આખા WhatsAppના અનુભવમાં સમૂહો મોટો ભાગ ભજવે છે, ભલે ને પછી તે કોઈ કુટુંબના લોકો ધરતીના છોરેથી સંપર્કમાં રહેતા હોય, અથવા નાનપણના મિત્રો વરસો વરસ એકબીજા સાથે સંબંધ જાળવતા હોય. જરૂરી સલાહ શોધતા નવા માતા પિતા, ભણતર માટે ભેગા થતા વિધ્યાર્થી, અને કુદરતી હોનારત બાદ રાહતકાર્યની ગોઠવણી કરતા નગરના અગ્રણીઓ જેવા પણ લોકો પણ છે, જે WhatsApp પર સમૂહોમાં જોડાતા હોય છે. આજે, અમે સમૂહોમાં અમે કરેલ સુધારાઓને રજુ કરી રહ્યા છીએ.
નવું શું છે
- સમૂહ વર્ણન: સમૂહ માહિતી હેઠળ દેખાતું એક નાનું વિગતવાર લખાણ, જે તમને તમારા સમૂહ માટે હેતુ, માર્ગદર્શન અથવા વિષય નક્કી કરવાની સગવડ આપે છે. જ્યારે કોઈ નવો માણસ સમૂહમાં જોડાય, ત્યારે વાતની ઉપર આ વર્ણન દર્શિત થશે.
- સંચાલક નિયંત્રણો: સમૂહની સેટિંગ્સમાં, એક નવું નિયંત્રણ છે જે સંચાલકોને સમૂહનો વિષય, ચિહ્ન અને વર્ણનમાં ફેરફાર કરી શકવા વાળા નક્કી કરવાની સગવડ આપે છે.
- સમૂહની જાણ રાખવી: તમારી કોઈ સમૂહ વાતથી દૂર રહ્યા બાદ, તમારા ઉલ્લેખ અથવા જવાબો દાખવતા સંદેશાઓની, વાતમાં નીચેના જમણા ખુણાંમાં જાહેર ટતા નવા @ બટન પર ટેપ કરીને, ઝડપથી જાણ મેળવો.
- સહભાગીની શોધ: સમૂહ માહિતી પાના પરથી સમૂહમાં કોઈ પણ સહભાગીને શોધો.
- હવે સંચાલકો સમૂહના સહભાગીઓને સંચાલક હોવા પરથી બરતરફ કરી શકે છે, પણ સમૂહના રચનાકાર તેમના બનાવેલ સમૂહોમાંથી હવે હટાવી શકાશે નહીં.
અમે એક પરિવર્તન પણ કર્યું છે જેથી સમૂહ છોડી જનારાઓને વારે ઘડીએ સમૂહમાં ઉમેરી ના શકાય.આ વિશેષતાઓ આજે Android અને iPhone વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે. અમને આશા છે કે આ નવી અપડેટોને તમે ખૂબ માણશો!