10 જુલાઈ, 2018
આજથી, WhatsApp એ સૂચવશે કે તમને મળતા કયા મેસેજ તમને ફોરવર્ડ કરવામાં આવ્યા છે. આ વધારાનો સંદર્ભ વન-ઓન-વન અને ગ્રૂપ ચેટને અનુસરવાનું વધુ સહેલું કરવામાં મદદ કરશે. તે તમને એ નિર્ધારિત કરવામાં પણ મદદ કરે છે કે તમારા મિત્ર અથવા સંબંધીએ મોકલેલો મેસેજ તેમણે લખ્યો છે કે પછી તે મૂળ રૂપે કોઈ બીજા પાસેથી આવ્યો છે. આ નવું ફોરવર્ડ કરેલાનું લેબલ જોવા માટે, તમારી પાસે તમારા ફોન પર WhatsAppનું નવીનતમ સપોર્ટેડ વર્ઝન હોવું જરૂરી છે.
WhatsApp તમારી સલામતી વિશે અતિશય કાળજી કરે છે. અમે તમને ફોરવર્ડ કરેલા મેસેજને શેર કરવાની પહેલાં વિચારવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. એક રિમાઇન્ડર તરીકે જણાવી દઈએ, તમે સ્પામની જાણ કરી શકો છો અથવા એક ટેપમાં કોઈ નંબર/વ્યક્તિ સાથેનો સંપર્ક તોડી શકો છો અને મદદ માટે હંમેશાં સીધો જ WhatsAppનો સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે, કૃપા કરીને અમારા WhatsApp સલામતી સંબંધી ટિપ્સના પેજની મુલાકાત લો.