3 ઓગસ્ટ, 2020
ચેટમાં શેર કરીને ઘણી વધુ વખત ફોરવર્ડ કરેલા મેસેજ પર WhatsApp ફોરવર્ડ કરેલોનું એક ખાસ લેબલ મૂકે છે. આ બે તીર લોકોને એ જાણવામાં મદદ કરે છે કે તેમને મળેલો મેસેજ તેમના કોઈ નજીકના સંપર્કે લખેલો નથી. આ વર્ષની શરૂઆતમાં, WhatsAppનું ખાનગીપણું જાળવી રાખવા માટે અમે આવા મેસેજ એક વખતમાં કેટલી વખત મોકલી શકાય તેની મર્યાદાઓ સેટ કરી હતી.
આજે, અમે ચેટમાં બિલોરી કાચના બટનને દબાવીને આવા મેસેજને ખાતરીપૂર્વક તપાસવાની એક સરળ રીત આપી રહ્યા છીએ. સરળ રીતે મેસેજ શોધવાની સુવિધાથી લોકોને ઘણી વખત ફોરવર્ડ કરાયેલા મેસેજની ખરાઈ કરવા માટે તે મેસેજ અંગેના સમાચારના પરિણામો અને માહિતીના બીજા માધ્યમો શોધવામાં મદદ મળે છે.
વપરાશકર્તાઓ મેસેજને તેમના બ્રાઉઝરથી અપલોડ કરીને આ સુવિધા વાપરી શકે છે અને WhatsApp તે મેસેજ ક્યારેય જોતું નથી.
Android, iOS અને WhatsApp વેબ માટે WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરતા બ્રાઝિલ, ઇટલી, આયર્લેન્ડ, મેક્સિકો, સ્પેન, યુકે અને યુએસના લોકો માટે આજથી વેબ પર શોધવાની સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.