29 જૂન, 2018
છેલ્લા થોડા મહિનામાં, અમે નવી સુવિધાઓ ઉમેરી છે જે ગ્રૂપના અનુભવને બહેતર બનાવે છે. આમાંથી કેટલીકમાં ગ્રૂપનાં વર્ણનો, અવગત થવાની સુવિધા અને એવાં લોકો માટે સુરક્ષાનો સમાવેશ થાય છે કે જેમને તેમણે છોડી દીધેલાં ગ્રૂપમાં વારંવાર ઉમેરવામાં આવી રહ્યાં છે.
આજે, અમે ગ્રૂપનું નવું સેટિંગ લોન્ચ કરી રહ્યા છીએ જ્યાં માત્ર એડમિન જ ગ્રૂપમાં મેસેજ મોકલી શકશે. લોકો દ્વારા ગ્રૂપનો ઉપયોગ કરવાની એક રીત એ છે કે મહત્ત્વપૂર્ણ ઘોષણાઓ અને માહિતી પ્રાપ્ત કરવી, જેમાં માતા-પિતા અને શિક્ષકો દ્વારા શાળાઓમાં, કોમ્યુનિટી સેન્ટર અને બિન-નફાકારક સંસ્થાઓમાં એમ કરવાનો સમાવેશ થાય છે. અમે આ નવું સેટિંગ પ્રસ્તુત કર્યું છે જેથી એડમિન પાસે આ ઉપયોગના કિસ્સા માટે વધુ સારાં ટૂલ રહી શકે.
આ સેટિંગને ચાલુ કરવા માટે, "ગ્રૂપની માહિતી" ખોલો, ગ્રૂપનાં સેટિંગ > મેસેજ મોકલોને દબાવો અને "માત્ર એડમિન" પસંદ કરો. આ સેટિંગ ઍપનાં નવીનતમ સપોર્ટેડ વર્ઝન પર વિશ્વભરના તમામ વાપરનારાઓ માટે રજૂ થઈ રહી છે.