WhatsApp બ્લોગ
તમારી ભાષા પસંદ કરો
  • azərbaycan
  • Afrikaans
  • Bahasa Indonesia
  • Melayu
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • Filipino
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • العربية
  • فارسی
  • اردو
  • বাংলা
  • हिन्दी
  • ગુજરાતી
  • ಕನ್ನಡ
  • मराठी
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • മലയാളം
  • ไทย
  • 简体中文
  • 繁體中文
  • 日本語
  • 한국어
  • WhatsApp વેબ
  • સુવિધાઓ
  • ડાઉનલોડ કરો
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • ડાઉનલોડ કરો
  • સુવિધાઓ
  • સુરક્ષા
  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • સંપર્ક કરો

WhatsApp બ્લોગ

સ્ટિકરનો ઉપયોગ કરીને જોડાયેલા રહો

WhatsApp પર દરરોજ લખો સ્ટિકરો મોકલાય છે. આમ WhatsApp એ લોકો માટે એક પણ શબ્દ લખ્યા વગર પોતાના અંગત વિચારોની અભિવ્યક્તિનું એક સુંદર માધ્યમ બન્યું છે. અમે 18 મહિના પહેલાં સ્ટિકર બહાર પાડ્યાં ત્યારથી તે WhatsApp પર લોકોમાં વાતચીત કરવાનાં માધ્યમોમાંથી સૌથી ઝડપથી વિકસતું માધ્યમ બની ગયું છે.

અમે વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે મળીને કામ કરીને “Together at Home” સ્ટિકર પેક લોન્ચ કરતા આનંદ અનુભવીએ છીએ. આનાથી કોરોના વાઇરસની વૈશ્વિક મહામારી દરમિયાન અને તેના સિવાય પણ લોકોને જોડાવામાં મદદ મળશે. આવાં સ્ટિકરો રમૂજી, શૈક્ષણિક અને સર્વસામાન્ય, ભાષા, ઉંમર અને બીજાં બંધનોને તોડનારા હોઈ શકે છે.

અમે આશા રાખીએ કે લોકોને આ સ્ટિકરો વાપરવાની મજા આવે અને તેનાથી તેઓ પોતાના પ્રિયજનો, ખાસ કરીને જે લોકો એકલતાનો અનુભવ કરી રહ્યા હોય અને ડરતા હોય તેમની ખબરઅંતર પૂછી શકે. આ પેકમાં સર્જનાત્મક રીતે લોકોને હાથ ધોવા માટે, એકબીજાથી અંતર જાળવવા માટે, વ્યાયામ કરવા માટે અને ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રે જોડાયેલા આપણા વિરલાઓ અને વ્યક્તિગત વિરલાઓના ગુણગાન ગાવાં તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે.

“Together at Home” સ્ટિકર પેક હવે WhatsAppની અંદર જ આ 9 ભાષાઓમાં અનુવાદ સાથે ઉપલબ્ધ છે - અરેબિક, ફ્રેન્ચ, જર્મન, ઇન્ડોનેસિયન, ઇટાલિયન, પોર્ટુગીઝ, રશિયન, સ્પેનિશ અને ટર્કિશ.

21 એપ્રિલ, 2020
Tweet
WhatsAppને વ્યક્તિગત અને પ્રાઇવેટ રાખવા વિશે

કોરોના વાઇરસ (COVID-19)ને કારણે કરોડો લોકો પોતાના મિત્રો અને કુટુંબીજનોને રૂબરુમાં મળી શકતા ન હોવાથી વાતચીત માટે WhatsAppનો પહેલાં કરતાં વધારે ઉપયોગ કરી રહ્યાં છે. લોકો આ કટોકટી દરમિયાન WhatsAppનો ઉપયોગ કરીને ડૉક્ટરો, શિક્ષકો અને વિખૂટાં પડી ગયેલાં સ્નેહીજનો સાથે વાતો કરી રહ્યાં છે. એટલે જ, WhatsApp પર તમારા મેસેજ અને કૉલ મૂળ રીતે શરૂથી અંત સુધી સુરક્ષિત રાખવામાં આવે છે, જેથી તમારી સૌથી વ્યક્તિગત વાતચીત માટે તમને સુરક્ષિત માધ્યમ પૂરું પાડી શકીએ.

