4 એપ્રિલ, 2019
નાના બિઝનેસ માલિકો પાસેથી અમને સૌથી વધુ વાર સાંભળવામાં આવેલી વિનંતીઓ પૈકી એક એ છે કે તેઓ તેમની પસંદગીના ડિવાઇસ પર WhatsApp Business ઍપનો ઉપયોગ કરવા માંગે છે.
હવે, તેઓ એમ કરી શકે છે.
આજે, અમે iOS માટે WhatsApp Business ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ. Android વર્ઝન — જેને છેલ્લા એક વર્ષમાં વિશ્વભરના લાખો બિઝનેસ દ્વારા અપનાવવામાં આવ્યું છે — તેની જેમ જ, iOS માટેની WhatsApp Business ઍપ Apple App Store પરથી ડાઉનલોડ કરવા માટે મફતમાં મળશે અને તેમાં નાના બિઝનેસ અને ગ્રાહકોને વાતચીત કરવામાં મદદ કરનારી સુવિધાઓનો સમાવેશ થશે. આમાં સામેલ છે:
WhatsApp Business ઍપ આજે ઉપલબ્ધ છે અને બ્રાઝિલ, જર્મની, ઇન્ડોનેશિયા, ભારત, મેક્સિકો, U.K. અને U.S.માં ડાઉનલોડ કરવા માટે મફતમાં મળે છે. ઍપ, આગામી અઠવાડિયામાં વિશ્વભરમાં રજૂ કરવામાં આવશે.
ભલેને તે બ્રાઝિલના રિબૈરાઓ પ્રેટોમાં રહેલી મીઠાઈની કોઈ ઓનલાઇન દુકાન હોય કે જે WhatsApp Business મારફતે તેનું 60 ટકા વેચાણ સુનિશ્ચિત કરે છે કે પછી મેક્સિકોના તિજુઆનામાં આવેલી સિનેમોન રોલની કંપની હોય કે જે પોતાની બીજી શાખા ખોલી શકવા માટે WhatsApp Businessને ક્રેડિટ આપી રહી હોય, વિશ્વભરના નાના બિઝનેસ માલિકો વિકાસ પામવા માટે ઍપનો ઉપયોગ કરી રહ્યા છે. અમે હજુ પણ વધુ નાના બિઝનેસ પાસે WhatsApp Business ઍપને લાવવા અને તેનાથી તેમને સફળ થવામાં કેવી રીતે મદદ મળી રહી છે તે વિશે નવી સ્ટોરી સાંભળવા માટે ઉત્સાહિત છીએ.