22 માર્ચ, 2023
WhatsAppની શરૂઆત એક મોબાઇલ ઍપ તરીકે થઈ હતી અને તે મૂળ હંમેશની જેમ જ મજબૂત જળવાઈ રહ્યાં છે. પરંતુ કરોડો લોકો કમ્પ્યુટર અને ટેબ્લેટ પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં હોવાથી, અમે બધાં ડિવાઇસ પર મેસેજિંગ અને કૉલિંગના અનુભવને હજુ વધુ સારો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે.
આજે, અમે Windows માટે તદ્દન નવી WhatsApp ઍપ પ્રસ્તુત કરી રહ્યા છીએ, જે ડાઉનલોડ કરવા માટે અહીં ઉપલબ્ધ છે.
નવી Windows ડેસ્કટોપ ઍપ વધુ ઝડપથી લોડ થાય છે અને તે WhatsApp અને Windowsના વાપરનારાઓને પરિચિત હોય એવા ઇન્ટરફેસની સાથે બનાવવામાં આવી છે. તમે 8 જેટલાં લોકોની સાથે ગ્રૂપ વીડિયો કૉલ અને 32 જેટલાં લોકોની સાથે ઓડિયો કૉલ હોસ્ટ કરી શકો છો. અમે સમય જતાં આ મર્યાદાઓને વધારવાનું ચાલુ રાખીશું, જેથી કરીને તમે મિત્રો, કુટુંબીજનો અને કામ પરના સહકાર્યકરોની સાથે હંમેશાં કનેક્ટ થયેલા રહી શકો.
WhatsApp સંપૂર્ણપણે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત અનુભવ પૂરો પાડવા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ છે કે જે મોબાઇલ ફોન, કમ્પ્યુટર, ટેબ્લેટ અને વધુની વચ્ચે ક્રોસ-પ્લેટફોર્મ સંચારની પરવાનગી આપે છે. આનો અર્થ એ થાય કે તમારા વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલ તમારાં બધાં ડિવાઇસમાં હંમેશાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
એકથી વધુ ડિવાઇસ માટેની નવી ક્ષમતાઓને પ્રસ્તુત કર્યા પછી, અમે પ્રતિસાદને સાંભળ્યો છે અને સુધારા કર્યા છે, જેમાં ડિવાઇસને વધુ ઝડપથી લિંક કરવા અને બધાં ડિવાઇસમાં વધુ સારી રીતે સિંક કરવાનો તેમજ લિંક પ્રિવ્યૂ અને સ્ટિકર જેવી નવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
અમે WhatsAppને સપોર્ટ કરે તેવાં ડિવાઇસની સંખ્યાને વધારવાનું ચાલુ રાખીએ છીએ, ત્યારે અમે હમણાં જ Android ટેબ્લેટ માટે એક નવો WhatsApp બીટા અનુભવ પ્રસ્તુત કર્યો છે. અમે Mac ડેસ્કટોપ માટે નવી, વધુ ઝડપી ઍપ પણ લોન્ચ કરી રહ્યા છીએ કે જે હાલમાં બીટાના પ્રારંભિક તબક્કાઓમાં છે.
અમે ભવિષ્યમાં હજુ વધુ ડિવાઇસમાં WhatsAppને લાવવાની આતુરતાથી રાહ જોઈએ છીએ.