૨૬ જુલાઈ, ૨૦૧૭
બસ ગયા વર્ષે જ, અમે શેર કર્યું હતું કે વિશ્વભરમાં દર મહીને એક અબજ લોકો WhatsAppનો ઉપયોગ કરે છે. આજે, અમે ઉત્સુક્તા અને ગર્વ સાથે શેર કરીયે છીયે, કે વિશ્વભરમાં એક અબજ લોકો દર રોજ તેમના કુટુંબ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા WhatsAppનો ઉપયોગ કરે છે.
તે અંગત ફોટા અને વિડિઓ શેર કરવું હોય, વિડીઓ કૉલિંગ દ્વારા સંપર્કમાં રહેવું હોય, કે પછી સ્થિતિ દ્વારા મિત્રોને દિવસભર અપડેટ કરતા રહેવું હોય, WhatsApp પર સંચારણ ક્યારેય આટલું સરળ કે આટલું અંગત નહોતું. આટલા બધા લોકોના તેમની મરજીમુજબ પરસપર સંપર્કમાં રહેવા માટે આ બધી વિશેષતોઓનો ઉપયોગ કરવાના કારણે અમે વિનયશીલ છીયે.
આ સીમાચિહ્નને ઊજવતા, અમે તમારા માણવા માટે, WhatsAppથી તમારી અપ્ક્ષા મુજબ વિશ્વાસપાત્રતા, સરળતા, અને સુરક્ષા સાથે, તમારી સમક્ષ વધારે ઉપયુક્ત વિશેષતાઓ રજુ કરવા પ્રતિબદ્ધ છીયે. તમારા સદંતર સમર્થન બદલ આભાર.