ગયા વર્ષે અમે વપરાશકર્તાઓને વારંવાર ફોરવર્ડ કરેલા મેસેજ વિશે માહિતગાર કર્યા હતા. એ મેસેજ પર લેબલ તરીકે બે તીર લગાડ્યાં હતાં, જેથી ખ્યાલ આવે કે એ મેસેજ કોઈ નજીકના સંપર્કે બનાવીને નથી મોકલ્યો. આમ, જોવા જઈએ તો આ મેસેજ WhatsApp પર મોકલવામાં આવતા બીજા મેસેજની સરખામણીમાં ઓછા વ્યક્તિગત કહેવાય. હવે અમે એક મર્યાદા લગાડવા જઈ રહ્યાં છીએ, જેથી આ મેસેજ એક સમયે માત્ર એક જ ચેટમાં ફોરવર્ડ કરી શકાશે.

WhatsApp પ્રાઇવેટ મેસેજ માટેની સેવા હોવાથી, વાતચીત ખાનગી રહે તે માટે અમે છેલ્લાં કેટલાક વર્ષોથી આગવાં પગલાં ભર્યાં છે. દાખલા તરીકે, અગાઉ અમે ફોરવર્ડ કરેલા મેસેજ પર મર્યાદા ઠરાવી હતી, જેથી તેને વાયરલ થતા અટકાવી શકીએ. તેના કારણે એ સમયે દુનિયા ફરતે ફોરવર્ડ કરાતા મેસેજમાં 25% જેટલો ઘટાડો થયો હતો.

શું બધાંને ફોરવર્ડ કરવું ખરાબ ગણાય? જરા પણ નહિ. અમે જાણીએ છીએ કે ઘણા વપરાશકર્તાઓ મદદરૂપ માહિતી, સાથે રમૂજી વીડિયો, મીમ, વિચારવિમર્શ અને પ્રાર્થનાઓ ફોરવર્ડ કરે છે, જેમાં તેઓને કંઈ ખોટું લાગતું નથી. એટલું જ નહિ, તાજેતરનાં અઠવાડિયાંઓમાં, લોકોએ WhatsAppનો ઉપયોગ કરીને પ્રાથમિક સ્વાસ્થ્ય કર્મચારીઓને ટેકો આપવા માટે જાહેર સંભારણાંનું પણ આયોજન કર્યું હતું. જોકે, ફોરવર્ડ કરેલા મેસેજની તીવ્રતમાં અમે નોંધપાત્ર વધારો જોયો છે, જેના વિશે વપરાશકર્તાઓએ અમને જાણ કરી છે કે એનાથી હેરાનગતિના અનુભવ અને અફવાઓ ફેલાવાની શક્યતામાં વધારો થઈ શકે છે. અમને લાગે છે કે WhatsAppને વ્યક્તિગત વાતચીતના માધ્યમ તરીકે જાળવી રાખવા માટે આ મેસેજ ફેલાવાની ઝડપમાં ઘટાડો કરવો જરૂરી છે.

આ ફરેફારની સાથેસાથે, અમે બિન-સરકારી સંગઠનો (NGO), સરકારો, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) તેમજ 20 થી વધુ દેશોના સ્વાસ્થ્ય મંત્રાલયો સાથે સીધેસીધી રીતે કામ કરી રહ્યાં છીએ, જેથી લોકોને ખરી માહિતી મેળવવામાં મદદરૂપ બની શકીએ. આ ભરોસાપાત્ર સત્તાધીશોએ માહિતી અને સલાહસૂચનની વિનંતી કરી રહેલા લોકોને સીધેસીધા કરોડો મેસેજ મોકલ્યા છે. તમે આ પ્રયત્નો વિશે જાણવા માટે તેમજ સંભાવ્ય બનાવટી માહિતી, છેતરપિંડી અને અફવાઓ વિશે કેવી રીતે હકીકત તપાસતી સંસ્થાઓને જાણ કરવી એ અંગે અમારા કોરોના વાઇરસ માહિતી હબ પર વધુ શીખી શકો છો.

