વિશ્વભરમાં લોકો તેમને ગમતા લઘુ ઉધ્યોગો સાથે સંપર્ક સાધવા WhatsAppનો ઉપયોગ કરે છે — ભારતમાં ઓનલાઈન કાપડ વ્યવસાયોથી લઈને બ્રાઝીલમાં ગાડીયોના પાર્ટસની દુકાનો સુધી. પણ અમે WhatsAppને લોકો માટે બનાવ્યો છે, અને અમે તેમના માટે વ્યાવસાયિક અનુભવને ઉચ્ચતર બનાવવા માગીયે છીયે. દા.ત. વ્યવસાયો માટે ઘરાકોને સરળતાથી જવાબ આપવા, અંગત અને ઘરાકો સાથેના સંદેશાઓનું વર્ગીકરણ કરવું, અને સત્તાવાર હાજરી બનાવી રાખવી સરળ બનાવીને.
તો આજે અમે WhatsApp Business — નાના વ્યવસાયો માટે એક મફતમાં ડાઉનલોડ કરી શકાય તેવું Android માટેનું અૅપ રજુ કરીયે છીયે. અમારું નવું અૅપ કમ્પનીયો માટે તેમના ઘરાકો સાથે સંપર્ક સાધવું અને અમારા ૧.૩ બીલીયન ઉપભોક્તાઓ માટે તેમને ગમતા વ્યવસાયો સાથે વાત કરવું સરળ બનાવશે. તે આ રીતે:
લોકો WhatsAppનો રાબેતા મુજબ ઉપયોગ ચાલૂ રાખી શકે છે — કોઈ નવી વસ્તુ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અને લોકો પાસે, વ્યવસાયિક ખાતાઓ સમેત કોઈ પણ ખાતાને પ્રતિબંધિત કરવાના અને સ્પામની ફરિયાદ કરવાના અધિકાર સાથે, તેમને પ્રાપ્ત થયેલ સંદેશાઓ પર સંપૂર્ણ નિયંત્રણ રહેશે.
ભારત અને બ્રાઝીલમાં ૮૦% જેટલા વ્યવસાયોનું કહેવું છે, કે WhatsApp તેમને ઘરાકો સાથે ચર્ચા કરવામાં આને તેમના વ્યવસાયને ફેલાવવા, બન્નેમાં કાર્યોમાં આજે મદદ કરે છે (સ્ત્રોત: Morning Consult study). અને WhatsApp Business એક ઝડપી અને સરળ રીતે લોકો માટે તેમની સાથે સંપર્ક સાધવામાં સગવડ આપશે.
આજે WhatsApp Business રજુ કરવામાં આવે છે, અને ઈન્ડોનેશિયા, ઈટાલી, મેક્સીકો, ઈંગલૈંડ અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં Google Play પર મફત ડાઉનલોડ કરી શકાય છે. આ અૅપને વિશ્વભરમાં આવતા અઠવાડીયાઓમાં રજુ કરવામાં આવશે. આ તો બસ શરૂઆત છે!