22 ઑક્ટોબર, 2020
પાછલા કેટલાક વર્ષોમાં, અમે વ્યક્તિગત રીતે સંપર્ક કરવા માટે મેસેજિંગ ઍપ્લિકેશનો તરફનો એક વાસ્તવિક ઝુકાવ જોયો છે અને બિઝનેસને આગળ વધારવા માટે વધુને વધુ લોકો WhatsApp પર આધાર રાખતા થયાં છે.
ઘણી બધી જૂની રીતો જેનો ઉપયોગ કરીને લોકો અને બિઝનેસ એકબીજાનો સંપર્ક કરે છે તે હવે વપરાશમાં નથી. જ્યારે બિઝનેસ વાર્ષિક ધોરણે અબજો રૂપિયા ફોન કૉલ, ઇમેઇલ, SMS પાછળ ખર્ચે છે, ત્યારે લોકો એવું નથી ઇચ્છતા કે ફોન પર તેમને વધુ સમય રાહ જોવી પડે, તેમનો કૉલ એક વ્યક્તિથી બીજી વ્યક્તિને ટ્રાન્સફર થયો રહે અને તેમનો મેસેજ પહોંચ્યો છે કે નહિ તેવી અનિશ્ચિતતામાં તેઓને રહેવું પડે.
દુનિયા ફરતે ફેલાયેલી મહામારીએ સ્પષ્ટ કરી દીધું છે કે બિઝનેસ માટે પોતાના ગ્રાહકોને સેવા પૂરી પાડવા અને વેચાણ કરવા માટે ઝડપી અને અસરકારક માધ્યમોની જરૂર છે. WhatsApp આ સમયમાં સરળ અને અનુકૂળ સાધન સાબિત થયું છે. દરરોજ 17.5 કરોડથી પણ વધુ વધુ લોકો WhatsApp Business એકાઉન્ટને મેસેજ મોકલે છે. અમારું સંશોધન જણાવે છે કે લોકો મદદ મેળવવા માટે બિઝનેસને મેસેજ કરવાનું પસંદ કરે છે અને તેઓ જ્યારે આમ કરે ત્યારે મોટેભાગે ખરીદી કરે તેવી શક્યતા હોય છે.
જોકે, હજી અમારે ઘણું વિકસાવવાનું બાકી છે. છેલ્લા બે વર્ષોમાં, અમે બધા પ્રકારના બિઝનેસને તેઓની ચેટનું સંચાલન કરવા માટે WhatsApp Business ઍપ અને WhatsApp Business API પૂરી પાડી છે. અસરકારક સાબિત થયેલી સુવિધા પર મેળવેલા પ્રતિસાદને અમે સાંભળ્યા છે અને અમે માનીએ છીએ કે ગ્રાહકો અને બિઝનેસને જોડવા માટે WhatsApp એ મેસેજિંગને સૌથી સારું માધ્યમ બનાવવામાં મદદ કરી શકે છે. એ તરફ અમે અમારું રોકણ નીચેના વિસ્તારોમાં વધારી રહ્યાં છીએ:
અમે જાણીએ છીએ કે મોટાભાગના લોકો મિત્રો અને કુટુંબ સાથે માત્ર વાતચીત કરવા માટે WhatsApp વાપરવાનું ચાલુ રાખશે, એટલે જ અમે સરસ નવી સુવિધાઓ વિકસાવવાનું અને લોકોની પ્રાઇવેટ વાતચીતોને સુરક્ષિત રાખવાનું ચાલુ રાખીશું.
અમે માનીએ છીએ કે WhatsApp પર ઉમેરવામાં આવેલા આ વધારાના અનુભવો ઘણાં લોકો અને બિઝનેસની સાચી જરૂરિયાતોને સંતોષે છે, પછી ભલે તેઓ પાસે હોય કે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠા હોય. આગામી સમયમાં રજૂ થનારી સેવાઓ વિશે અમે ખૂબ ઉત્સાહિત છીએ અને આવનારા મહિનાઓમાં અમે આ સેવાઓને ક્રમશઃ બહાર પાડીશું.