18 એપ્રિલ, 2024
છેલ્લા છ મહિનામાં, WhatsAppએ Meta AI સાથેની વ્યક્તિગત વાતચીત અને ગ્રૂપ ચેટ તેમજ AI સ્ટિકર ક્રિએશન માટેના મર્યાદિત પરીક્ષણને સપોર્ટ આપ્યો છે. અમે સીધા WhatsAppની અંદરથી જ વધુ લોકો માટે Meta AI પાસે જે બધું ઓફર કરવા માટે છે તેને એક્સ્પ્લોર કરવાની ક્ષમતાને વિસ્તારવા માટે સખત મહેનત કરી રહ્યા છીએ. આજે, ડઝનેક દેશોમાં ઉપલબ્ધતા સહિત Meta AIને અસંખ્ય અપગ્રેડ મળ્યાં છે કે જેને અમે ધીમે-ધીમે પ્રસ્તુત કરીશું.
આવનારા મહિનાઓમાં, અમે Meta AIના પર્ફોર્મન્સને હજીએ વધુ બહેતર બનાવવાનું ચાલુ રાખવાની અને WhatsAppમાં નવી ક્રિએટિવ ક્ષમતાઓ લાવવાની અપેક્ષા રાખીએ છીએ. જોકે ઉત્સાહિત થવા માટે ઘણું બધું રહેલું છે, તેમ છતાં અમે જાણીએ છીએ કે જનરેટિવ AI હંમેશાં પર્ફેક્ટ નહિ હોય. તમારા માટે તે કેવી રીતે કામ કરી રહ્યું છે તે વિશે લોકોના પ્રતિસાદને સાંભળવા માટે અમે આતુર છીએ. તમે WhatsApp પર Meta AIને જે રીતે ઉપયોગમાંં લઈ રહ્યા છો તેને અથવા રુચિપ્રદ ફોટાને શેર કરવા માટે અમને Threads પર ટેગ કરો. આપણે આ યાત્રામાં સાથે મળીને આગળ વધીએ છીએ ત્યારે અમને તમારી પાસેથી પ્રતિસાદ સાંભળવો બહુ ગમશે.