24 એપ્રિલ, 2018
આગલા મહિને, યુરોપિયન યુનિયન લોકોની માહિતીનો ઉપયોગ ઓનલાઇન કેવી રીતે થાય છે તે માટે વધુ માત્રામાં પારદર્શિતાને જરૂરી બનાવવા તેના પ્રાઇવસી સંબંધી કાયદાને અપડેટ કરી રહ્યું છે. WhatsApp, જ્યાં જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) તરીકે ઓળખાતો કાયદો અમલમાં આવી રહ્યો છે ત્યાં અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી રહ્યું છે.
અમે આ અપડેટની સાથે વ્યક્તિગત માહિતી એકત્ર કરવા માટેના નવા અધિકારો માંગી રહ્યા નથી. અમારું લક્ષ્ય ફક્ત એ સમજાવવાનું છે કે અમે કેવી રીતે તમારા વિશે અમારી પાસે રહેલી મર્યાદિત માહિતીનો ઉપયોગ કરીએ છીએ અને તેનું રક્ષણ કરીએ છીએ. એવી અમુક બાબતો છે કે જેને અમે હાઇલાઇટ કરવા માંગીએ છીએ:
WhatsApp, તમારી પ્રાઇવસી અને સુરક્ષાની પ્રગાઢ રીતે કાળજી કરે છે. દરેક મેસેજ અને કૉલ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન દ્વારા સુરક્ષિત હોય છે, જેથી કરીને કોઈ પણ તમારી વાતચીતોને વાંચી કે સાંભળી શકે નહિ, WhatsApp પણ નહિ. આગામી અઠવાડિયાઓમાં, અમે એકત્ર કરીએ છીએ તે મર્યાદિત ડેટાને તમે ડાઉનલોડ કરી શકશો અને જોઈ શકશો. આ સુવિધા ઍપના નવીનતમ વર્ઝન પર વિશ્વભરના તમામ વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવશે. વધુ જાણવા માટે, અહીં ક્લિક કરો.
અમે તમારા પ્રતિસાદને આવકારીએ છીએ અને અમે WhatsAppનો ઉપયોગ કરવા બદલ તમારો આભાર માનીએ છીએ!