19 જુલાઈ, 2021
એવા સમયે જ્યારે આપણામાંના ઘણા બધાં લોકો એકબીજાથી દૂર હોય, ત્યારે મિત્રો અને પરિવારજનો સાથે ગ્રૂપ કૉલમાં એકબીજાને મળવાથી વધુ સારું કંઈ ન હોઈ શકે અને જ્યારે તમને ખબર પડે કે તમે એક ખાસ ક્ષણ ગુમાવી દીધી છે તો તેથી વધુ ખરાબ પણ કંઈ નથી.
ગ્રૂપ કૉલની વધતી લોકપ્રિયતા સાથે અમે અમારા વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા કામ કરતાં આવ્યા છીએ - અને સાથે જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા અને પ્રાઇવસી તો ખરી જ.
આજે અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ગ્રૂપ કૉલમાં જોડાવાની ક્ષમતા, તે શરૂ થઈ ગયા પછી પણ. કોઈપણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ, ગ્રૂપ કૉલ શરૂ થતી વખતે જ તેનો જવાબ આપવાની ચિંતાને દૂર કરે છે અને WhatsApp પર ગ્રૂપ કૉલિંગમાં વ્યક્તિગત વાતચીતની સહજતા અને સરળતાનો આનંદ પ્રદાન કરે છે.
કેટલીક શ્રેષ્ઠ વાતચીતો ત્યારે થતી હોય છે જ્યારે તમે તેની સૌથી ઓછી અપેક્ષા રાખી હોય. હવે, જો તમારા ગ્રૂપમાંથી કોઈ ફોનની રિંગ વાગે ત્યારે તેનો જવાબ આપવાનું ચૂકી જાય છે, તો તેઓ હજી પણ ગમે ત્યારે કૉલમાં જોડાઈ શકે છે. તમે કૉલ ચાલુ હોય તે દરમિયાન કોઈપણ સમયે કૉલ છોડી શકો છો અને ફરીથી પણ જોડાઈ શકો છો.
અમે એક કૉલ માહિતી સ્ક્રીન પણ બનાવી છે જેથી તમે જોઈ શકો કે કોણ પહેલાથી જ કૉલમાં હાજર છે અને કોને આમંત્રિત કર્યા છે પણ હજી જોડાયા નથી. અને જો તમે 'અવગણો' દબાવ્યું હોય, તો તમે WhatsAppમાં કૉલ ટેબમાંથી પછી પણ જોડાઈ શકો છો.
કોઈપણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ આજે જ પ્રસ્તુત થઈ રહ્યાં છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો આ નવા અનુભવનો ભરપૂર આનંદ માણે.
તમે તેને કેવી રીતે અજમાવી જોવું તે અહીં જોઈ શકો છો.