7 એપ્રિલ, 2020
કોરોના વાઇરસ (COVID-19)ને કારણે કરોડો લોકો પોતાના મિત્રો અને કુટુંબીજનોને રૂબરુમાં મળી શકતા ન હોવાથી વાતચીત માટે WhatsAppનો પહેલાં કરતાં વધારે ઉપયોગ કરી રહ્યાં છે. લોકો આ કટોકટી દરમિયાન WhatsAppનો ઉપયોગ કરીને ડૉક્ટરો, શિક્ષકો અને વિખૂટાં પડી ગયેલાં સ્નેહીજનો સાથે વાતો કરી રહ્યાં છે. એટલા માટે જ, WhatsApp પરના તમારા તમામ મેસેજ અને કૉલ ડિફોલ્ટ રીતે શરૂથી અંત સુધી સુરક્ષિત હોય છે, જેથી તમારી સૌથી વધુ વ્યક્તિગત વાતચીતો માટે તમને સુરક્ષિત જગ્યા આપી શકીએ.
ગયા વર્ષે અમે વાપરનારાઓ સમક્ષ ઘણી વાર ફોરવર્ડ કરવામાં આવ્યા હોય તેવા મેસેજની વિભાવના પ્રસ્તુત કરેલી. આ મેસેજ ડબલ તીર
WhatsApp પ્રાઇવેટ મેસેજ માટેની સેવા હોવાથી, વાતચીત ખાનગી રહે તે માટે અમે છેલ્લાં કેટલાક વર્ષોથી આગવાં પગલાં ભર્યાં છે. દાખલા તરીકે, અગાઉ અમે ફોરવર્ડ કરેલા મેસેજ પર મર્યાદા ઠરાવી હતી, જેથી તેને વાયરલ થતા અટકાવી શકીએ. તેના કારણે એ સમયે દુનિયા ફરતે ફોરવર્ડ કરાતા મેસેજમાં 25% જેટલો ઘટાડો થયો હતો.
શું બધાંને ફોરવર્ડ કરવું ખરાબ ગણાય? જરા પણ નહિ. અમે જાણીએ છીએ કે ઘણા વપરાશકર્તાઓ મદદરૂપ માહિતી, સાથે રમૂજી વીડિયો, મીમ, વિચારવિમર્શ અને પ્રાર્થનાઓ ફોરવર્ડ કરે છે, જેમાં તેઓને કંઈ ખોટું લાગતું નથી. એટલું જ નહિ, તાજેતરનાં અઠવાડિયાંઓમાં, લોકોએ WhatsAppનો ઉપયોગ કરીને પ્રાથમિક સ્વાસ્થ્ય કર્મચારીઓને ટેકો આપવા માટે જાહેર સંભારણાંનું પણ આયોજન કર્યું હતું. જોકે, ફોરવર્ડ કરેલા મેસેજની તીવ્રતામાં અમે નોંધપાત્ર વધારો જોયો છે, જેના વિશે વાપરનારાઓએ અમને જાણ કરી છે કે એનાથી હેરાનગતિના અનુભવ અને અફવાઓ ફેલાવાની શક્યતામાં વધારો થઈ શકે છે. અમને લાગે છે કે WhatsAppને વ્યક્તિગત વાતચીતના માધ્યમ તરીકે જાળવી રાખવા માટે આ મેસેજ ફેલાવાની ઝડપમાં ઘટાડો કરવો જરૂરી છે.
આ ફરેફારની સાથેસાથે, અમે બિન-સરકારી સંગઠનો (NGO), સરકારો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેમજ 20 થી વધુ દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો સાથે સીધેસીધી રીતે કામ કરી રહ્યાં છીએ, જેથી લોકોને ખરી માહિતી મેળવવામાં મદદરૂપ બની શકીએ. એકસાથે આ ભરોસાપાત્ર સત્તાધિકારીઓએ માહિતી અને સલાહસૂચનની વિનંતી કરતા લોકોને સીધેસીધા કરોડો મેસેજ મોકલ્યા છે. તમે આ પ્રયત્નો વિશે તેમજ સંભાવ્ય કાલ્પનિક વાતો, હાનિકારક મશ્કરી અને અફવાઓ કેવી રીતે હકીકત તપાસતી સંસ્થાઓ સમક્ષ સબમિટ કરવી તે અંગે અમારા કોરોના વાઇરસ માહિતી હબ પર વધુ જાણી શકો છો.
અમારું માનવું છે કે લોકોએ ખાનગી રીતે કનેક્ટ થઈ શકવાની પહેલાં ક્યારેય ન હતી તેથી વધુ અત્યારે જરૂર છે. આ અભૂતપૂર્વ વૈશ્વિક કટોકટી દરમિયાન WhatsAppને ભરોસાપાત્ર રીતે કામ કરતું રાખવા માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી છે. અમને આશા છે કે તમારા પ્રતિભાવો મેળવતા રહીએ અને લોકોને એકબીજાની સાથે WhatsApp પર શેર કરવાની રીતોમાં અમે સુધારો કરતા રહીએ.