2 સપ્ટેમ્બર, 2021
હવે જ્યારે તમે તમારો ફોન Androidમાંથી બદલી iPhone કરો છો ત્યારે તમે તમારી સંપૂર્ણ જૂની WhatsApp ચેટ ટ્રાન્સફર કરીને તેને જાળવી રાખી શકો છો.
તમારા WhatsApp મેસેજ ફક્ત તમારા માટે જ છે. આ કારણે તમારા વ્યક્તિગત WhatsApp મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને આ જ કારણે અમે તે તમારી ચેટમાંથી આપમેળે ગાયબ થઈ જાય તેવી પદ્ધતિઓ આપીએ છીએ.
અમારી સુવિધાઓ અંગે મળતી વિનંતીઓમાં ફોન બદલતી વખતે જૂની ચેટને એક ઓપરેટિંગ સિસ્ટમમાંથી બીજીમાં ટ્રાન્સફર કરવાની સુવિધા આપવાની વિનંતી સૌથી વધુ આવતી. આ સુવિધા સુરક્ષિત અને વિશ્વસનીય રહે એમ બનાવવા માટે અમે ઓપરેટિંગ સિસ્ટમ અને ડિવાઇસ ઉત્પાદકો સાથે મળીને સખત મહેનત કરી છે.
અમે તમારી WhatsApp હિસ્ટ્રીને iOSમાંથી Android પર લઈ જવાની સુવિધા શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ પ્રક્રિયામાં તમારા મેસેજને WhatsApp પર મોકલાતા નથી અને તેમાં વોઇસ મેસેજ, ફોટા તથા વીડિયોનો સમાવેશ થાય છે. આ સુવિધા Android 12 અને તેના પછીનું વર્ઝન ધરાવતા ડિવાઇસ પર ઉપલબ્ધ છે.
જ્યારે તમે એક નવું ડિવાઇસ સેટ કરો ત્યારે, તમને તમારી જૂની WhatsApp ચેટને તમારા જૂના ડિવાઇસમાંથી તમારા નવા ડિવાઇસમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ પ્રક્રિયા માટે USB-C ટૂ લાઇટનિંગ કેબલની જરૂર પડશે. વધુ માહિતી અહીં મળશે.
આતો ફક્ત એક શરૂઆત છે. લોકો તેમની પસંદગીનું પ્લેટફોર્મ અપનાવે ત્યારે તેઓ તેમની ચેટને તેમની સાથે જ રાખી શકે તેવો વિકલ્પ વધુને વધુ લોકો સમક્ષ રજૂ કરવા અમે આતુર છીએ.
છેલ્લું અપડેટ: 20 જુલાઈ, 2022