WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજબ્લોગ
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

WhatsApp બ્લોગ

તમારી ચેટને તમારી સાથે જ રાખવી

તમારા WhatsApp મેસેજ ફક્ત તમારા માટે જ છે. આ કારણે તમારા ખાનગી WhatsApp મેસેજ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે અને આ જ કારણે અમે તે તમારી ચેટમાંથી આપમેળે ગાયબ થઈ જાય તેવી સુવિધા પ્રદાન કરીએ છીએ.

અમને સૌથી વધુ વિનંતી એ કરવામાં આવી હતી કે ફોન સ્વિચ કરતી વખતે ચેટ હિસ્ટ્રીને એક ઓપરેટિંગ સિસ્ટમમાંથી બીજી સિસ્ટમમાં ટ્રાન્સફર કરવાની સુવિધાને સંભવ બનાવો. તેને સુરક્ષિત અને વિશ્વસનીય રીતે બનાવવા માટે અમે ઓપરેટિંગ સિસ્ટમ અને ડિવાઇસ ઉત્પાદકો સાથે મળીને સખત મહેનત કરી રહ્યા છીએ.

અમે તમારી WhatsApp હિસ્ટ્રીને iOSમાંથી Android પર લઈ જવાની સુવિધા શરૂ કરવા માટે ઉત્સાહિત છીએ. આ પ્રક્રિયામાં તમારા મેસેજને WhatsApp પર મોકલ્યા વિના થાય છે અને તેમાં વોઇસ મસેજ, ફોટા અને વીડિયો શામેલ છે. શરૂઆતમાં આ સુવિધા Android 10 અથવા તેનાથી ઉપરનાં કોઈપણ સેમસંગ ડિવાઇસ માટે ઉપલબ્ધ છે અને ટૂંક સમયમાં વધુ Android ડિવાઇસ પર ઉપલબ્ધ થશે.

જ્યારે તમે એક નવું ડિવાઇસ સેટ અપ કરો ત્યારે, તમને તમારી WhatsApp ચેટ હિસ્ટ્રીને તમારા જૂના ડિવાઇસમાંથી તમારા નવા ડિવાઇસમાં સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ પ્રક્રિયા માટે USB-Cથી Lightning કેબલની જરૂર પડશે. વધુ માહિતી અહીં મેળવી શકાય છે.

આતો ફક્ત એક શરૂઆત છે. અમે વધુ લોકોને તેમની પસંદગીના પ્લેટફોર્મ વચ્ચે સ્વિચ કરવા અને તેમની ચેટ સુરક્ષિત રીતે તેમની સાથે રાખવા માટે આ વિકલ્પ ઉપલબ્ધ કરાવવા આતુર છીએ.

2 સપ્ટેમ્બર, 2021

ટ્વિટશેર કરો

WhatsApp પર ફોટા અને વીડિયો ફક્ત એક વાર જુઓ

ફોટો પાડવા અને વીડિયો બનાવવા એ આપણા જીવનનો એક મોટો હિસ્સો બની ગયો છે, પરંતુ આપણે જે કંઈ પણ શેર કરીએ છીએ તે બધું જ કાયમી ડિજિટલ રેકોર્ડ બને એ જરૂરી નથી. ઘણા ફોન પર ફોટો પાડવાનો અર્થ છે કે તે તમારા કેમેરા રોલમાં કાયમ માટે જગ્યા રોકશે.

તેથી જ આજે અમે એક નવી સુવિધા, ફોટા અને વીડિયો ફક્ત એકવાર જુઓ, રજૂ કરી રહ્યા છીએ, જેમાં ફોટા અને વીડિયો ચેટમાંથી ખોલ્યા પછી ગાયબ થઈ જાય છે. આના થકી વપરાશકર્તાઓનું તેમની ગોપનીયતા પર વધુ નિયંત્રણ રહે છે.

ઉદાહરણ તરીકે, તમે કોઈ દુકાનમાં નવા કપડાં પસંદ કરી રહ્યા હો તેમાંથી કેટલાંકના ફોટા, કોઈ ખાસ પળ પર એક ત્વરિત પ્રતિક્રિયા કે વાઈ-ફાઈ પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી તમે ફોટો એકવાર જુઓ સુવિધા દ્વારા મોકલી શકો.

તમે WhatsApp પર મોકલો છો એ બધા અંગત મેસેજની જેમ એકવાર જુઓ મીડિયા શરૂથી અંત સુધી સુરક્ષિત છે, જેથી WhatsApp તેને જોઈ શકશે નહીં. તે નવા "એકવાર" આઇકન વડે પણ સ્પષ્ટપણે ચિહ્નિત થશે.

