16 એપ્રિલ, 2024
WhatsApp ખોલવાનું અને યોગ્ય વાતચીતને શોધવાનું ઝડપી, અવરોધરહિત અને સરળ લાગવું જોઈએ. જેમ-જેમ લોકો WhatsApp પર ઉત્તરોત્તર વધુ બાબતો કરી રહ્યાં છે, તેમ-તેમ તમારા મેસેજ પર ઝડપથી પહોંચવામાં સમર્થ થવાનું પહેલાં કરતાંએ વધુ મહત્ત્વપૂર્ણ થઈ ગયું છે. એટલા માટે જ આજે અમે નવાં ચેટ ફિલ્ટર લોન્ચ કરી રહ્યાં છીએ, જેથી તમે તમારા પૂરા ઇનબોક્સમાં સ્ક્રોલ કરવાની જરૂર પડ્યા વિના તે કરી શકો.
શરૂ કરવા માટે, તમે એવાં ત્રણ ફિલ્ટર વચ્ચે પસંદગી કરી શકો છો કે જે તમારા ચેટ લિસ્ટમાં સૌથી ઉપર દેખાશે: તમામ, વાંચ્યા વગરના, ગ્રૂપ, જે બસ એક ટેપ વડે પસંદ કરી શકાય છે:
અમે માનીએ છીએ કે ફિલ્ટર, લોકો માટે સુગઠિત રહેવાનું અને તેમની સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાતચીતોને શોધવાનું વધુ સરળ બનાવશે, તથા મેસેજમાં વધુ દક્ષતાપૂર્વક નેવિગેટ કરવામાં મદદ કરશે. અમે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ હોય તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં તમારી મદદ માટે વધુ વિકલ્પોને બનાવવાનું ચાલુ રાખીશું. આ, વાપરનારાઓ માટે રજૂ કરવાનાં આજે શરૂ થઈ ગયાં છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણ માટે ઉપલબ્ધ થઈ જશે.