21 નવેમ્બર, 2024
વોઇસ મેસેજ મોકલવાનું મિત્રો અને કુટુંબીજનો સાથે કનેક્ટ થવાને હજીયે વધુ વ્યક્તિગત બનાવે છે. જ્યારે તમે દૂર હો ત્યારે પણ તમારા પ્રિયજનનો અવાજ સાંભળવામાં કંઈક ખાસ અનુભૂતિ રહેલી છે. જોકે ક્યારેક, તમે સફરમાં હોવ છો, ઘોંઘાટવાળી જગ્યામાં હોવ છો અથવા તમને એક લાંબો વોઇસ મેસેજ મળે છે જેને તમે બસ રોકાઈ જઈને સાંભળી શકતા નથી.
તે ક્ષણો માટે, અમે વોઇસ મેસેજની ટ્રાન્સ્ક્રિપ્ટને પ્રસ્તુત કરવા માટે ઉત્સાહિત છીએ. તમે જે પણ કામ કરી રહ્યા હો તેને ધ્યાનમાં લીધા વિના, વાતચીતો અંગે અવગત રહેવામાં તમને મદદ મળી રહે તે માટે વોઇસ મેસેજને ટેક્સ્ટમાં ટ્રાન્સ્ક્રાઇબ કરી શકાય છે.
ટ્રાન્સ્ક્રિપ્ટને તમારા ડિવાઇસ પર જનરેટ કરવામાં આવે છે જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિ તમારા વ્યક્તિગત મેસેજને સાંભળી અથવા વાંચી ન શકે, WhatsApp પણ નહિ.
શરૂઆત કરવા માટે, ટ્રાન્સ્ક્રિપ્શનને સહેલાઈથી ચાલુ કે બંધ કરવા અને તમારી ટ્રાન્સક્રિપ્ટની ભાષાને પસંદ કરવા માટે સેટિંગ > ચેટ > વોઇસ મેસેજની ટ્રાન્સ્ક્રિપ્ટ પર જાઓ. તમે મેસેજ પર દબાવી રાખી અને પછી 'ટ્રાન્સ્ક્રાઇબ કરો' પર દબાવીને વોઇસ મેસેજને ટ્રાન્સ્ક્રાઇબ કરી શકો છો. અમે આ અનુભવને પાયામાં રાખીને આગળ નિર્માણ કરવા અને તેને હજુયે વધુ સારું અને વધુ અવરોધરહિત બનાવવા માટે ઉત્સાહિત છીએ.
શરૂઆત કરવા માટે પસંદગીની થોડીક ભાષામાં કરવાની સાથે ટ્રાન્સ્ક્રિપ્ટની સુવિધા આવનારા અઠવાડિયામાં વૈશ્વિક ધોરણે રજૂ કરવામાં આવી રહી છે, જોકે આવનારા મહિનામાં વધુ ભાષાઓને ઉમેરવાનો અમારો પ્લાન છે. તમે અહીં ક્લિક કરીને તે કેવી રીતે કામ કરે છે અને હાલમાં કઈ-કઈ ભાષાઓ સપોર્ટેડ છે તે વિશે વધુ જાણી શકો છો.