મીડિયા જોવાઈ જાય પછી ચેટમાં શું થઈ રહ્યું હતું તે અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે મેસેજ "ખોલેલો" દેખાશે.

અમે બધા માટે આ સુવિધા આ અઠવાડિયાથી શરુ કરી રહ્યા છીએ અને અમે ખાનગી તથા ગાયબ થતા મીડિયાને મોકલવાની આ નવી રીત પર પ્રતિસાદની રાહ જોઈશું.

કેવી રીતે અજમાવી શકો તે વિશે તમે અહીં વધુ વાંચી શકો છો.

3 ઓગસ્ટ, 2021

ટ્વિટશેર કરો

હવેથી ક્યારેય કોઈ ગ્રૂપ કૉલ ચૂકશો નહિ

એવા સમયે જ્યારે આપણામાંના ઘણા બધાં લોકો એકબીજાથી દૂર હોય, ત્યારે મિત્રો અને પરિવારજનો સાથે ગ્રૂપ કૉલમાં એકબીજાને મળવાથી વધુ સારું કંઈ ન હોઈ શકે અને જ્યારે તમને ખબર પડે કે તમે એક ખાસ ક્ષણ ગુમાવી દીધી છે તો તેથી વધુ ખરાબ પણ કંઈ નથી.

ગ્રૂપ કૉલની વધતી લોકપ્રિયતા સાથે અમે અમારા વપરાશકર્તાઓના અનુભવને બહેતર બનાવવા કામ કરતાં આવ્યા છીએ - અને સાથે જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનની સુરક્ષા અને પ્રાઇવસી તો ખરી જ.

આજે અમે પ્રસ્તુત કરી રહ્યાં છીએ ગ્રૂપ કૉલમાં જોડાવાની ક્ષમતા, તે શરૂ થઈ ગયા પછી પણ. કોઈપણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ, ગ્રૂપ કૉલ શરૂ થતી વખતે જ તેનો જવાબ આપવાની ચિંતાને દૂર કરે છે અને WhatsApp પર ગ્રૂપ કૉલિંગમાં વ્યક્તિગત વાતચીતની સહજતા અને સરળતાનો આનંદ પ્રદાન કરે છે.

કેટલીક શ્રેષ્ઠ વાતચીતો ત્યારે થતી હોય છે જ્યારે તમે તેની સૌથી ઓછી અપેક્ષા રાખી હોય. હવે, જો તમારા ગ્રૂપમાંથી કોઈ ફોનની રિંગ વાગે ત્યારે તેનો જવાબ આપવાનું ચૂકી જાય છે, તો તેઓ હજી પણ ગમે ત્યારે કૉલમાં જોડાઈ શકે છે. તમે કૉલ ચાલુ હોય તે દરમિયાન કોઈપણ સમયે કૉલ છોડી શકો છો અને ફરીથી પણ જોડાઈ શકો છો.

અમે એક કૉલ માહિતી સ્ક્રીન પણ બનાવી છે જેથી તમે જોઈ શકો કે કોણ પહેલાથી જ કૉલમાં હાજર છે અને કોને આમંત્રિત કર્યા છે પણ હજી જોડાયા નથી. અને જો તમે 'અવગણો' દબાવ્યું હોય, તો તમે WhatsAppમાં કૉલ ટેબમાંથી પછી પણ જોડાઈ શકો છો.

કોઈપણ સમયે જોડાઈ શકાય તેવા કૉલ આજે જ પ્રસ્તુત થઈ રહ્યાં છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો આ નવા અનુભવનો ભરપૂર આનંદ માણે.

તમે તેને કેવી રીતે અજમાવી જોવું તે અહીં જોઈ શકો છો.

19 જુલાઈ, 2021

ટ્વિટશેર કરો

CDC Spanish Language Vaccine Finder on WhatsApp

We’re honored by the opportunity to support the U.S. government’s sprint to get more Americans vaccinated for COVID-19 before the July 4 holiday, or as soon as they are able to do so.

People of all backgrounds rely on WhatsApp, though we know WhatsApp plays a particularly strong role with Spanish speaking communities in the United States. This new Spanish-language vaccine finder the CDC developed makes it easy to find a location to get the shot, order a free ride to get there, and get information.

It’s amazing what can be done with just a simple text messaging service. Throughout the last year we’ve worked with over 150 governments and health organizations, like WHO and now the CDC, to help counter misinformation, provide updates, and get people vaccinated to end this pandemic. Please help us spread the word to someone you know by tapping https://wa.me/18336361122?text=hola.


Localizador de vacunas de los CDC en WhatsApp disponible en español

Es un honor para nosotros tener la oportunidad de apoyar al gobierno de Estados Unidos en su carrera por lograr que una mayor parte de la ciudadanía se vacune contra el COVID-19 antes de la celebración del 4 de julio, o tan pronto como les sea posible.

Si bien personas de todos los orígenes confían en WhatsApp, sabemos que esta aplicación juega un papel particularmente importante en la comunidad hispanohablante de Estados Unidos. Con el nuevo localizador de vacunas que desarrollaron los Centros para el Control y la Prevención de Enfermedades (CDC, por sus siglas en inglés) y que está disponible en español, será más fácil buscar un lugar donde vacunarse, solicitar un traslado gratuito al centro de vacunación y recibir información.

Es increíble lo que se puede lograr con un simple servicio de mensajería de texto. Durante el último año, trabajamos con más de 150 gobiernos y organizaciones de salud, como la Organización Mundial de la Salud (OMS) y ahora los CDC, para ayudar a contrarrestar la desinformación, ofrecer actualizaciones y lograr que las personas se vacunen para terminar con esta pandemia. Por favor, visita el siguiente enlace y ayúdanos a difundir el mensaje entre tus contactos: https://wa.me/18336361122?text=hola.

June 21, 2021

ટ્વિટશેર કરો

બિઝનેસ મેસેજિંગને વધુ ઝડપી અને સરળ બનાવવાના નવા અનુભવો

WhatsApp પર બિઝનેસ માટે વધુ લોકો ચેટ તરફ વળી રહ્યાં છે ત્યારે, આજે F8 Refresh ખાતે અમે WhatsApp Business APIની અપડેટની ઘોષણા કરી રહ્યાં છીએ જે બિઝનેસ શરું કરવાનું વધુ ઝડપી બનાવશે અને લોકો માટે આ બિઝનેસ સાથે ચેટ કરવાનું સરળ બનાવશે.

WhatsApp પર ઝડપથી શરું કરો

બિઝનેસને તૈયાર થવા અને શરૂ કરવામાં લાગતા અઠવાડિયાઓના સમયને ઘટાડીને હવે અમે તેને ફક્ત પાંચ મિનિટનો કરી દીધો છે. કોઇ બિઝનેસ એક બિઝનેસ ઉકેલ પ્રદાતા સાથે કામ કરવા માંગતા હોય અથવા તો ભવિષ્યમાં સીધો Facebookનો સપોર્ટ મેળવવા ઈચ્છતા હોય, આ સુધારણાઓ વધુ મધ્યમ અને મોટા બિઝનેસને તેમના ગ્રાહકો સાથે WhatsApp પર વાતચીત કરવાનું વધુ સરળ બનાવશે.

બિઝનેસ પાસેથી વધારાની માહિતી પ્રાપ્ત કરો

વધુ બિઝનેસ WhatsApp પર આવી રહ્યાં હોવાથી, બિઝનેસની તેમના ગ્રાહકો સાથે વાતચીત કરવાની રીતોમાં અમે સુધારણા કરી રહ્યાં છીએ. ઉદાહરણ તરીકે, બિઝનેસ મોટા ભાગે સમયસર નોટિફિકેશન મોકલવા પૂરતા મર્યાદિત હતા, જેના કારણે તેમને 24-કલાકની વિન્ડો બહાર ગ્રાહકોનું ફોલો-અપ લેવું મુશ્કેલ બની જતું હતું. તેથી હવે અમે વધુ પ્રકારના મેસેજને સપોર્ટ કરીશું -- ઉદાહરણ તરીકે, જ્યારે કોઈ વસ્તુ સ્ટોકમાં પાછી આવે ત્યારે લોકોને જણાવવું. અમે એ પણ જોયું છે કે મહામારીને પ્રતિસાદ આપવા માટે આરોગ્ય અધિકારીઓ તરફથી સમયાંતરે આવતા અપડેટ કેવી રીતે મદદરૂપ થયા છે અને અમે આ પ્રકારની સેવાને વધુ પ્રકારની વાતચીત માટે ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ.

બિઝનેસને નવી રીતો દ્વારા જવાબ આપો

અમે નવી મેસેજિંગ સુવિધાઓ પણ પ્રસ્તુત કરવા જઈ રહ્યાં છીએ જે લોકોને વધુ ઝડપથી બિઝનેસ કરવામાં મદદ કરી શકે. નવા લિસ્ટ મેસેજ 10 જેટલા વિકલ્પો સાથેનું એક મેનૂ પ્રસ્તુત કરે છે, તેથી લોકોએ હવે જવાબ લખવાની જરૂર ન પડે. જવાબ આપવાના બટનથી લોકોને ત્રણ જેટલા વિકલ્પોમાંથી ત્વરિત દબાવીને ઝડપી પસંદગી કરવાની સુવિધા મળશે, જેને બિઝનેસ તેમના WhatsApp Business API એકાઉન્ટ વડે પહેલેથી જ સેટ કરી શકશે.

હંમેશની જેમ જ, લોકોની ચેટ પર તેમનું જ નિયંત્રણ રહેશે. લોકોને હજી પણ WhatsApp દ્વારા વાતચીત શરૂ કરવા માટે સંપર્ક કરવાની જરૂર પડશે અથવા બિઝનેસને તેમનો સંપર્ક કરવા વિનંતી કરવી પડશે. આ અપડેટ સાથે, લોકોને જો કોઈ બિઝનેસ સાથે સંપર્ક તોડવા માટેનું કોઈ કારણ હોય તો, તેમના અનુભવ વિશેનો વ્યાપક પ્રતિસાદ આપવા માટેની નવી રીતો પણ પ્રદાન કરી રહ્યાં છીએ.

અમે WhatsAppને લોકો અને બિઝનેસને કનેક્ટ કરવા માટેનું સૌથી અનુકૂળ અને વ્યક્તિગત માધ્યમ બનાવવા માંગીએ છીએ અને અમે બિઝનેસ મેસેજિંગને બહેતર બનાવવા માટેના આ નવા અનુભવો અંગે ખૂબ જ ઉત્સાહિત છીએ.

2 જૂન, 2021

ટ્વિટશેર કરો

'Vaccine for All' સ્ટિકર પૅક + રસીકરણ હેલ્પલાઇન

WhatsApp વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે "Vaccine for All" નામના એક નવા સ્ટિકર પૅકની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. અમે આશા રાખીએ છીએ કે આ સ્ટિકર COVID-19ની રસીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી શક્યતાઓ વિશે લોકોને જોડાવા અને તેમના દ્વારા અનુભવાતા આનંદ, રાહત અને આશાને ખાનગીરૂપે વ્યક્ત કરવાનો અને જેઓએ આ લાંબા અને કપરા સમય દરમિયાન તેમના જીવન-બચાવના કાર્ય ચાલુ રાખ્યા છે તે સ્વાસ્થ્યકર્મી હીરો પ્રત્યે તેમની પ્રસંશા દર્શાવવાની મનોરંજક અને રચનાત્મક રીત પ્રદાન કરશે.

મહામારીની શરૂઆતથી જ, અમારા 2 અબજથી વધુ વાપરનારાઓને સચોટ માહિતી અને સંસાધનો સાથે જોડવા માટે અમે 150થી વધુ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારો તથા WHO અને UNICEF જેવી સંસ્થાઓ સાથે COVID-19 હેલ્પલાઇન પર ભાગીદારી કરી છે. આ વૈશ્વિક હેલ્પલાઇન પર સમગ્ર વિશ્વમાં ગયા વર્ષે 3 અબજથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા છે.

ઘણા દેશોમાં મહામારી નવા તબક્કામાં પ્રવેશતાં, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં, સરકારો આ હેલ્પલાઇનનો ઉપયોગ નાગરિકોને ખાનગીરૂપે સચોટ રસીકરણની માહિતી અને રજિસ્ટ્રેશન સાથે જોડવા માટે કરી રહી છે. ઇન્ડોનેશિયામાં, 500,000 તબીબી કર્મચારીઓએ આ સેવા પર સેવાના પ્રથમ 5 દિવસમાં તેમની રસીકરણની એપોઇન્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન કર્યું.

અમે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિશ્વભરના શક્ય તેટલા વધુ લોકોને, ખાસ કરીને જે સ્થળોએ પહોંચવું મુશ્કેલ છે ત્યાં અથવા સીમાંત જૂથોમાં રહેલા લોકોને રસીકરણની માહિતી અને સેવા સાથે જોડવામાં મદદ કરવા માંગીએ છીએ. અમે અમારા WhatsApp Business API મારફત મોકલવામાં આવતા મેસેજમાંથી આવતી ફીને પણ માફ કરી દીધી છે.

જ્યારે આપણે, કેટલાક દેશોમાં, રૂબરૂમાં સાથે રહેવા તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છીએ ત્યારે, અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના ખાનગી વિચારો અને અનુભવો - અને આશાઓને - તેમના પરિવારજનો અને નજીકના મિત્રો સાથે WhatsApp પર શેર કરવાનું ચાલુ રાખશે.

"Vaccine for All" સ્ટિકર પૅક હવે WhatsAppની અંદર જ ઉપલબ્ધ છે.

