22 એપ્રિલ, 2014
વિશ્વભરના અડધા અબજ લોકો હવે નિયમિત, એક્ટિવ WhatsApp વપરાશકર્તાઓ છે, જે આપ સૌને આભારી છે. છેલ્લા થોડાક મહિનાઓમાં, અમે બ્રાઝિલ, ભારત, મેક્સિકો અને રશિયા જેવા દેશોમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ પામ્યા છીએ અને અમારા વાપરનારાઓ દર એક દિવસે 700 મિલિયન કરતાં વધુ ફોટા અને 100 મિલિયન કરતાં વધુ વીડિયો પણ શેર કરી રહ્યા છે. અમે આગળ વધી શકીએ છીએ, પરંતુ હાલ પૂરતું, એ વધુ મહત્ત્વપૂર્ણ છે કે અમે કામની વાત પર પાછા ફરીએ – કારણ કે અહીં WhatsApp ખાતે, અમે તો બસ શરૂઆત કરી છે.