અત્યારની પરિસ્થિતિ જોતાં અમને લાગે છે કે લોકોને વ્યક્તિગત રીતે એકબીજા સાથે વાત કરવાની આટલી જરૂર પહેલાં ક્યારેય નહોતી પડી. આ અભૂતપૂર્વ વૈશ્વિક કટોકટી દરમિયાન WhatsAppને ભરોસાપાત્ર રીતે કામ કરતું રાખવા માટે અમારી ટીમ સખત મહેનત કરી રહી છે. અમને આશા છે કે તમારા પ્રતિભાવો મેળવતા રહીએ અને લોકોને એકબીજાની સાથે WhatsApp પર શેર કરવાની રીતોમાં અમે સુધારો કરતા રહીએ.

7 એપ્રિલ, 2020
Tweet
ડાર્ક મોડ હવે iPhone અને Android માટે ઉપલબ્ધ છે

દરેક જગ્યાએથી અમારા વપરાશકર્તાઓ દ્વારા સૌથી વધુ વિનંતી કરાયેલી ડાર્ક મોડ સુવિધા સાથે WhatsAppને અપડેટ કરવાથી અમે ખૂબ ઉત્સાહિત છીએ.

WhatsApp માટેનો ડાર્ક મોડ પરિચિત અનુભવની સાથેસાથે નવો દેખાવ ઑફર કરે છે. ઓછા પ્રકાશવાળી પરિસ્થતિઓમાં આંખ ઓછી ખેંચાય તેવી રીતે તેને ડિઝાઇન કરાયો છે. તમારા ફોનથી આખા રૂમમાં અજવાળું થઈ જાય તેવી મૂંઝવનારી પરિસ્થિતિઓથી તમને આ સુવિધા બચાવશે એવી અમને આશા છે.

ડાર્ક મોડ ડિઝાઇન કરતી વખતે અમે મુખ્યત્વે બે વસ્તુઓ પર ફોકસ રાખીને રિસર્ચ અને પ્રયોગો કર્યાં છે:

વાંચવામાં સરળતા: રંગો પસંદ કરતી વખતે, અમે ઇચ્છતા હતા કે બને તેટલી આંખ ઓછી ખેંચાય અને એવા રંગો વાપરીએ જે iPhone અને Androidની સિસ્ટમના રંગોની નજીકના હોય.

માહિતીની તેના મહત્ત્વ મુજબ ગોઠવણ: અમે વપરાશકર્તાઓને દરેક સ્ક્રીન પર તેઓનું ફોકસ જળવાઈ રહે તેમાં મદદ કરવા ઇચ્છતા હતા. આવું અમે રંગ અને ડિઝાઇનના બીજા ઘટકો વાપરીને કર્યું અને સૌથી મહત્ત્વની માહિતી આંખે તરીને આવે તેની ખાતરી કરી.

વપરાશકર્તાઓ Android 10 અને iOS 13 પર સિસ્ટમ સેટિંગમાં જઈને ડાર્ક મોડ ચાલુ કરીને વાપરી શકે છે. Android 9 અને તેની નીચેનું વર્ઝન વાપરનારાઓ WhatsApp સેટિંગમાં જઈને > ચેટ > થીમ > 'કાળી' થીમ પસંદ કરી શકે છે.

અમે આશા રાખીએ કે આવનારા દિવસોમાં WhatsAppના લેટેસ્ટ વર્ઝન પર શરૂ થનારો ડાર્ક મોડ વાપરવામાં દરેકને મજા આવશે.

3 માર્ચ, 2020
Tweet
200 કરોડ વપરાશકારો -- અંગતતા અકબંધ રાખીને અમે દુનિયાને જોડીએ છીએ

અમે તે જણાવવા માટે ઉત્સાહિત છીએ કે, આજની તારીખે, વિશ્વભરના 200 કરોડથી વધારે લોકો WhatsApp વાપરે છે.

માતાપિતા, તેમના બાળકો ગમે ત્યાં પણ હોય, તેમના સંપર્કમાં રહી શકે છે. ભાઈબહેન, તેમને ગમતી ક્ષણો શેર કરી શકે છે. સહકર્મીઓ, સહયોગ આપી શકે છે અને ગ્રાહકો સાથે સરળતાથી જોડાઈને બિઝનેસનો વિકાસ થઈ શકે છે.

ખાનગી વાતચીતો, પહેલાં રૂબરૂમાં જ શક્ય હતી પરંતુ હવે ઇન્સ્ટન્ટ ચેટ અને વીડિયો કૉલ દ્વારા ગમે એટલા દૂરથી આ શક્ય છે. એવા ઘણાં મહત્વના અને ખાસ કામ છે જે WhatsApp મારફતે કરવામાં આવે છે અને અમે આ શિખર સર કરવા બદલ નમ્ર અને ગૌરવાન્વિત અનુભવ કરીએ છીએ.

અમે જાણીએ છીએ કે આપણે જેટલા વધુ જોડાઈશું, એટલી જ વધુ સુરક્ષાની આપણને જરૂર પડશે. આપણે આપણું મોટાભાગનું જીવન ઓનલાઇન વિતાવીએ છીએ, ત્યારે આપણી વાતચીત સુરક્ષિત રાખવી તે પહેલાં કરતા વધારે અગત્યનું છે.

આ કારણે જ WhatsApp પર મોકલવામાં આવતા દરેક ખાનગી મેસેજ મૂળરૂપે શરૂથી અંત સુધી સુરક્ષિત છે. સશક્ત એન્ક્રિપ્શન એ તોડી ન શકાય એવા ડિજિટલ લૉક તરીકે કામ કરે છે કે અને WhatsApp પર મોકલવામાં આવતી માહિતીને સુરક્ષિત રાખે છે, જે તમને હેકર અને ગુનેગારોથી રક્ષણ આપે છે. મેસેજ ફક્ત તમારા ફોન પર જ રાખવામાં આવે છે અને તમારી બન્ને વચ્ચેથી કોઈ તમારા મેસેજ વાંચી કે તમારા કૉલ સાંભળી શકતા નથી, અમે પણ નહિ. તમારી અંગત વાતચીતો તમારી બન્ને વચ્ચે જ રહે છે.

આ આધુનિક જીવનમાં સશક્ત એન્ક્રિપ્શન જરૂરી છે. અમે સુરક્ષામાં કોઈ જ બાંધછોડ કરીશું નહિ કે જેનાથી લોકોની સુરક્ષામાં કોઈ ઘટાડો થાય. આનાથી પણ વધુ સુરક્ષા માટે, અમે શ્રેષ્ઠ સુરક્ષા નિષ્ણાતો સાથે કામ કરીએ છીએ, દુરુપયોગ રોકવા માટે ઉદ્યોગોમાં મુખ્યરૂપે વપરાતી ટેક્નોલોજીનો ઉપયોગ કરીએ છીએ તેમજ નિયંત્રણો અને સમસ્યાઓની જાણ કરવાની રીતો પૂરી પાડીએ છીએ, એ પણ પ્રાઇવસીનો ભોગ આપ્યા વગર.

લોકોને ઉપયોગ માટે સરળ, વિશ્વસનીય અને ખાનગી એવી સેવા બનાવવાના હેતુ સાથે WhatsAppની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે અમે શરૂઆત કરી હતી ત્યારે જેટલા અમે પ્રતિબદ્ધ હતા તેટલા જ અમે આજે છીએ અને 200 કરોડથી વધુ વપરાશકારોની અંગતતા અકબંધ રાખીને અમે દુનિયાને જોડીએ છીએ અને તેમની અંગત વાતચીતોને સુરક્ષિત રાખીએ છીએ.

12 ફેબ્રુઆરી, 2020
Tweet
નાના બિઝનેસ માટે આવી ગઈ છે કેટલોગની સુવિધા

પોતાને ગમતા નાના બિઝનેસ સાથે લોકોને WhatsApp પર વાત કરવાનું ગમે છે, પણ પ્રોડક્ટની જાણકારી મેળવવા માટે ઘણા મેસેજ અને ફોટાની આપલે પણ એક કંટાળાજનક કામ છે. આજે, WhatsApp Business ઍપમાં કેટલોગની સુવિધા ઉમેરીને અમે બિઝનેસ દ્વારા વેચવામાં આવતી પ્રોડક્ટ અને સેવાઓની જાણકારી મેળવવાનું સરળ બનાવી રહ્યા છીએ.

કેટલોગથી બિઝનેસ પોતાનો માલસામાન મોબાઇલ પર દર્શાવી અને શેર કરી શકે છે, જેથી લોકો તેમને ગમતી ચીજવસ્તુઓ સરળતાથી જોઈ અને ખરીદી શકે. પહેલાં બિઝનેસને ફોટા મોકલવા પડતા હતા અને વારેવારે જાણકારી આપવી પડતી હતી — હવે, ગ્રાહકો WhatsAppમાં જ આખું કેટલોગ જોઈ શકશે. આનાથી એક અસલ ધંધાદારની છાપ પડશે અને બધાં કામ ચેટથી જ કરી શકાશે. વધુમાં, ગ્રાહકોને જાણકારી મેળવવા વેબસાઇટ પર પણ જવું નહિ પડે.

જેમ કે, ઇન્ડોનીશિયામાં ચાલતો ટકાઉ ઔષધ અને મસાલાનો બિઝનેસ, Agradaya. અમે તેના સ્થાપક અંધિકા મહાર્દિકાને થોડા વહેલા કેટલોગની સુવિધા વાપરવા આપી હતી અને તેમણે અમને જણાવ્યું કે કેટલોગથી ગ્રાહકો માટે ફોટા જોઈને પ્રોડક્ટની જાણકારી મેળવવાનું અને તેની કિંમત જાણવાનું સરળ બની જાય છે — જે તેમના ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવા માટે ખૂબ મહત્ત્વનું છે.

કેટલોગની દરેક વસ્તુ માટે, બિઝનેસ કિંમત, વર્ણન અને પ્રોડક્ટ કોડ સહિતની જાણકારી ઉમેરી શકે છે. બિઝનેસ અને ગ્રાહકો બન્નેના ફોન પર કીમતી જગ્યા બચે તે હેતુથી WhatsApp આ કેટલોગ પોતાના સર્વર પર રાખે છે.

WhatsApp Business ઍપમાં કેટલોગ બનાવવું ખૂબ સરળ છે. શરૂ કરવા આ વીડિયો જુઓ:


હાલમાં, કેટલોગની સુવિધા બ્રાઝિલ, જર્મની, ભારત, ઇન્ડોનીશિયા, મેક્સિકો, યુ.કે. અને યુ.એસ.માં Android અને iPhone પર WhatsApp Business ઍપ વાપરતા બિઝનેસ માટે ઉપલબ્ધ છે. થોડા જ વખતમાં તેને દુનિયાનાભરમાં ઉપલબ્ધ કરાવાશે. અમે જાણવા આતુર છીએ કે કેટલોગ કેવી રીતે નાના બિઝનેસને પોતાના ગ્રાહકો સાથે જોડાવામાં અને ધંધો વધારવામાં મદદરૂપ બને છે.

7 નવેમ્બર, 2019

Tweet
અમે લઈને આવ્યા છીએ Android માટે ફિંગરપ્રિન્ટ લૉક

આ વર્ષની શરૂઆતમાં, અમે iPhone પર WhatsApp વાપરનારાઓને વધુ સુરક્ષા મળી રહે તે હેતુથી ટચ આઇડી અને ફેસ આઇડીની સુવિધા લાવ્યા હતા. આજે, અમે સપોર્ટ કરતા Android ફોન માટે પણ તેના જેવી સુવિધા લઈને આવ્યા છીએ, જે તમને તમારી ફિંગરપ્રિન્ટ (આંગળીની છાપ)થી ઍપ ખોલવા દેશે. ચાલુ કરવા માટે, સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > ફિંગરપ્રિન્ટ લૉક પર દબાવો. ફિંગરપ્રિન્ટથી લૉક ખોલો ચાલુ કરો અને તમારી ફિંગરપ્રિન્ટની ખાતરી કરો.

31 ઓક્ટોબર, 2019
Tweet
ગ્રૂપ માટે નવાં પ્રાઇવસી સેટિંગ

WhatsApp ગ્રૂપથી કુટુંબ, મિત્રો, સહકર્મચારીઓ, સહાધ્યાયીઓ અને બીજા કેટલાંય લોકો સાથે સંપર્કમાં રહી શકાય છે. જેમ જેમ લોકો મહત્ત્વની વાતચીત માટે ગ્રૂપ તરફ વળી રહ્યા છે, તેમ તેમ વપરાશકર્તાઓએ અમને જણાવ્યું છે કે ગ્રૂપમાં જોડાવાના નિર્ણય પર તેઓનું નિયંત્રણ રહેવું જોઈએ. તમને ગ્રૂપમાં કોણ ઉમેરી શકે તે નક્કી કરવામાં મદદ મળી રહે તે માટે આજે અમે એક નવું પ્રાઇવસી સેટિંગ અને આમંત્રણ પદ્ધતિ લઈને આવ્યા છીએ.

તેને ચાલુ કરવા, તમારી ઍપમાં સેટિંગ પર જઈને એકાઉન્ટ > પ્રાઇવસી > ગ્રૂપ પર દબાવો અને ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરો: “બધા,” “મારા સંપર્કો,” અથવા તો “આ સિવાયના મારા સંપર્કો.” “મારા સંપર્કો” પસંદ કરવાનો અર્થ એમ છે કે તમારી એડ્રેસ બુકમાં હોય માત્ર તે જ સંપર્કો તમને ગ્રૂપમાં ઉમેરી શકે અને “આ સિવાયના મારા સંપર્કો”ની પસંદગી તમારા સંપર્કોમાંથી કોણ તમને ગ્રૂપમાં ઉમેરી શકે તે માટે વધારાનું નિયંત્રણ આપે છે.

એવા કિસ્સામાં, તમને ગ્રૂપમાં ઉમેરી શકતા ન હોય એ એડમિનને તમને અંગત ચેટમાં આમંત્રણ મોકલવા માટે પૂછવામાં આવશે, જેથી ગ્રૂપમાં જોડાવું કે નહિ તેની અંતિમ પસંદગી તમારી જોડે રહેશે. તમારી પાસે આમંત્રણ સ્વીકારવા માટે 3 દિવસનો સમય હશે, ત્યારબાદ આમંત્રણની લિંક કામ નહિ કરે.

આ નવી સુવિધાથી વપરાશકર્તાઓ પાસે તેઓને મળતા ગ્રૂપ મેસેજ પર વધુ નિયંત્રણ રહેશે. આ નવાં પ્રાઇવસી સેટિંગ કેટલાક વપરાશકર્તાઓને આજથી જ વાપરવા મળશે અને દુનિયાભરમાં આવનારાં દિવસોમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરનારો માટે ઉપલબ્ધ થશે.

અપડેટ: આ સુવિધા પહેલી વખત બહાર પાડી હતી ત્યારે વપરાશકર્તાઓ પાસેથી મળેલા પાતિસાદ પ્રમાણે, અમે “કોઈ નહિ” વિકલ્પની જગ્યાએ નવો “આ સિવાયના મારા સંપર્કો” વિકલ્પ લઈને આવ્યા છીએ. આ વિકલ્પથી તમે પોતાની મરજી મુજબ સંપર્કોને બાકાત રાખી શકશો ક્યાં તો “બધાને પસંદ કરી શકશો”. દુનિયાભરમાં WhatsAppનું લેટેસ્ટ વર્ઝન વાપરનારાઓ આ અપડેટનો લાભ ઉઠાવી શકશે.

છેલ્લી અપડેટ: 5 નવેમ્બર, 2019

3 એપ્રિલ, 2019
Tweet
WhatsApp બિઝનેસ ઍપને iPhone પર લાવવા વિશે

નાના વેપારીઓ પાસેથી અમને અવારનવાર એક જ વિનંતી સાંભળવા મળે છે કે તેઓને WhatsApp બિઝનેસ ઍપને કોઈ પણ ડિવાઇસ પર વાપરવાની પસંદગી આપવામાં આવે.

હવે તેઓ એમ કરી શકે છે.

આજે અમે WhatsApp બિઝનેસ ઍપને iOS માટે રજૂ કરી રહ્યા છીએ. જેવી રીતે WhatsApp બિઝનેસ ઍપ ગયા વર્ષે Android વર્ઝન પર દુનિયા ફરતેના લાખો વ્યવસાયો સ્વીકારવામાં આવી, એવી જ રીતે એ iOS માટે પણ સ્વીકારવામાં આવશે અને Apple ઍપ સ્ટોર પરથી મફતમાં ડાઉનલોડ કરી શકશે. એમાં નાના વેપારીઓને અને તેઓના ગ્રાહકો સાથે વાતચીત વ્યવહાર કરવા માટે મદદરૂપ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. એમાં નીચેની સુવિધાઓ સામેલ છે:

  • બિઝનેસની પ્રોફાઇલ: તમારા વ્યવસાય વિશે મદદરૂપ માહિતી શેર કરો, જેમ કે વ્યવસાયનું વર્ણન, ઇમેઇલ અથવા દુકાનનું સરનામું અને વેબસાઇટ.
  • મેસેજ કરવાના સાધનો: અસરકારક મેસેજિંગના સાધનો જેવા કે તરત જવાબો ઉપયોગ કરીને, વારંવાર પૂછાતા પ્રશ્નોના ઝડપી જવાબો આપો, ગ્રાહકોને તમારા વ્યવસાયનો પરિચય આપવા શુભેચ્છા મેસેજ મોકલો અને ગેરહાજરીનો મેસેજ મોકલીને તેઓને જણાવો કે તેઓ ક્યારે જવાબ મેળવવાની અપેક્ષા રાખી શકે.
  • WHATSAPP વેબ: ડેસ્કટોપથી ચેટ કરીને વાતચીત વ્યવહાર મેનેજ કરો અને ગ્રાહકોને ફાઇલો મોકલો.

આજથી WhatsApp બિઝનેસ ઍપ પ્રાપ્ય છે અને બ્રાઝિલ, જર્મની, ઇન્ડોનેશિયા, ભારત, મેક્સિકો, યુ.કે. અને યુ.એસ.એ.ના ઍપ સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે. આ ઍપ આવનારા અઠવાડિયાઓમાં દુનિયા ફરતે બહાર પાડવામાં આવશે.

બ્રાઝિલના Ribeirão Pretoમાં કોઈ ઓનલાઇન મીઠાઈની દુકાન WhatsApp બિઝનેસથી 60 ટકાનું વેચાણ કરે છે, તેમજ હોય કે ભારતના બેંગાલુરુમાં આવેલો ખાતરનો વેપારી હોય જે શહેરી જગ્યાઓમાં કચરામાંથી ખાતર માટે ડિઝાઈ કરી તેમજ બનાવી આપતો હોય અને તે અમેરિકા અને ઑસ્ટ્રેલિયામાં રહેતા પોતાના ગ્રાહકો સાથે WhatsAppથી વાત કરતો હોય, એ પોતાની બીજી શાખા ખોલવા માટેનો શ્રેય WhatsApp બિઝનેસને આપે છે. દુનિયા ફરતેના નાના ઉદ્યોગોના વેપારીઓ ધંધો વધારવા માટે આ ઍપનો ઉપયોગ કરે છે. અમે WhatsApp બિઝનેસ ઍપને બીજા ઘણા નાના ઉદ્યોગો સુધી લઈ જવા અને એનાથી તેઓને સફળતા હાંસલ કરવામાં કેવી મદદ મળી એની નવી સ્ટોરી સાંભળવા આતુર છીએ.

એપ્રિલ 4, 2019
Tweet
૧૦ વર્ષ માટે તમારો આભાર

અમે WhatsApp ચાલુ કર્યાને દસ વર્ષ થઈ ચૂક્યા છે! પાછલા દાયકા દરમિયાન, દુનિયા ફરતે અમે લોકો પાસેથી સાંભળ્યું છે કે તેઓ WhatsApp વાપરીને પોતાના સ્નેહીજનોના સંપર્કમાં રહે છે, પોતાના સમાજ સાથે જોડાયેલા રહે છે અને વેપાર-ધંધાને વિકાસવે છે. એ અહેવાલો અમને પ્રેરણા આપતા રહે છે અને આ મહત્ત્વના વર્ષને ઉજવવા પ્રેરે છે, અમે પાછલા વર્ષો દરમિયાન અમારી કેટલીક સૌથી મોટી પળોનો વિચાર કરી રહ્યા હતા.

અમે WhatsAppને દરેક માટે હજી વધારે સરળ અને ભરોસાપાત્ર બનાવવા, સુવિધાઓ સામેલ કરવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહી છે. અમારી સાથે આ મુસાફરીમાં સામેલ થવા માટે અમે દુનિયા ફરતેના અમારા તમામ વપરાશકર્તાઓનો આભાર માનીએ છીએ!


ફેબ્રૂઆરી 25, 2019
Tweet
ટચ આઇડી અને ફેસ આઇડી વિશે જાણો

WhatsAppમાં, અમે વ્યક્તિગત મેસેજિંગ વિશે ઊંડાણપૂર્વક કાળજી રાખીએ છીએ અને આજે અમે iPhone પર ટચ આઇડી અને ફેસ આઇડી રજૂ કરતા ઘણા આતુર છીએ. એનાથી બીજી કોઈ વ્યક્તિને તમારો ફોન લઈને તમારા મેસેજ વાંચતા અટકાવવામાં આવશે.

WhatsAppમાં iPhoneની સુવિધા ચાલુ કરવા માટે, સેટિંગ > એકાઉન્ટ > પ્રાઇવસી > સ્ક્રીન લૉક પર દબાવો અને ટચ આઇડી કે ફેસ આઇડી ચાલુ કરો. WhatsApp બંધ થાય પછી તમારી ટચ આઇડી કે ફેસ આઇડી સ્ક્રીન પર દેખાય એ પહેલા કેટલો સમય એ દેખાવું જોઈએ એ પસંદ કરવા માટે તમારી પાસે વિકલ્પ છે.

આ ફીચર iPhone 5s અથવા એના પછીના વર્ઝન અને iOS 9 કે તેનાથી ઉપરના વર્ઝન પર આજથી ઉપલબ્ધ રહેશે.

ફેબ્રૂઆરી 4, 2019
Tweet
પછીનું પેજ

WhatsApp

  • સુવિધાઓ
  • સુરક્ષા
  • ડાઉનલોડ કરો
  • WhatsApp વેબ
  • બિઝનેસ
  • પ્રાઇવસી

કંપની

  • અમારા વિશે
  • કારકિર્દી
  • બ્રાંડ સેન્ટર
  • સંપર્ક કરો
  • બ્લોગ
  • WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

  • Mac/PC
  • Android
  • iPhone

મદદ

  • વારંવાર પૂછાતા પ્રશ્નો
  • Twitter
  • Facebook
  • કોરોના વાઇરસ
2021 © WhatsApp LLC
પ્રાઇવસી અને શરતો