6 એપ્રિલ, 2021

ટ્વિટશેર કરો

રજૂ કરી રહ્યા છીએ - ડેસ્કટોપ પરથી ખાનગી અને સુરક્ષિત રીતે કૉલ કરવાની સુવિધા

અમને જાહેર કરતા આનંદ થાય છે કે તમે હવે WhatsApp ડેસ્કટોપ ઍપ પર એકબીજાને ખાનગી અને સુરક્ષિત રીતે વોઇસ અને વીડિયો કૉલ કરી શકશો, કેમ કે આ સુવિધા હવે ઍપમાં ઉપલબ્ધ છે.

પાછલા સમગ્ર વર્ષ દરમિયાન, મોટેભાગે લાંબી વાતચીતો માટે WhatsApp પર એકબીજાને કૉલ કરતા લોકોમાં અમને નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ, અમે 140 કરોડ વોઇસ અને વીડિયો કૉલ સાથે એક જ દિવસમાં કરવામાં આવેલા સૌથી વધુ કૉલનો રેકોર્ડ તોડ્યો. ઘણાં લોકો હજી પણ તેમના પ્રિયજનોથી દૂર છે અને કામ કરવાની નવી રીતો સાથે તાલમેળ બેસાડી રહ્યા છે, અમે WhatsApp પર વાતચીત કરવાની એવી સગવડ કરી આપવા માગીએ છીએ કે જેનાથી તમે દુનિયામાં ક્યાંય પણ હો કે જે પણ ટેક્નોલોજી વાપરી રહ્યા હો તેને ધ્યાનમાં લીધા વિના, શક્ય એટલો રૂબરૂમાં વાતચીત કરવા જેવો અનુભવ મેળવી શકો.

મોટી સ્ક્રીન પર જવાબ આપવાથી સહકર્મીઓ સાથે કામ કરવાનું વધુ સરળ બની જાય છે, તમારા પરિવારજનોને વધુ સ્પષ્ટ રીતે મોટી સ્ક્રીન પર જોવાનો આનંદ જ કંઈક જુદો હોય છે, ઉપરાંત રૂમમાં ફરતાંફરતાં વાત કરતી વખતે તમારા હાથ ખાલી રહે છે. ડેસ્કટોપ કૉલિંગને વધુ ઉપયોગી બનાવવા માટે, અમે એ બાબતની ખાતરી કરી છે કે તે આડી અને ઊભી બંને સ્ક્રીનમાં સરળતાથી કોઈ વિક્ષેપ વગર કામ કરે તથા તમારી કમ્પ્યૂટર સ્ક્રીન પર નાની-મોટી કરી શકાય એવી અલગ સ્ક્રીન દેખાય અને તે હંમેશાં બધી સ્ક્રીનની ઉપર રહે એમ સેટ કરી શકાય. જેથી, તમારી ચેટ કોઈ બ્રાઉઝરના ટેબમાં કે ખુલ્લી વિંડોના ઢગલામાં ન ખોવાઈ જાય.

WhatsApp પર વોઇસ અને વીડિયો કૉલ શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્ટેડ) છે, જેથી WhatsApp તેને સાંભળી કે જોઈ શકતું નથી, પછી ભલેને તમે તમારા ફોન કે કમ્પ્યૂટર ક્યાંયથી પણ કૉલ કરો. અમે WhatsApp ડેસ્કટોપ ઍપ પર વ્યક્તિગત કૉલથી શરૂઆત કરી રહ્યા છીએ. જેથી, અમે તમને એક વિશ્વસનીય અને ઉચ્ચ-ગુણવત્તાનો અનુભવ પૂરો પાડવાની ખાતરી કરી શકીએ. અમે ભવિષ્યમાં ગ્રૂપ વોઇસ અને વીડિયો કૉલ સામેલ કરીને આ સુવિધાને વિસ્તૃત કરીશું.

અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના મિત્રો અને પરિવારજનો સાથે ખાનગી અને સુરક્ષિત કૉલિંગનો આનંદ માણશે. Windows PC અને Mac પર ડેસ્કટોપ ઍપ કેવી રીતે ડાઉનલોડ કરવી તે વિશે તમે અહીં વધુ વાંચી શકો છો.

4 માર્ચ, 2021

ટ્વિટશેર કરો

અમારી અપડેટ વિશે વધુ માહિતી

આજે અમે જણાવવા માગીએ છીએ કે અમે કેવી રીતે અમારા WhatsApp વપરાશકર્તાઓને અમારી સેવાની શરતો અને પ્રાઇવસી પોલિસી વાંચીને તપાસવા તથા સ્વીકારવા માટે સૂચિત કરીશું. આ વર્ષની શરૂઆતમાં, આ અપડેટ વિશે અમારે ઘણી અફવાઓનો સામનો કરવો પડ્યો હતો અને અમે આવી કોઈ પણ જાતની ગૂંચવણ દૂર કરવા માટે ખૂબ જ ખંતથી કામ કરી રહ્યા છીએ.

