધુ ઝડપી ઍપ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે જે હાલમાં બીટાના પ્રારંભિક તબક્કાઓમાં છે.

અમે ભવિષ્યમાં હજુ વધુ ડિવાઇસમાં WhatsAppને લાવવા માટે આતુર છીએ.

22 માર્ચ, 2023

ટ્વિટ કરોશેર કરો

WhatsApp પર ગ્રૂપની સુવિધાનો વધુ લાભ મેળવવો

ગયા વર્ષે, અમે લોકોને WhatsApp પર તેમનાં ગ્રૂપનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ મળે તે માટે કોમ્યુનિટી રજૂ કરી હતી. લોન્ચ કર્યા પછી, અમે એડમિન અને યુઝર એમ બંને માટે સમાન રૂપથી હોય તેવાં હજુ વધુ ટૂલ બનાવવા માંગતા હતા. આજે અમે એડમિન માટે ગ્રૂપને વધુ સંચાલન કરવા યોગ્ય બનાવવા અને દરેક માટે તેને નેવિગેટ કરવાનું વધુ સહેલું બનાવવા માટે અમે કર્યા છે તે થોડા નવા ફેરફારોને રજૂ કરતી વખતે ઉત્સાહિત છીએ.

એડમિન માટે નવાં નિયંત્રણો

જેમ-જેમ વધુ લોકો કોમ્યુનિટીમાં જોડાય છે, તેમ-તેમ અમે ગ્રૂપ એડમિનને તેમના ગ્રૂપની પ્રાઇવસી પર વધુ નિયંત્રણ આપવા માંગીએ છીએ, તેથી અમે એક સરળ ટૂલ બનાવ્યું છે કે જે એડમિનને ગ્રૂપમાં કોણ જોડાઈ શકે તે નક્કી કરવાની ક્ષમતા આપે છે. જ્યારે એડમિન તેમના ગ્રૂપના આમંત્રણની લિંકને શેર કરવાનું પસંદ કરશે અથવા કોમ્યુનિટીમાં તેમના ગ્રૂપને જોડાવા યોગ્ય બનાવશે, ત્યારે તેમની પાસે કોણ જોડાઈ શકે તે બાબત પર હવે વધુ નિયંત્રણ હશે. ગ્રૂપ એવી જગ્યાઓ છે કે જ્યાં લોકોની કેટલીક સૌથી વધુ આત્મીય વાતચીતો થતી હોય છે અને એ મહત્ત્વનું છે કે કોણ તેમાં આવી શકે અને કોણ નહીં તે એડમિન સહેલાઈથી નક્કી કરી શકે.

કોમન હોય તેવાં ગ્રૂપને સહેલાઈથી જુઓ

કોમ્યુનિટી અને તેનાં મોટાં ગ્રૂપની વૃદ્ધિની સાથે, તમે કોઈ વ્યક્તિની સાથે કયા કોમન ગ્રૂપ ધરાવો છો તે જાણવાનું અમે સહેલું બનાવવા માંગીએ છીએ. તમે એવા ગ્રૂપના નામને યાદ કરવાનો પ્રયાસ કરી રહ્યા હો કે જે તમને ખબર છે તમે કોઈ વ્યક્તિની સાથે શેર કરો છો અથવા તમે એવાં ગ્રૂપને જોવા માંગતા હો કે જેમાં તમે બંને હોવ, તમે હવે કોમન હોય તેવાં તમારાં ગ્રૂપને જોવાં માટે સંપર્કના નામને સહેલાઈથી શોધી શકો છો.

અમે એડમિન અને સભ્યો એમ બંને માટે સમાન રૂપથી ગ્રૂપને શ્રેષ્ઠ અનુભવ બનાવવા માટે નવાં ટૂલ બનાવવાનું ચાલુ રાખીશું ત્યારે આગામી અઠવાડિયાઓમાં આ સુવિધાઓ વૈશ્વિક ધોરણે રજૂ થવા લાગશે.

21 માર્ચ, 2023

ટ્વિટ કરોશેર કરો

WhatsApp સ્ટેટસનો આનંદ માણવા માટેની નવી રીતો

સ્ટેટસ એ WhatsApp પર રહેલા મિત્રો અને નજીકના સંપર્કો સાથે અલ્પકાલિક અપડેટને શેર કરવાની એક લોકપ્રિય રીત છે. તે 24 કલાકમાં ગાયબ થઈ જાય છે અને તેમાં ફોટા, વીડિયો, GIF, ટેક્સ્ટ વગેરેનો સમાવેશ થઈ શકે છે. તમારી વ્યક્તિગત ચેટ અને કૉલની જેમ જ, તમારું WhatsApp સ્ટેટસ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત કરવામાં આવે છે જેથી તમે ખાનગી રીતે અને સુરક્ષિત રીતે શેર કરી શકો.

અમે WhatsApp પર સ્ટેટસમાં નવી સુવિધાઓના સેટને ઉમેરવા માટે ઉત્સાહિત છીએ જે સ્વયંને અભિવ્યક્ત કરવાનું અને અન્ય લોકો સાથે કનેક્ટ થવાનું વધુ સરળ બનાવે છે.

ખાનગી ઓડિયન્સ સિલેક્ટર

બની શકે કે તમે શેર કરો છો તે દરેક સ્ટેટસ તમારા બધા સંપર્કો માટે હંમેશાં યોગ્ય ન હોય. અમે તમને સ્ટેટસ દીઠ તમારાં પ્રાઇવસી સેટિંગને અપડેટ કરવાની સુગમતા પૂરી પાડી રહ્યા છીએ જેથી તમે તમારા સ્ટેટસને અપડેટ કરો તે દર વખતે તેને કોણ જુએ તે તમે પસંદ કરી શકો. ઓડિયન્સની તમારી સૌથી તાજેતરની પસંદગીને સેવ કરવામાં આવશે અને તમારા આગલા સ્ટેટસ માટે ડિફોલ્ટ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે.

વોઇસ સ્ટેટસ

અમે WhatsApp સ્ટેટસ પર 30 સેકન્ડ સુધીના વોઇસ મેસેજને રેકોર્ડ કરીને શેર કરવાની ક્ષમતા રજૂ કરી (લાવી) રહ્યા છીએ. વોઇસ સ્ટેટસનો ઉપયોગ વધુ વ્યક્તિગત અપડેટ મોકલવાં માટે કરી શકાય છે, ખાસ કરીને જો તમે ટાઇપ કરવાને બદલે વાત કરીને સ્વયંને અભિવ્યક્ત કરવામાં વધુ સહજતા અનુભવતા હો.

સ્ટેટસને લગતી પ્રતિક્રિયાઓ

અમે તમારા મિત્રો અને નજીકના સંપર્કોનાં સ્ટેટસ અપડેટનો જવાબ આપવા માટેની એક ઝડપી અને સરળ રીત પૂરી પાડવા માટે સ્ટેટસને લગતી પ્રતિક્રિયાઓ ઉમેરી રહ્યાં છીએ. આ, ગયા વર્ષે પ્રતિક્રિયાઓને લોન્ચ કર્યાના પગલે વાપરનારાઓને જોઈતી #1ની સુવિધા હતી. તમે હવે કોઈ પણ સ્ટેટસ પર આંગળીને ઉપર સરકાવી અને આઠ ઇમોજી પૈકી એક પર દબાવીને જે-તે સ્ટેટસનો ઝડપથી જવાબ આપી શકો છો. અલબત્ત, તમે હજી પણ ટેક્સ્ટ, વોઇસ મેસેજ, સ્ટિકર વગેરેની સાથે સ્ટેટસનો જવાબ આપી શકો છો.

નવાં અપડેટ માટે સ્ટેટસ પ્રોફાઇલની રિંગ

નવી સ્ટેટસ પ્રોફાઇલ રિંગ સાથે, તમે ક્યારેય કોઈ પ્રિયજનના સ્ટેટસને ચૂકશો નહીં. આ રિંગ તમારા સંપર્ક જ્યારે કોઈ સ્ટેટસ અપડેટને શેર કરશે ત્યારે તેમના પ્રોફાઇલ ફોટાને ફરતે હાજર રહેશે. તે ચેટનાં લિસ્ટ, ગ્રૂપના સભ્યોનાં લિસ્ટ અને સંપર્ક માહિતીમાં દેખાશે.

સ્ટેટસ પર લિંક પ્રિવ્યૂ

હવે જ્યારે તમે તમારા સ્ટેટસ પર કોઈ લિંક પોસ્ટ કરશો, ત્યારે તમને લિંકના કન્ટેન્ટનું એક વિઝ્યુઅલ પ્રિવ્યૂ આપમેળે દેખાશે, તે જ રીતે જેમ તમે કોઈ મેસેજ મોકલો ત્યારે દેખાય છે. વિઝ્યુઅલ પ્રિવ્યૂથી તમારાં સ્ટેટસ વધુ સારાં દેખાય છે અને તે તમારા સંપર્કો તેના પર ક્લિક કરે તે પહેલાં લિંક શું છે તેનો એક વધુ સારો ખ્યાલ પણ તેઓને આપે છે.

આ અપડેટ વિશ્વભરનાં વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાનું શરૂ થઈ ગયું છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે. ટૂંક સમયમાં લોકો સ્ટેટસની આ નવી સુવિધાઓનો આનંદ લેવા લાગે તેની અમે આતુરતાથી રાહ જોઈશું.

7 ફેબ્રુઆરી, 2023

ટ્વિટ કરોશેર કરો
આગળનું પેજ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગોડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીઓબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રકોરોના વાઇરસસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી