30 નવેમ્બર, 2023
આ વર્ષની શરૂઆતમાં અમે લોકોને તેમની વધુ સંવેદનશીલ વાતચીતોને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે તે માટે ચેટ લૉકની સુવિધા રજૂ કરેલી. આજે, અમે સિક્રેટ કોડ લોન્ચ કરી રહ્યા છીએ, જે આ ચેટને સુરક્ષિત રાખવાની એક વધારાની રીત છે અને તે જો કોઈની પાસે તમારા ફોનની એક્સેસ હોય અથવા તમે કોઈ અન્ય વ્યક્તિની સાથે ફોન શેર કરતા હો તો ચેટને શોધવાનું વધુ મુશ્કેલ બનાવે છે.
સિક્રેટ કોડ વડે, તમે હવે તમારા ફોનને અનલૉક કરવા તમે જે ઉપયોગમાં લો છો તેનાથી અલગ એક અનન્ય પાસવર્ડ સેટ કરી શકશો, જેથી તમારી લૉક કરેલી ચેટને પ્રાઇવસીનું વધારાનું સ્તર મળી રહે. તમારી પાસે તમારા ચેટલિસ્ટથી 'લૉક કરેલી ચેટ'ના ફોલ્ડરને છુપાવવાનો વિકલ્પ હશે, જેથી કરીને તે શોધ બારમાં તમારા સિક્રેટ કોડને ટાઇપ કરીને જ શોધી શકાય. જો તે તમારી જરૂરિયાતોને અનુરૂપ નથી, તો તમે હજી પણ તમારા ચેટલિસ્ટમાં તેને બતાવવાનું પસંદ કરી શકો છો. જ્યારે પણ કોઈ નવી ચેટ હોય કે જેને તમે લૉક કરવા માંગતા હો, તમે હવે તેને લૉક કરવા માટે ચેટનાં સેટિંગની મુલાકાત લેવાને બદલે તેના પર દબાવી રાખીને એમ કરી શકો છો.
અમે એ વાતથી ખૂબ જ ખુશ છીએ કે અમારી કોમ્યુનિટીને 'ચેટ લૉક' સુવિધા બહુ ગમી રહી છે અને આશા રાખીએ છીએ કે સિક્રેટ કોડ તેમના માટે તેને હજુ વધુ ઉપયોગી બનાવે છે. સિક્રેટ કોડની સુવિધા આજે રજૂ થવાની શરૂ થાય છે અને આવનારા મહિનાઓમાં વૈશ્વિક રીતે ઉપલબ્ધ થશે. અમે લોકોને તેમની પ્રાઇવસીને સુરક્ષિત રાખવામાં મદદ મળી રહે તે માટે ચેટ લૉકમાં વધુ સુવિધાઓ લાવતા રહેવા માટે ઉત્સાહિત છીએ, આ અંગે તમારો શું વિચાર છે તે અમને જણાવો.