31 ઑક્ટોબર, 2017
આજ રોજથી શરૂ કરીને, તમે હવે તેવા મેસેજને ડિલીટ કરી શકો છો કે જેને તમે ભૂલથી મોકલ્યા હોય — પછી ભલેને તે એક વ્યક્તિને મોકલ્યા હોય કે આખા ગ્રૂપને. તે કેવી રીતે કામ કરે છે તે અહીં આપ્યું છે: મેસેજ પર દબાવી રાખો, "ડિલીટ કરો"ને પસંદ કરો અને તે પછી "દરેક માટે ડિલીટ કરો"ને પસંદ કરો. મેસેજ મોકલવામાં આવે તે પછી તેને ડિલીટ કરવા માટે તમારી પાસે સાત મિનિટનો સમય હોય છે.
આ સુવિધા iPhone, Android, Windows Phone તેમજ ડેસ્કટોપનાં નવીનતમ વર્ઝન પર વિશ્વભરમાં રહેલા વાપરનારાઓ માટે ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મેસેજ સફળતાપૂર્વક ડિલીટ કરવામાં આવે તે માટે આવશ્યક છે કે તમે અને મેસેજ મેળવનાર એમ બંને જણ WhatsAppના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા હો.
તમે Android, iPhone અને Windows Phone માટેના અમારા વારંવાર પૂછાતા પ્રશ્નોમાં વધુ જાણી શકો છો.