WhatsAppને એક સરળ આશયથી બનાવવામાં આવ્યું હતું: તમે તમારા મિત્રો અને કુટુંબ સાથે જે કંઈ શેર કરો એ ફક્ત તમારી વચ્ચે જ રહે. પાંચ વર્ષ પહેલાં, અમે મૂળ રૂપે જ એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ઉમેર્યું હતું, જે આજે 2 અબજથી વધુ વાપરનારાઓ પાસેથી પસાર થતાં રોજના 100 અબજથી વધુ મેસેજને સુરક્ષિત કરે છે.
જયારે તમારા દ્વારા મોકલાતા અને પ્રાપ્ત થતાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત થયેલ મેસેજ તમારા ડિવાઇસ પર સ્ટોર થાય છે, ત્યારે ઘણા લોકોની તેમનો ફોન ખોવાઈ જાય તે કિસ્સામાં ચેટનું બેકઅપ લેવાના વિકલ્પની પણ માંગ છે. આજથી અમે Google Drive અથવા iCloud પર સ્ટોર થયેલ બેકઅપને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરી સુરક્ષાનું વધુ એક વૈકલ્પિક આવરણ ઉમેરી રહ્યાં છીએ. આ પરિમાણ પર રહેલ કોઈ અન્ય વૈશ્વિક મેસેજિંગ સેવા તેમના વાપરનારના મેસેજ, મીડિયા, વૉઇસ મેસેજ, વીડિયો કૉલ અને ચેટ બેકઅપ માટે આ સ્તરની સુરક્ષા પ્રદાન કરતી નથી.
તમે હવે તમારા એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપને તમારી પસંદના પાસવર્ડ વડે અથવા 64-અંકની એન્ક્રિપ્શન કી વડે સુરક્ષિત કરી શકો છો, જે ફક્ત તમે જ જાણતા હશો. ન તો WhatsApp કે ન તમારા બેકઅપ સેવા પ્રદાતા તમારા બેકઅપને વાંચી શકશે કે તેને ખોલવા માટે જરૂરી કી મેળવી શકશે.
2 અબજથી વધુ વાપરનારાઓ સાથે, અમે લોકોને તેમની પ્રાઇવસીની સુરક્ષા કરવા માટેના વધુ વિકલ્પો આપવા બદલ ઉત્સાહિત છીએ. WhatsAppનું તાજેતરનું વર્ઝન ધરાવતા હોય તેમના માટે અમે ધીરે-ધીરે આ સુવિધા લાગુ કરતા જઈશું. તમે iOS અને Android પર તમારા ચેટ બેકઅપને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી કેવી રીતે સુરક્ષિત કરી શકો તે વિશે વધુ માહિતી અહીં, અને અમે તેનું નિર્માણ કેવી રીતે કર્યું તે વિશે વધુ માહિતી અહીં મળી શકશે.