અમે WhatsApp પર બિઝનેસ સાથે ચેટ કે ખરીદી કરવાની નવી રીતો વિકસાવી રહ્યા છીએ, જેનો ઉપયોગ કરવો કે નહિ તેનો નિર્ણય સંપૂર્ણપણે વપરાશકર્તાઓ પાસે જ રહેશે. પર્સનલ મેસેજ હંમેશાં શરૂથી અંત સુધી સુરક્ષિત (એન્ડ ટૂ એન્ડ એનક્રિપ્ટેડ) જ રહેશે, જેથી WhatsApp તેને વાંચી કે સાંભળી ન શકે.

અમારી નવી અપડેટ વિશે વધુ સ્પષ્ટતાથી તમને કેવી રીતે જણાવી શક્યા હોત તે વિશે અમે ચિંતન કર્યું છે. અમે ઇચ્છીએ છીએ કે શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનના બચાવ માટે અમે શું કર્યું છે તેનો ઇતિહાસ દરેક વ્યક્તિ જાણે અને અમારા પર પૂર્ણ વિશ્વાસ રાખે, કેમ કે લોકોની પ્રાઇવસી અને સુરક્ષા અમારા માટે સર્વોપરી છે. અમે હવે 'સ્ટેટસ'ની સુવિધાનો ઉપયોગ કરીને અમારા સિદ્ધાંતો અને નવી અપડેટ સીધી WhatsAppમાંથી જ તમારી સાથે શેર કરી રહ્યા છીએ. અમે અમારી વાતને લોકો સુધી સ્પષ્ટપણે પહોંચાડીશું, જેથી કોઈ પણ જાતની ગૂંચવણ ઊભી ન થાય.

આવનારા અઠવાડિયાઓમાં, અમે WhatsAppમાં જ વધુ માહિતી સાથેનું બેનર દર્શાવીશું, જેથી લોકો નિરાંતે તેને વાંચી શકે. અમે લોકોના સવાલો અને ચિંતાઓનો ઉકેલ લાવવાના પ્રયત્નના ભાગરૂપે વધુ માહિતીનો સમાવેશ પણ કર્યો છે. અમે વિનંતી સહ લોકોને યાદ અપાવવાનું શરૂ કરીશું કે WhatsAppનો ઉપયોગ ચાલુ રાખવા માટે આ અપડેટને વાંચીને તપાસે અને સ્વીકારે.

અમને લાગે છે કે લોકો માટે એ જાણવું પણ જરૂરી છે કે અમે WhatsAppને કેવી રીતે મફતમાં ઉપલબ્ધ કરાવીએ છીએ. દરરોજે લાખો લોકો બિઝનેસ સાથે ચેટ શરૂ કરે છે, કેમ કે WhatsApp પર ચેટ કરવી એ ફોન કે ઇમેઇલ કરવા કરતાં ઘણું સરળ અને સગવડભર્યું છે. WhatsApp પર ગ્રાહક સેવા પૂરી પાડવા માટે અમે બિઝનેસ પાસેથી ચાર્જ લઈએ છીએ - લોકો પાસેથી નહિ. કેટલીક ખરીદીની સુવિધાઓ Facebookથી જોડાયેલી હોય છે, જેથી બિઝનેસ જુદીજુદી ઍપ પર પોતાના સ્ટોકની ભાળ રાખી શકે. અમે વધુ માહિતી સીધી WhatsAppમાં જ બતાવી દઈએ છીએ એટલે લોકો નક્કી કરી શકે કે તેઓને બિઝનેસ સાથે વાત કરવી છે કે નહિ.

