7 ડિસેમ્બર, 2022
આજે અમે WhatsApp પર અવતારોને લાવવા માટે ઉત્સાહિત છીએ, જે સ્વયંને અભિવ્યક્ત કરવાની એક નવી અને વ્યક્તિગત રીત છે.
તમારો અવતાર એ તમારું ડિજિટલ વર્ઝન છે જે વિવિધ હેર સ્ટાઇલ, ચહેરાનાં નાક-નક્ષ અને પહેરવેશોનાં અબજો સંયોજનોમાંથી બનાવી શકાય છે. WhatsApp પર તમે હવે તમારા વ્યક્તિગત બનાવેલા અવતારનો તમારા પ્રોફાઇલ ફોટો તરીકે ઉપયોગ કરી શકો છો અથવા 36 કસ્ટમ સ્ટિકરમાંથી કોઈ એકને પસંદ કરી શકો છો જે ઘણી જુદી-જુદી લાગણીઓ અને ક્રિયાઓને પ્રતિબિંબિત કરતું હોય.
અવતાર મોકલવો એ મિત્રો અને કુટુંબીજનો સાથે લાગણીઓ શેર કરવાની એક ઝડપી અને મજેદાર રીત છે. તે તમારા વાસ્તવિક ફોટાનો ઉપયોગ કર્યા વિના સ્વયંને રજૂ કરવાની એક ઉત્તમ રીત પણ હોઈ શકે છે જેથી તે વધુ ખાનગી લાગે.
ઘણાં લોકો માટે અવતાર બનાવવાનો આ પહેલો મોકો હશે અને અમે લાઇટિંગ, શેડિંગ, હેર સ્ટાઇલ ટેક્સ્ચર વગેરે સહિત સ્ટાઇલમાં સુધારા લાવવાનું ચાલુ રાખીશું, જે સમય જતાં અવતારને હજીયે વધુ બહેતર બનાવશે.
અમે આશા રાખીએ છીએ કે તમને તમારા અવતારને બનાવવામાં તથા શેર કરવામાં મજા આવશે, જે આજથી દરેક જગ્યાએ વાપરનારાઓ માટે રજૂ કરવામાં આવી રહ્યા છે.