5 નવેમ્બર, 2020
અત્યારે, WhatsApp મેસેજ લગભગ કાયમ માટે આપણા ફોન પર રહે છે. ખરું કે મિત્રો અને કુટુંબો સાથે વિતેલી યાદો સાચવી રાખવી સારી વાત છે, પણ આપણે મોકલીએ એ બધું જ કાયમ માટે રહે એ જરૂરી નથી.
અમારો ધ્યેય તમને WhatsApp પરની વાતચીતોનો રૂબરૂ અનુભવ આપવાનો છે, જેથી તેને કાયમ માટે સાચવવાની જરૂર ન રહેવી જોઈએ. એટલા માટે જ અમે WhatsApp પર ગાયબ થતા મેસેજનો વિકલ્પ રજૂ કરતી વેળાએ ઉત્સાહિત છીએ.
જ્યારે ગાયબ થતા મેસેજ ચાલુ કરેલા હોય, ત્યારે કોઈ ચેટમાં મોકલેલા નવા મેસેજ 7 દિવસ પછી ગાયબ થઈ જશે, એનાથી વાતચીત વધુ હળવી અને વધુ પ્રાઇવેટ બની શકશે. એકબીજા સાથેની વ્યક્તિગત ચેટમાં બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ગાયબ થતા મેસેજને ચાલુ કે બંધ કરી શકે છે. ગ્રૂપમાં, એડમિને પાસે નિયંત્રણ હશે.
હમણાં અમે 7 દિવસના સમય સાથે આ સુવિધા ચાલુ કરી રહ્યાં છીએ, કેમ કે વાતચીતો હંમેશાં માટે ન રહેવાને કારણે અમને લાગે છે કે એનાથી મનની શાંતિ મળે છે અને એ વ્યવહારું પણ છે કેમ કે તમે શાના વિશે વાતચીત કરો છો એ ભૂલશો પણ નહિ. તમે અમુક દિવસ પહેલાં મેળવેલા શોપિંગ લિસ્ટ કે દુકાનનું સરનામું, તમને જરૂર હોય ત્યાં સુધી રહેશે અને કામ પતી ગયા પછી ગાયબ થઈ જશે. આ વિશે તમે વધુ માહિતી મેળવવા સાથે ગાયબ થતા મેસેજની સુવિધા કેવી રીતે ચાલુ કરવી એ વિશે તમે અહીં વાંચી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે તમને ગાયબ થતા મેસેજની સુવિધા વાપરવાની મજા આવશે, જે આ મહિને તમામ વપરાશકર્તાઓ માટે ખુલ્લી મુકાઈ રહી છે.