અમે સમજીએ છીએ કે આ સમય દરમિયાન કેટલાક લોકો બીજી ઍપ શું ઑફર કરે છે તે જાણવા તેને અજમાવી શકે છે. અમે જોયું છે કે અમારી કેટલીક હરીફ કંપનીઓએ એવો દાવો કર્યો છે કે તેઓ લોકોના મેસેજ જોઈ શકતા નથી, પણ અમે તમને જણાવવા માગીએ છીએ કે જો કોઈ ઍપ શરૂથી અંત સુધીની સુરક્ષા એટલે કે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન મૂળભૂત રીતે ઑફર ન કરતી હોય, તો તેનો અર્થ એ છે કે તેઓ તમારા મેસેજ વાંચી શકે છે. બીજી બધી ઍપનું એવું કહેવું છે કે તેઓની ઍપ બહેતર છે કેમ કે તેઓ WhatsAppની તુલનાએ ઓછી માહિતી મેળવે છે. WhatsAppની પાસે બહુ મર્યાદિત ડેટાનો એક્સેસ હોય છે, એ પણ અમે તમને સુરક્ષિત અને ભરોસાપાત્ર સેવા પૂરી પાડી શકીએ તે માટે જ, અમારું માનવું છે કે લોકો પણ આવી જ ઍપની શોધમાં હોય છે જે સુરક્ષિત હોય અને જેના પર તેઓ ભરોસો કરી શકે. અમે અમારા નિર્ણયો પર ગંભીરતાથી વિચાર કરીએ છીએ અને આ જવાબદારીઓને સંતોષવા માટેની નવી રીતો વિકસાવતા રહીશું, જેમાં ઓછામાં ઓછી માહિતીનો ઉપયોગ થાય.

અમે એ બધા લોકોના આભારી છીએ જેમણે ચિંતાઓનો ઉકેલ લાવવામાં અમારી મદદ કરી અને કોઈ પણ સવાલનો જવાબ આપવા ઉપલબ્ધ રહ્યા. અમે 2021માં ઘણું લાવી રહ્યા છીએ અને આવનારા અમુક અઠવાડિયાઓ અને મહિનાઓમાં તેની જાણકારી તમારી સાથે શેર કરવા માટે આતુર છીએ.

18 ફેબ્રુઆરી, 2021

ટ્વિટશેર કરો

અમે અમારી નવી અપડેટને સ્વીકારવાની તારીખને લંબાવી રહ્યાં છીએ

અમારી નવી અપડેટને લઈને ઊભી થયેલી મુંઝવણ વિશે અમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું છે. ઘણી અફવાઓ ફેલાઈ હોવાથી ચિતા વધી ગઈ છે અને અમે દરેકને અમારા સિદ્ધાંતો અને હકીકતો સમજવામાં મદદ કરવા ઇચ્છીએ છીએ.

WhatsAppને એક સરળ આશયથી બનાવવામાં આવ્યું હતું: તમે જે કંઈ તમારા મિત્રો અને કુટુંબ સાથે શેર કરો એ ફક્ત તમારી વચ્ચે જ રહે. એટલે કે અમે તમારી વ્યક્તિગત વાતચીતોને હંમેશાં શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) દ્વારા સુરક્ષિત રાખીશું, જેથી WhatsApp અને Facebook બન્નેમાંથી કોઈ પણ આ પ્રાઇવેટ મેસેજ જોઈ ના શકે. એટલે જ અમે કોણ કોને મેસેજ કે કૉલ કરે છે એનો રેકોર્ડ રાખતા નથી. તમે શેર કરેલું લોકેશન પણ અમે જોઈ શકતા નથી અને તમારા સંપર્કોને Facebook સાથે શેર કરતા નથી.

આ અપડેટ સાથે, એમાંનું કંઈ પણ બદલાઈ રહ્યું નથી. એને બદલે, નવી અપડેટમાં તો લોકો માટે WhatsApp પર કોઈ બિઝનેસને મેસેજ મોકલવાના નવા વિકલ્પોનો સમાવેશ કરાયો છે અને અમે કેવી રીતે ડેટાનો સંગ્રહ અને ઉપયોગ કરીએ છીએ તેના વિશે તેમાં વધુ પારદર્શિતા પૂરી પાડવામાં આવી છે. ખરું કે આજે દરેક વ્યક્તિ WhatsApp પર બિઝનેસ પાસેથી ખરીદી કરતી નથી, પરંતુ અમે માનીએ છીએ કે આવનારા સમયમાં ઘણા લોકો આવું કરવાનું પસંદ કરશે અને એ જરૂરી છે કે લોકો આ સેવાઓથી વાકેફ હોય. આ અપડેટ Facebook સાથે ડેટા શેર કરવાની અમારી ક્ષમતામાં વધારો કરતી નથી.

અમે હવે એ તારીખને મુલતવી રાખી રહ્યા છીએ જે તારીખે લોકોને એ શરતો તપાસવા અને સ્વીકારવા માટે કહેવામાં આવશે. 8 ફેબ્રુઆરીના રોજ કોઈનું પણ એકાઉન્ટ સસ્પેન્ડ કે ડિલીટ થશે નહિ. WhatsApp પર પ્રાઇવસી અને સુરક્ષા કેવી રીતે કામ કરે છે તેને લગતી અફવાઓને દૂર કરવા માટે અમે પણ ઘણું બધું કરવા જઈ રહ્યાં છીએ. પછી અમે ધીરે ધીરે લોકો પાસે જઈશું અને 15 મેના રોજ બિઝનેસના નવા વિકલ્પો ઉપલબ્ધ બને તે પહેલાં તેઓને પોતાના અનુકૂળ સમયે પોલિસીને રિવ્યૂ કરવા જણાવીશું.

