કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોકોમ્યુનિટી બનાવોસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2023 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફતમાં મેસેજ અને કૉલ કરવાની સુવિધા*.

    • કોમ્યુનિટી બનાવો

      ગ્રૂપની વાતચીત સરળ બનાવવામાં આવી.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • WhatsApp વેબ
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

WhatsApp પર બિઝનેસનો સંપર્ક કરવાની નવી રીતો

સમગ્ર વિશ્વના બિઝનેસ ફરીથી ખુલવાની અને ઓનલાઇન વ્યવહારો વધારવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે લોકોને પ્રશ્નો પૂછવા, માહિતી મેળવવા કે તેમને જોઈતી વસ્તુ ખરીદવા માટે બિઝનેસનો સંપર્ક કરવાના સરળ માધ્યમોની જરૂર છે.

આજની તારીખે અમે 5 કરોડથી વધુ WhatsApp Business ઍપ વાપરનારાઓને સપોર્ટ કરી રહ્યા છીએ. લોકોની નજરમાં આવવામાં તેમની અને WhatsApp Business API પરના હજારો મોટા-મોટા બિઝનેસની મદદ કરવા માટે, અમે WhatsApp પર બિઝનેસ સાથે ચેટ શરૂ કરવા અને તેઓ કયો માલસામાન અને સેવાઓ ઓફર કરે છે તે જોવા માટે નવી સુવિધાઓ પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

QR કોડનો ઉપયોગ કરીને બિઝનેસ સાથે ચેટ શરૂ કરવી

QR કોડ એ ડિજિટલ ફ્રન્ટ ડોર છે કે જે બિઝનેસ સાથેની ચેટને ખોલવાનું શક્ય એટલું સહેલું બનાવે છે. આ પહેલાં, જ્યારે લોકો પોતાની પસંદના કોઈ બિઝનેસના સંપર્કમાં આવતા, ત્યારે એક-એક કરીને તેના WhatsApp નંબર તેમના સંપર્કોમાં ઉમેરવાની જરૂર પડતી હતી. હવે, ચેટ શરૂ કરવા માટે લોકો સરળતાથી બિઝનેસના સ્ટોર, પ્રોડક્ટના પેકિંગ કે રસીદ પર દર્શાવેલો QR કોડ સ્કેન કરી શકે છે.

દાખલા તરીકે, ઉત્તમ ટોય નામની રાજકોટની રમકડાંની એક દુકાને અમને આ સુવિધાને ટેસ્ટ કરવામાં મદદ કરી હતી. આ દુકાન તેઓના માલસામાનના પેકેજિંગ પર અને રમકડાંના ટેગ પર QR કોડ લગાવે છે.

QR કોડ સ્કેન કરવાથી ચેટ ખૂલશે જેમાં બિઝનેસ દ્વારા વાતચીત શરૂ કરવા માટે પહેલેથી બનાવેલો મેસેજ દેખાશે. ઍપનાં મેસેજિંગ ટૂલની મદદથી, બિઝનેસ વાતચીતને આગળ ધપાવવા માટે ઝડપથી તેમના કેટલોગ જેવી માહિતીને વળતામાં મોકલી શકે છે. QR કોડનો ઉપયોગ કરવાનું શરૂ કરવા માટે, બિઝનેસ આ ઝડપી પગલાંને અનુસરી શકે છે.

WhatsApp Business ઍપ અથવા WhatsApp Business APIનો ઉપયોગ કરી રહેલા વિશ્વભરના બિઝનેસ માટે QR કોડ આજથી ઉપલબ્ધ થઈ રહ્યા છે.

બિઝનેસ શું-શું ઓફર કરે છે તે શોધવા માટે કેટલોગ શેરિંગ

કેટલોગ, બિઝનેસને તેમના દ્વારા ઓફર કરવામાં આવતા માલસામાન અથવા સેવાઓને પ્રદર્શિત અને શેર કરવાની પરવાનગી આપે છે, જે વેચાણ સુનિશ્ચિત કરવામાં તેમની મદદ કરી શકે છે. ગયા વર્ષે લોન્ચ કર્યા પછી, લોકો માટે WhatsApp પર બિઝનેસ સાથે વાતચીત કરવાની આ લોકપ્રિય રીત બની ગઈ છે. હકીકતમાં, દર મહિને 4 કરોડથી વધુ લોકો WhatsApp પર બિઝનેસના કેટલોગ જુએ છે.

લોકો માટે પ્રોડક્ટ શોધવાનું વધુ સરળ બનાવવા માટે, અમે કેટલોગ અને દરેક વસ્તુને વેબસાઇટ, Facebook, Instagram અને બીજે ક્યાંય પણ લિંક તરીકે શેર કરવાનું ઉપલબ્ધ બનાવી રહ્યા છીએ. અને જો લોકો તેમને મળતા કેટલોગ કે વસ્તુને મિત્રો કે કુટુંબીજનો સાથે શેર કરવા માંગતા હોય, તો તેઓ બસ લિંકને કોપિ કરીને WhatsApp અથવા અન્ય જગ્યાઓ પર પણ તેને શેર કરી શકે છે.

કેટલોગની લિંક વૈશ્વિક ધોરણે ઉપલબ્ધ છે અને બિઝનેસ તેને કેવી રીતે શેર કરવી તે અહીં જાણી શકે છે.

જોકે બિઝનેસ નવી વાસ્તવિકતા સાથે સુમેળ સાધશે ત્યારે તેમના માટે રહેલો આગળ વધવાનો માર્ગ લાંબો અને પડકારજનક રહેશે, તેમ છતાં અમે આ પરિસ્થિતિમાં તેમને સપોર્ટ કરવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.

9 જુલાઈ, 2020

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએસુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએઅમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરોAndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રડાઉનલોડ કરોસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2023 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી