WhatsApp બ્લોગ
તમારી ભાષા પસંદ કરો
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp વેબ
  • સુવિધાઓ
  • ડાઉનલોડ કરો
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • ડાઉનલોડ કરો
  • સુવિધાઓ
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • સંપર્ક કરો

WhatsApp બ્લોગ

અમે અમારી નવી અપડેટને સ્વીકારવાની તારીખને લંબાવી રહ્યાં છીએ

અમારી નવી અપડેટને લઈને ઊભી થયેલી મુંઝવણ વિશે અમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે. ઘણી અફવાઓ ફેલાઈ હોવાથી ચિતા વધી ગઈ છે અને અમે દરેકને અમારા સિદ્ધાંતો અને હકીકતો સમજવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.

WhatsAppને એક સરળ આશયથી બનાવવામાં આવ્યું હતું: તમે જે કંઈ તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો એ ફક્ત તમારી વચ્ચે જ રહે. એટલે કે અમે તમારી વ્યક્તિગત વાતચીતોને હંમેશાં શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) દ્વારા સુરક્ષિત રાખીશું, જેથી WhatsApp અને Facebook બન્નેમાંથી કોઈ પણ આ પ્રાઇવેટ મેસેજ જોઈ ના શકે. એટલે જ અમે કોણ કોને મેસેજ કે કૉલ કરે છે એનો રેકોર્ડ રાખતા નથી. તમે શેર કરેલું લોકેશન પણ અમે જોઈ શકતા નથી અને તમારા સંપર્કોને Facebook સાથે શેર કરતા નથી.

આ અપડેટ સાથે, એમાંનું કંઈ પણ બદલાઈ રહ્યું નથી. એને બદલે, નવી અપડેટમાં તો લોકો માટે WhatsApp પર કોઈ બિઝનેસને મેસેજ મોકલવાના નવા વિકલ્પોનો સમાવેશ કરાયો છે અને અમે કેવી રીતે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરીએ છીએ તેના વિશે તેમાં વધુ પારદર્શિતા પૂરી પાડવામાં આવી છે. ખરું કે આજે દરેક વ્યક્તિ WhatsApp પર બિઝનેસ પાસેથી ખરીદી કરતી નથી, પરંતુ અમે માનીએ છીએ કે આવનારા સમયમાં ઘણા લોકો આવું કરવાનું પસંદ કરશે અને એ જરૂરી છે કે લોકો આ સેવાઓથી વાકેફ હોય. આ અપડેટ Facebook સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતામાં વધારો કરતી નથી.

અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવશે. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહિ. WhatsApp પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે તેને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણું બધું કરવા જઈ રહ્યાં છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને તે પહેલાં તેઓને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.

દુનિયાભરમાં લોકો માટે શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) લાવવા માટે WhatsAppએ મદદ કરી હતી તથા હાલમાં અને ભવિષ્યમાં પણ આ સુરક્ષા ટેક્નોલોજીનો બચાવ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે એવી દરેક વ્યક્તિના આભારી છીએ જેણે અમારો સંપર્ક સાધ્યો છે તથા હકીકત પહોંચાડવામાં અને અફવાઓને ફેલાતી રોકવામાં અમારી મદદ કરી છે. WhatsAppને પ્રાઇવેટ રીતે વાતચીત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બનાવવા માટે અમે અમારાથી બનતું બધું કરીશું.

15 જાન્યુઆરી, 2021
Tweet
અમે કાર્ટ સાથે WhatsApp પર ખરીદી કરવાનું સહેલું બનાવી રહ્યા છીએ

WhatsApp ઝડપથી હવે સ્ટોર કાઉન્ટર બની રહ્યું છે, જ્યાં ચીજવસ્તુઓની ચર્ચાઓ અને વેચાણ કરવામાં આવે છે. કેટલોગથી લોકોને ઝડપથી જોવા મળે છે કે શું ઉપલબ્ધ છે અને બિઝનેસને ચોક્કસ ચીજવસ્તુઓ અંગે પોતાની ચેટ ગોઠવવા મદદ કરી છે. ચેટથી વધુને વધુ ખરીદી થઈ રહી હોવાથી, અમે લે-વેચને હજી સહેલું બનાવવા માગીએ છીએ.

WhatsApp પર કાર્ટ લાવવા માટે અમે ઘણા ઉત્સુક છીએ. આ સુવિધા આજથી શરૂ થઈ રહી છે. જે બિઝનેસ એક સાથે જુદી જુદી ચીજવસ્તુઓ વેચતા હોય, તેઓ માટે કાર્ટ ખૂબ કામની સુવિધા છે. જેમ કે, સ્થાનિક રેસ્ટોરન્ટ અથવા કપડાંની દુકાન. કાર્ટથી લોકો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે, જુદી જુદી ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે અને બિઝનેસને એક મેસેજ તરીકે ઓર્ડર મોકલી શકે છે. ઓર્ડરની વિનંતીઓની ભાળ રાખવા, ગ્રાહકોની વિનંતીઓનું સંચાલન કરવા અને વેચાણ પૂરું કરવા માટે બિઝનેસ માટે કાર્ટની સુવિધા સહેલું કરી આપશે.

દાખલા તરીકે, રાજકોટમાં સ્થિત ઉત્તમ ટોય્સ નામની રમકડાંની દુકાનને આ સુવિધા થોડી વહેલી અજમાવવા માટે અપાઈ હતી અને તેઓએ અમને જણાવ્યું કે કાર્ટની સુવિધાથી ગ્રાહકોને પ્રોડક્ટ ઓર્ડર કરવાનું કેટલું સરળ રહે છે અને બિઝનેસને પણ તેનાથી કેવી રીતે ઓર્ડરના વ્યવસ્થાપનમાં મદદ મળે છે.

કાર્ટ વાપરવું સહેલું છે. તમને જોઈતી ચીજવસ્તુઓ શોધો અને "કાર્ટમાં ઉમેરો" પર દબાવો. એક વાર તમારે જોઈતી વસ્તુઓ તમે કાર્ટમાં ઉમેરી લો, પછી બિઝનેસને એ મેસેજ તરીકે મોકલો. તમે કાર્ટ વાપરવા અંગેની વધુ માહિતી અહીં મેળવી શકશો.

આજે આખી દુનિયામાં કાર્ટની સુવિધા લાઇવ થવા જઈ રહી છે -- બરાબર આ તહેવારોની મોસમમાં. WhatsApp પર શોપિંગનો આનંદ ઊઠાવો!

8 ડિસેમ્બર, 2020
Tweet
WhatsApp દ્વારા ભારતભરમાં પેમેન્ટ મોકલો

આજથી, ભારતમાં લોકો WhatsApp દ્વારા પૈસા મોકલી શકશે. આ સુરક્ષિત પેમેન્ટ અનુભવ, પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધાને એક મેસેજ મોકલવા જેટલું સરળ બનાવે છે. લોકો સુરક્ષિત રીતે કુટુંબના સભ્યને પૈસા મોકલી શકે છે અથવા તો રૂબરૂમાં રોકડ વ્યવહાર કર્યા વગર કે આસપાસની બેંકમાં ગયા વગર દૂર રહીને પણ લીધેલા માલસામાનની કિંમત હળીમળીને ચૂકવી શકે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) સાથે ભાગીદારી કરીને WhatsAppની પેમેન્ટ સુવિધા ડિઝાઇન કરવામાં આવી છે. એમાં પણ, ભારત માટેની યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI), ત્વરિત પેમેન્ટ સુવિધાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 160થી વધુ બેંકોમાં વ્યવહાર કરવાની સગવડ પૂરી પાડે છે. ભારતમાં લોકોને મુખ્ય નાણાકીય વ્યવસ્થામાં સામેલ કરવાના ઉદ્દેશથી, ડિજિટલ પેમેન્ટની સુવિધા સરળ બનાવવા અને તેનો વપરાશ વધારવાની ભારતની ઝુંબેશમાં જોડાવાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.

ભારતમાં WhatsAppથી પૈસા મોકલવા માટે બેંક એકાઉન્ટ અને ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે. બેંકોને WhatsApp સૂચનાઓ મોકલે છે, આ સુવિધા પૂરી પાડનારને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (પેમેન્ટ સેવા પ્રદાતાઓ) તરીકે પણ ઓળખવામાં આવે છે, જે UPIનો ઉપયોગ કરીને મોકલનાર અને મેળવનારનાં બેંક એકાઉન્ટમાં પૈસાની લેવડદેવડ કરે છે. ભારતમાં પાંચ અગ્રણી બેંકો સાથે કામ કરવામાં અમને ઘણી ખુશી થઈ રહી છે: ICICI બેંક, HDFC બેંક, Axis બેંક, ધ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને Jio Payments બેંક. લોકો UPI સપોર્ટ કરતી ઍપનો ઉપયોગ કરતી કોઈ પણ વ્યક્તિને WhatsApp પર પૈસા મોકલી શકે છે.

લાંબાગાળે, અમે માનીએ છીએ કે WhatsApp અને UPIનું આ અજોડ માળખું સ્થાનિક સંસ્થાઓના અત્યારના સમયના અમુક મુખ્ય પડકારોને પહોંચી વળવામાં મદદ કરી શકે છે, જેમાં ડિજિટલ અર્થતંત્રમાં ગ્રામીણ ભાગીદારીનો વધારો કરવો અને આજ પહેલાં નાણાકીય સેવાઓથી વંચિત રહેલા લોકોને તેમાં સામેલ કરવાનો સમાવેશ થાય છે.

WhatsApp પરની દરેક સુવિધાની જેમ, પેમેન્ટની સુવિધા પણ મજબૂત સુરક્ષા અને પ્રાઇવસીના સિદ્ધાંતો પર બનાવવામાં આવી છે, જેમાં દરેક પેમેન્ટ માટે પોતાનો UPI પિન નાખવો જરૂરી છે. iPhone અને Android પર ઍપનું લેટેસ્ટ વર્ઝન વાપરનારા લોકો માટે WhatsAppની પેમેન્ટ સુવિધા હવે ઉપલબ્ધ છે.

6 નવેમ્બર, 2020
Tweet
WhatsApp પર ગાયબ થતા મેસેજની સુવિધા રજૂ કરી રહ્યાં છીએ

અત્યારે, WhatsApp મેસેજ લગભગ કાયમ માટે આપણા ફોન પર રહે છે. ખરું કે મિત્રો અને કુટુંબો સાથે વિતેલી યાદો સાચવી રાખવી સારી વાત છે, પણ આપણે મોકલીએ એ બધું જ કાયમ માટે રહે એ જરૂરી નથી.

અમારો ધ્યેય તમને WhatsApp પરની વાતચીતોનો રૂબરૂ અનુભવ આપવાનો છે, જેથી તેને કાયમ માટે સાચવવાની જરૂર ન રહેવી જોઈએ. એટલા માટે જ અમે WhatsApp પર ગાયબ થતા મેસેજનો વિકલ્પ રજૂ કરતી વેળાએ ઉત્સાહિત છીએ.

જ્યારે ગાયબ થતા મેસેજ ચાલુ કરેલા હોય, ત્યારે કોઈ ચેટમાં મોકલેલા નવા મેસેજ 7 દિવસ પછી ગાયબ થઈ જશે, એનાથી વાતચીત વધુ હળવી અને વધુ પ્રાઇવેટ બની શકશે. એકબીજા સાથેની વ્યક્તિગત ચેટમાં બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ગાયબ થતા મેસેજને ચાલુ કે બંધ કરી શકે છે. ગ્રૂપમાં, એડમિને પાસે નિયંત્રણ હશે.

હમણાં અમે 7 દિવસના સમય સાથે આ સુવિધા ચાલુ કરી રહ્યાં છીએ, કેમ કે વાતચીતો હંમેશાં માટે ન રહેવાને કારણે અમને લાગે છે કે એનાથી મનની શાંતિ મળે છે અને એ વ્યવહારું પણ છે કેમ કે તમે શાના વિશે વાતચીત કરો છો એ ભૂલશો પણ નહિ. તમે અમુક દિવસ પહેલાં મેળવેલા શોપિંગ લિસ્ટ કે દુકાનનું સરનામું, તમને જરૂર હોય ત્યાં સુધી રહેશે અને કામ પતી ગયા પછી ગાયબ થઈ જશે. આ વિશે તમે વધુ માહિતી મેળવવા સાથે ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કરવી એ વિશે તમે અહીં વાંચી શકો છો.

અમે આશા રાખીએ છીએ કે તમને ગાયબ થતા મેસેજની સુવિધા વાપરવાની મજા આવશે, જે આ મહિને તમામ વપરાશકર્તાઓ માટે ખુલ્લી મુકાઈ રહી છે.

5 નવેમ્બર, 2020
Tweet
WhatsApp પર ખરીદી, પેમેન્ટ અને ગ્રાહક સેવા

પાછલા કેટલાક વર્ષોમાં, અમે વ્યક્તિગત રીતે સંપર્ક કરવા માટે મેસેજિંગ ઍપ્લિકેશનો તરફનો એક વાસ્તવિક ઝુકાવ જોયો છે અને બિઝનેસને આગળ વધારવા માટે વધુને વધુ લોકો WhatsApp પર આધાર રાખતા થયાં છે.

ઘણી બધી જૂની રીતો જેનો ઉપયોગ કરીને લોકો અને બિઝનેસ એકબીજાનો સંપર્ક કરે છે તે હવે વપરાશમાં નથી. જ્યારે બિઝનેસ વાર્ષિક ધોરણે અબજો રૂપિયા ફોન કૉલ, ઇમેઇલ, SMS પાછળ ખર્ચે છે, ત્યારે લોકો એવું નથી ઇચ્છતા કે ફોન પર તેમને વધુ સમય રાહ જોવી પડે, તેમનો કૉલ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર થયો રહે અને તેમનો મેસેજ પહોંચ્યો છે કે નહિ તેવી અનિશ્ચિતતામાં તેઓને રહેવું પડે.

દુનિયા ફરતે ફેલાયેલી મહામારીએ સ્પષ્ટ કરી દીધું છે કે બિઝનેસ માટે પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવા અને વેચાણ કરવા માટે ઝડપી અને અસરકારક માધ્યમોની જરૂર છે. WhatsApp આ સમયમાં સરળ અને અનુકૂળ સાધન સાબિત થયું છે. દરરોજ 17.5 કરોડથી પણ વધુ વધુ લોકો WhatsApp Business એકાઉન્ટને મેસેજ મોકલે છે. અમારું સંશોધન જણાવે છે કે લોકો મદદ મેળવવા માટે બિઝનેસને મેસેજ કરવાનું પસંદ કરે છે અને તેઓ જ્યારે આમ કરે ત્યારે મોટેભાગે ખરીદી કરે તેવી શક્યતા હોય છે.

જોકે, હજી અમારે ઘણું વિકસાવવાનું બાકી છે. છેલ્લા બે વર્ષોમાં, અમે બધા પ્રકારના બિઝનેસને તેઓની ચેટનું સંચાલન કરવા માટે WhatsApp Business ઍપ અને WhatsApp Business API પૂરી પાડી છે. અસરકારક સાબિત થયેલી સુવિધા પર મેળવેલા પ્રતિસાદને અમે સાંભળ્યા છે અને અમે માનીએ છીએ કે ગ્રાહકો અને બિઝનેસને જોડવા માટે WhatsApp એ મેસેજિંગને સૌથી સારું માધ્યમ બનાવવામાં મદદ કરી શકે છે. એ તરફ અમે અમારું રોકણ નીચેના વિસ્તારોમાં વધારી રહ્યાં છીએ:

  • ખરીદી - લોકો અમારી ઉપલબ્ધ પ્રોડક્ટ જોઈ અને તપાસી શકે તથા ચેટમાંથી જ ખરીદી શકે તે માટેની રીતો અમે વિકસાવીશું. અમે બિઝનેસ માટે આ સુવિધાઓને તેઓના ચાલી રહેલા વાણિજ્ય અને ગ્રાહક ઉકેલોમાં સામેલ કરવાનું સહેલું બનાવવા પણ ઇચ્છીએ છીએ. આ એવા ઘણા નાના બિઝનેસને મદદ કરશે જે આ સમયમાં સૌથી વધુ અસર પામ્યા છે.
  • Facebookની હોસ્ટિંગ સેવાઓ - બિઝનેસની ટેક્નોલોજી માટેની અલગ-અલગ જરૂરિયાતો હોય છે અને તેઓ જે કંપનીઓ સાથે કામ કરે છે ત્યાં ગ્રાહકો સાથેના વાતચીત વ્યવહારને હોસ્ટ કરવા અને તેનું સંચાલન કરવાનો વિકલ્પ ઇચ્છે છે, અને ખાસ કરીને જ્યારે ઘરેથી કામ કરવાનું ચલણ વધ્યું છે એની સાથે આ માંગ વધી રહી છે. એટલે જ આવનારા મહિનાઓમાં, અમે છેલ્લા બે વર્ષોમાં જેઓની સાથે કામ કર્યું છે એવા અમારા બિઝનેસ સોલ્યૂશન પ્રોવાઇડર સાથેની અમારી ભાગીદારીને વધારવાની યોજના ઘડી રહ્યા છે. અમે બિઝનેસ માટે તેઓના WhatsApp મેસેજના સંચાલન માટે હોસ્ટિંગ સેવાઓ કે જેને Facebook દ્વારા બહાર પાડવાની યોજના છે તેની મારફતે એક નવો વિકલ્પ પણ પૂરો પાડીશું. આ વિકલ્પ પૂરો પાડવાથી નાના અને મધ્યમ કદના બિઝનેસ માટે શરૂઆત કરવાનું, પ્રોડક્ટનું વેચાણ કરવાનું, સ્ટોકનો તાળો મેળવવાનું અને તેઓને મળતા મેસેજનો ઝડપથી જવાબ આપવાનું - પછી ભલેને તેઓના કર્મચારીઓ ક્યાંય પણ હોય, સરળ બની જશે.
  • બિઝનેસને વેચાતી સેવાઓ - અમારા દ્વારા ઓફર કરવામાં આવતી સેવાઓ માટે અમે બિઝનેસ ચલાવતા ગ્રાહકો પાસેથી ચાર્જની વસૂલાત કરીશું. એમ કરવાથી જ્યારે અમે 200 કરોડથી વધુ લોકોને મફતમાં શરૂથી અંત સુધી સુરક્ષિત મેસેજ, વીડિયો અને વોઇસ કૉલિંગની સુવિધા પૂરી પાડીએ અને તેનો વ્યાપ વધારીએ ત્યારે WhatsAppને પોતાના બિઝનેસને વિકસાવવામાં મદદ મળશે.

અમે જાણીએ છીએ કે મોટાભાગના લોકો મિત્રો અને કુટુંબ સાથે માત્ર વાતચીત કરવા માટે WhatsApp વાપરવાનું ચાલુ રાખશે, એટલે જ અમે સરસ નવી સુવિધાઓ વિકસાવવાનું અને લોકોની પ્રાઇવેટ વાતચીતોને સુરક્ષિત રાખવાનું ચાલુ રાખીશું.

અમે માનીએ છીએ કે WhatsApp પર ઉમેરવામાં આવેલા આ વધારાના અનુભવો ઘણાં લોકો અને બિઝનેસની સાચી જરૂરિયાતોને સંતોષે છે, પછી ભલે તેઓ પાસે હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હોય. આગામી સમયમાં રજૂ થનારી સેવાઓ વિશે અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આવનારા મહિનાઓમાં અમે આ સેવાઓને ક્રમશઃ બહાર પાડીશું.

22 ઑક્ટોબર, 2020
Tweet
વેબ પર શોધો

ચેટમાં શેર કરીને ઘણી વધુ વખત ફોરવર્ડ કરેલા મેસેજ પર WhatsApp ફોરવર્ડ કરેલોનું એક ખાસ લેબલ મૂકે છે. આ બે તીર લોકોને એ જાણવામાં મદદ કરે છે કે તેમને મળેલો મેસેજ તેમના કોઈ નજીકના સંપર્કે લખેલો નથી. આ વર્ષની શરૂઆતમાં, WhatsAppનું ખાનગીપણું જાળવી રાખવા માટે અમે આવા મેસેજ એક વખતમાં કેટલી વખત મોકલી શકાય તેની મર્યાદાઓ સેટ કરી હતી.

આજે, અમે ચેટમાં બિલોરી કાચના બટનને દબાવીને આવા મેસેજને ખાતરીપૂર્વક તપાસવાની એક સરળ રીત આપી રહ્યા છીએ. સરળ રીતે મેસેજ શોધવાની સુવિધાથી લોકોને ઘણી વખત ફોરવર્ડ કરાયેલા મેસેજની ખરાઈ કરવા માટે તે મેસેજ અંગેના સમાચારના પરિણામો અને માહિતીના બીજા માધ્યમો શોધવામાં મદદ મળે છે.

વપરાશકર્તાઓ મેસેજને તેમના બ્રાઉઝરથી અપલોડ કરીને આ સુવિધા વાપરી શકે છે અને WhatsApp તે મેસેજ ક્યારેય જોતું નથી.

Android, iOS અને WhatsApp વેબ માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા બ્રાઝિલ, ઇટલી, આયર્લેન્ડ, મેક્સિકો, સ્પેન, યુકે અને યુએસના લોકો માટે આજથી વેબ પર શોધવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

3 ઓગસ્ટ, 2020
Tweet
WhatsApp પર બિઝનેસનો સંપર્ક કરવાના નવા માધ્યમો

સમગ્ર વિશ્વના બિઝનેસ ફરીથી ખુલવાની અને ઓનલાઇન વ્યવહારો વધારવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકોને પ્રશ્નો પૂછવા, માહિતી મેળવવા કે તેમને જોઈતી વસ્તુ ખરીદવા માટે બિઝનેસનો સંપર્ક કરવાના સરળ માધ્યમોની જરૂર છે.

આજની તારીખે અમે 5 કરોડથી વધુ WhatsApp Business ઍપ વાપરનારાઓને સપોર્ટ કરી રહ્યા છીએ. WhatsApp Business API પરના હજારો મોટા બિઝનેસ બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે તે માટે મદદરૂપ થવા અમે નવી સુવિધાઓ લાવી રહ્યા છીએ. જેમાં બિઝનેસ સાથે ચેટ શરૂ કરવાની અને તેઓ કયો માલસામાન અને સેવાઓ ઓફર કરે છે તે જોવાની સુવિધાઓનો સમાવેશ થાય છે.

QRનો ઉપયોગ કરીને કોઈ બિઝનેસ સાથે ચેટ શરૂ કરવી

QR કોડ એકદમ સરળ રીતે બિઝનેસ સાથે ચેટ શરૂ કરવાનું ડિજિટલ માધ્યમ છે. આ પહેલાં, જ્યારે લોકો પોતાની પસંદના કોઈ બિઝનેસના સંપર્કમાં આવતા, ત્યારે એક-એક કરીને તેના WhatsApp નંબર તેમના સંપર્કોમાં ઉમેરવાની જરૂર પડતી હતી. હવે, ચેટ શરૂ કરવા માટે લોકો સરળતાથી બિઝનેસના સ્ટોર, પ્રોડક્ટના પેકિંગ કે રસીદ પર દર્શાવેલો QR કોડ સ્કેન કરી શકે છે.

દાખલા તરીકે, ઉત્તમ ટોય નામની રાજકોટની રમકડાંની એક દુકાને અમને આ સુવિધાને ટેસ્ટ કરવામાં મદદ કરી હતી. આ દુકાન તેઓના માલસામાનના પેકેજિંગ પર અને રમકડાંના ટેગ પર QR કોડ લગાવે છે.

QR કોડ સ્કેન કરવાથી ચેટ ખૂલશે જેમાં બિઝનેસ દ્વારા વાતચીત શરૂ કરવા માટે પહેલેથી બનાવેલો મેસેજ દેખાશે. આપમેળે જવાબ મોકલવાની સુવિધા ચાલુ કરવાથી, વાતચીત આગળ ધપાવવા માટે બિઝનેસ તરત જ તેમના કેટલોગ જેવી કોઈ માહિતી મોકલી શકે છે. QR કોડ વાપરવાનું શરૂ કરવા માટે, બિઝનેસ આ ઝડપી પગલાં અનુસરી શકે છે.

WhatsApp Business ઍપ અથવા WhatsApp Business APIનો ઉપયોગ કરી રહેલા દુનિયાભરના બિઝનેસ માટે QR કોડ આજથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.

બિઝનેસ શું પૂરું પાડે છે એ જાણવા માટે કેટલોગ શેર કરવાની સુવિધા

કેટલોગ બિઝનેસને તેમનો માલસામાન અથવા સેવાઓ પ્રદર્શિત કરવાની સુવિધા આપે છે, જે વેચાણ વૃદ્ધિમાં તેમની મદદ કરી શકે છે. ગયા વર્ષે લોન્ચ કર્યા પછી, લોકો માટે WhatsApp પર બિઝનેસ સાથે વાતચીત કરવાની આ લોકપ્રિય રીત બની ગઈ છે. હકીકતમાં, દર મહિને 4 કરોડથી વધુ લોકો WhatsApp પર બિઝનેસના કેટલોગ જુએ છે.

લોકો માટે પ્રોડક્ટ શોધવાનું વધુ સરળ બનાવવા માટે, અમે કેટલોગ અને દરેક વસ્તુને વેબસાઇટ, Facebook, Instagram અને બીજે ક્યાંય પણ લિંક તરીકે શેર કરવાનું ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. અને જો લોકો તેમને મળેલું કેટલોગ કે વસ્તુને મિત્રો કે કુટુંબીઓ સાથે શેર કરવા માગતા હોય, તો તેઓ બસ લિંકને કોપી કરીને તેને WhatsApp અથવા બીજી કોઈ જગ્યાએ પણ શેર કરી શકે છે.

કેટલોગની લિંક બધે જ ઉપલબ્ધ છે અને તેને કેવી રીતે શેર કરવી તે અંગે બિઝનેસ અહીં શીખી શકે છે.

અત્યારે બિઝનેસ નવી હકીકતને સ્વીકારીને તેની સાથે સુમેળ સાધવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેને સરળતાથી ચલાવવાનો માર્ગ લાંબો અને પડકારજનક રહેશે, આવા સંજોગોમાં અમે તેમને સપોર્ટ કરવાના પૂરતા પ્રયત્નો કરવા માગીએ છીએ.

9 જુલાઈ, 2020
Tweet
રજૂ કરી રહ્યા છીએ હલતાં સ્ટિકરો, QR કોડ અને બીજું ઘણું

દુનિયાભરમાં WhatsApp 200 કરોડ કરતાં વધુ લોકો દ્વારા ઉપયોગમાં લેવાય છે અને પસંદ કરાય છે. ખરું કે અમારું ધ્યાન લોકોને તેઓના મિત્રો અને સ્નેહીજનો સાથે ચેટ કરવા માટેનું એક સરળ, ભરોસાપાત્ર અને અંગત માધ્યમ પૂરું પાડવાનું છે. સાથેસાથે અમે અમારી પ્રોડક્ટ ડિઝાઇનને પણ આગળ ધપાવી રહ્યાં છીએ, જેથી WhatsApp કોઈ પણ વ્યક્તિ માટે ક્યાંયથી પણ કનેક્ટ થવાનું ઉપયોગી માધ્યમ બની રહે.

આજે, અમે અમારી નવી સુવિધાઓ વિશે ખાતરી કરતા ઘણી ઉત્સુકતા અનુભવીએ છીએ, જે આવતા કેટલાંક અઠવાડિયાઓમાં ખુલ્લી મુકાશે:

  • હલતાં સ્ટિકરો: WhatsApp પર સ્ટિકરોથી વાતચીત કરવાનું ચલણ ઝડપથી વધી રહ્યું છે અને દરરોજના કરોડો સ્ટિકરોનો ઉપયોગ થઈ રહ્યો છે. અમે નવા હલતા સ્ટિકરોનું પેક બહાર પાડી રહ્યાં છીએે, જે વધુ મજેદાર અને અર્થસભર છે.
  • QR કોડ: નવો સંપર્ક ઉમેરવાની રીતને અમે વધુ સહેલી બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં, જ્યારે તમે કોઈ નવી વ્યક્તિને મળો, ત્યારે તમે તેઓને તમારા સંપર્કોમાં ઉમેરવા માટે સહેલાઈથી તેઓનો QR કોડ સ્કેન કરી શકશો. તેઓનો નંબર એક પછી એક અંકો દબાવીને ઉમેરવાથી હવે મળશે રાહત.
  • WhatsApp વેબ અને ડેસ્કટોપ માટે ડાર્ક મોડ: અતિ લોકપ્રિય થયેલો ડાર્ક મોડ હવે તમારા કમ્પ્યૂટરમાં પણ મળી રહેશે.
  • ગ્રૂપ વીડિયો કૉલમાં સુધારા: 8 સભ્યોનો સમાવેશ કરતા વીડિયો કૉલ સાથે, હવે તમે જેના પર ચાહો તેના પર ફોકસ કરી શકશો. કોઈ સભ્યનો વીડિયો ફૂલ સ્ક્રીન પર જોવા માટે થોડી વાર એમના વીડિયો પર દબાવી રાખો. અમે ગ્રૂપ ચેટમાં 8 કે તેથી ઓછા સભ્યો સાથે વાત કરવા માટે વીડિયો આઇકન ઉમેર્યું છે, જેથી તમે સહેલાઈથી એક વાર દબાવીને ગ્રૂપ વીડિયો કૉલ ચાલુ કરી શકો છો.
  • KaiOS પર હવે સ્ટેટસ: KaiOS વાપરનારાઓ હવે આ લોકપ્રિય સુવિધાનો આનંદ માણી શકે છે. હવે તેઓ અપડેટ શેર કરી શકશે જે 24 કલાક પછી દેખાશે નહિ.

આ સુવિધાઓ આવતા કેટલાંક અઠવાડિયાઓમાં WhatsAppના સૌથી નવા વર્ઝનમાં ખુલ્લી મુકાશે.

1 જુલાઈ, 2020
Tweet
અમે બ્રાઝિલનાં લોકો અને નાના બિઝનેસ માટે WhatsApp પર પેમેન્ટની સુવિધા લાવી રહ્યા છીએ

અમને એ જાહેર કરતા આનંદ થાય છે કે અમે આજથી બ્રાઝિલના WhatsApp વાપરનાર લોકો માટે ડિજિટલ પેમેન્ટની સુવિધા લાવી રહ્યા છીએ. લોકો સુરક્ષિત રીતે પૈસા મોકલી શકશે અથવા તેમની ચેટમાંથી બહાર નીકળ્યા વગર લોકલ બિઝનેસ પાસેથી ખરીદી કરી શકશે.

1 કરોડથી વધુ નાના અને માઇક્રો બિઝનેસ બ્રાઝિલના સમાજની જીવાદોરી છે. સવાલોના જવાબ મેળવવા બિઝનેસને સીધી પૂછપરછ કરવી એ ગ્રાહકોના સ્વભાવમાં વણાઈ ગયું છે. હવે સ્ટોરના કેટલોગને જોવા ઉપરાંત ગ્રાહકો પ્રોડક્ટની ખરીદી બદલ પેમેન્ટ પણ મોકલી શકશે. પેમેન્ટની લેવડ-દેવડ સરળ બનાવવાથી વધુ બિઝનેસને ડિજિટલ અર્થતંત્રમાં લાવવામાં અને વિકાસની નવી તકો ખોલવામાં મદદ મળી શકે છે.

વધુમાં, અમે તમારા પ્રિયજનોને પૈસા મોકલવાનું મેસેજ મોકલવા જેટલું જ સરળ બનાવી રહ્યા છીએ, જ્યારે લોકો એકબીજાથી દૂર રહેતા હોય ત્યારે આનાથી મહત્ત્વનું બીજું કંઈ ન હોઈ શકે. WhatsApp પર પેમેન્ટની સુવિધા Facebook Pay દ્વારા સંચાલિત હોવાથી, ભવિષ્યમાં અમે લોકો અને બિઝનેસની સગવડ માટે Facebookની તમામ ઍપ્લિકેશનોમાં એક જ કાર્ડથી પેમેન્ટ કરવાની સુવિધા આપવાનું વિચારી રહ્યા છીએ.

અમે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેમેન્ટની સુવિધા બનાવી છે અને બિનસત્તાવાર વ્યવહારોને અટકાવવા માટે ખાસ છ અંકોનો પિન અથવા ફિંગરપ્રિન્ટ નાખવી જરૂરી રહેશે. શરૂઆતમાં, અમે Visa અને Mastercard નેટવર્ક પર Banco do Brasil, Nubank અને Sicrediના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ સપોર્ટ કરીશું અને તે માટે અમે બ્રાઝિલના અગ્રણી પેમેન્ટ પ્રોસેસર Cielo સાથે મળીને આ સુવિધા આપવા માટે કામ કરી રહ્યા છીએ. ભવિષ્યમાં વધુ પાર્ટનરોને આવકારવા અમે બધા અપનાવી શકે એવું મોડલ બનાવ્યું છે.

WhatsApp પર પૈસા મોકલવા કે ખરીદી કરવા માટે અમે લોકો પાસેથી વધારાનો કોઈ ચાર્જ લેતા નથી. ગ્રાહકોનું પેમેન્ટ મેળવવા માટે પ્રોસેસિંગ ફી જે તે બિઝનેસ ચૂકવશે, જેમ તેઓ ક્રેડિટ કાર્ડના વ્યવહારો સ્વીકારતી વખતે કરતા હશે એવી જ રીતે.

આજથી સમગ્ર બ્રાઝિલના લોકો માટે WhatsApp પર પેમેન્ટની સુવિધા શરૂ કરવામાં આવી છે અને આગળ જતાં આ સુવિધા દરેક માટે સુલભ બનાવવી એ અમારું લક્ષ્ય છે.

15 જૂન, 2020
Tweet
હવે 8 સભ્યો સાથે ગ્રૂપ વીડિયો અને વોઇસ કૉલ પર વાત કરી શકાશે

કોવિડ-19 વૈશ્વિક મહામારીને કારણે આપણામાંંનાં ઘણાં પોતાનાં કુટુંબ અને મિત્રોથી વિખૂટા પડી ગયાં છે. પરિણામે, અમે જોઈએ છીએ કે દુનિયા ફરતે WhatsApp પર લોકો વોઇસ અને વીડિયો કૉલથી પહેલાંની સરખામણીમાં સૌથી વધુ સમય પસાર કરી રહ્યાં છે. ખાસ તો, ગ્રૂપ કૉલ ઉપયોગી હોવાથી, એક વારમાં એક કરતાં વધુ લોકો સાથે જોડાવાની માંગણી અમારા વપરાશકર્તાઓએ કરી હતી. આજથી શરૂ થઈ રહેલી આ નવી સુવિધામાં, અમે WhatsApp પર વીડિયો અને વોઇસ કૉલથી એક સમયે જોડાનાર સભ્યોની સંખ્યા બેગણી કરીને, 4થી 8 કરી રહ્યાં છીએ.

ગયા મહિનાથી, લોકો સરેરાશે WhatsApp કૉલ પર દરરોજની 1500 કરોડ મિનિટ વીતાવી રહ્યાં છે, જે મહામારી પહેલાંના સમય કરતાં અનેક ગણી વધુ છે. લખેલા મેસેજની જેમ જ, એ તમામ કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત કરેલા છે. અમે ગ્રૂપમાં કૉલ કરવાની સુવિધાને એવી રીતે બનાવી છે કે વધુને વધુ વપરાશકર્તાઓ સુધી અને ઓછી ગુણવત્તા ધરાવતા ડિવાઇસ અને ધીમા નેટવર્કવાળી પરિસ્થિતિમાં પણ એ સુવિધાને ઉપલબ્ધ બનાવી શકીએ.

અમે જાણીએ છીએ કે લોકો અત્યારે ઘરે હોવાથી જુદી જુદી રીતોથી જોડાવા ઇચ્છે છે, તેથી જ WhatsApp Portal પર ઉપલબ્ધ છે. આ સૌથી સારી રીત હોવાનું ઘણા વપરાશકર્તાઓએ અમને જણાવ્યું છે. ઘરમાં કેદ છીએ ત્યારે અમારો લિવિંગ રૂમ કુટુંબ સાથે અમે આસાનીથી શેર કરી શકીએ છીએ.

WhatsApp કૉલ પર વધુ સભ્યો સાથે જોડાવાની આ નવી સુવિધા મેળવવા માટે, કૉલ પરના બધા સભ્યોએ iPhone અથવા Android પર આજે ઉપલબ્ધ લેટેસ્ટ વર્ઝન પર અપડેટ કરવું જરૂરી છે. તમારા મિત્રો અને કુટુંબના સભ્યોને WhatsAppને અપડેટ કરવાનું અને આ નવી સુવિધા અજમાવવા કહો.

28 એપ્રિલ, 2020
Tweet
પછીનું પેજ

WhatsApp

  • સુવિધાઓ
  • સુરક્ષા
  • ડાઉનલોડ કરો
  • WhatsApp વેબ
  • બિઝનેસ
  • પ્રાઇવસી

કંપની

  • અમારા વિશે
  • કારકિર્દી
  • બ્રાંડ સેન્ટર
  • સંપર્ક કરો
  • બ્લોગ
  • WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

  • Mac/PC
  • Android
  • iPhone

મદદ

  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • Twitter
  • Facebook
  • કોરોના વાઇરસ
2021 © WhatsApp Inc.
પ્રાઇવસી અને શરતો