દુનિયાભરમાં લોકો માટે શરૂથી અંત સુધીની સુરક્ષા (એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન) લાવવા માટે WhatsAppએ મદદ કરી હતી તથા હાલમાં અને ભવિષ્યમાં પણ આ સુરક્ષા ટેક્નોલોજીનો બચાવ કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. અમે એવી દરેક વ્યક્તિના આભારી છીએ જેણે અમારો સંપર્ક સાધ્યો છે તથા હકીકત પહોંચાડવામાં અને અફવાઓને ફેલાતી રોકવામાં અમારી મદદ કરી છે. WhatsAppને પ્રાઇવેટ રીતે વાતચીત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ બનાવવા માટે અમે અમારાથી બનતું બધું કરીશું.

15 જાન્યુઆરી, 2021

ટ્વિટશેર કરો

અમે કાર્ટ સાથે WhatsApp પર ખરીદી કરવાનું સહેલું બનાવી રહ્યા છીએ

WhatsApp ઝડપથી હવે સ્ટોર કાઉન્ટર બની રહ્યું છે, જ્યાં ચીજવસ્તુઓની ચર્ચાઓ અને વેચાણ કરવામાં આવે છે. કેટલોગથી લોકોને ઝડપથી જોવા મળે છે કે શું ઉપલબ્ધ છે અને બિઝનેસને ચોક્કસ ચીજવસ્તુઓ અંગે પોતાની ચેટ ગોઠવવા મદદ કરી છે. ચેટથી વધુને વધુ ખરીદી થઈ રહી હોવાથી, અમે લે-વેચને હજી સહેલું બનાવવા માગીએ છીએ.

WhatsApp પર કાર્ટ લાવવા માટે અમે ઘણા ઉત્સુક છીએ. આ સુવિધા આજથી શરૂ થઈ રહી છે. જે બિઝનેસ એક સાથે જુદી જુદી ચીજવસ્તુઓ વેચતા હોય, તેઓ માટે કાર્ટ ખૂબ કામની સુવિધા છે. જેમ કે, સ્થાનિક રેસ્ટોરન્ટ અથવા કપડાંની દુકાન. કાર્ટથી લોકો કેટલોગ બ્રાઉઝ કરી શકે છે, જુદી જુદી ચીજવસ્તુઓ પસંદ કરી શકે છે અને બિઝનેસને એક મેસેજ તરીકે ઓર્ડર મોકલી શકે છે. ઓર્ડરની વિનંતીઓની ભાળ રાખવા, ગ્રાહકોની વિનંતીઓનું સંચાલન કરવા અને વેચાણ પૂરું કરવા માટે બિઝનેસ માટે કાર્ટની સુવિધા સહેલું કરી આપશે.

દાખલા તરીકે, રાજકોટમાં સ્થિત ઉત્તમ ટોય્સ નામની રમકડાંની દુકાનને આ સુવિધા થોડી વહેલી અજમાવવા માટે અપાઈ હતી અને તેઓએ અમને જણાવ્યું કે કાર્ટની સુવિધાથી ગ્રાહકોને પ્રોડક્ટ ઓર્ડર કરવાનું કેટલું સરળ રહે છે અને બિઝનેસને પણ તેનાથી કેવી રીતે ઓર્ડરના વ્યવસ્થાપનમાં મદદ મળે છે.

કાર્ટ વાપરવું સહેલું છે. તમને જોઈતી ચીજવસ્તુઓ શોધો અને "કાર્ટમાં ઉમેરો" પર દબાવો. એક વાર તમારે જોઈતી વસ્તુઓ તમે કાર્ટમાં ઉમેરી લો, પછી બિઝનેસને એ મેસેજ તરીકે મોકલો. તમે કાર્ટ વાપરવા અંગેની વધુ માહિતી અહીં મેળવી શકશો.

આજે આખી દુનિયામાં કાર્ટની સુવિધા લાઇવ થવા જઈ રહી છે -- બરાબર આ તહેવારોની મોસમમાં. WhatsApp પર શોપિંગનો આનંદ ઊઠાવો!

8 ડિસેમ્બર, 2020

ટ્વિટશેર કરો
પછીનું પેજ

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો