22 મે, 2023
જ્યારે તમે ભૂલ કરો કે બસ પોતાનો વિચાર બદલી દો તેવી ક્ષણો માટે, હવે તમે તમારા મોકલેલા મેસેજમાં ફેરફાર કરી શકો છો.
કોઈ સાદી ખોટી જોડણીને સુધારવાથી લઈને મેસેજમાં વધારાનો સંદર્ભ ઉમેરવા સુધી, અમે તમારી સમક્ષ તમારી ચેટ પર વધુ નિયંત્રણ લાવવા માટે ઉત્સાહિત છીએ. બધું મળીને તમારે બસ મોકલેલા મેસેજ પર દબાવી રાખીને મેનૂમાંથી ‘ફેરફાર કરો’ પસંદ કરવાની જરૂર પડશે, જે મેસેજ મોકલ્યા પછી પંદર મિનિટ સુધી કરી શકાશે.
ફેરફાર કરેલા મેસેજ, પોતાની બાજુમાં ‘ફેરફાર કરેલ’ પ્રદર્શિત કરશે, જેથી કરીને તમે જેમને મેસેજ મોકલી રહ્યા હો તેઓ સુધારાથી વાકેફ રહે, તે પણ જૂના ફેરફારો બતાવવામાં આવ્યા વિના. તમામ વ્યક્તિગત મેસેજ, મીડિયા અને કૉલની સાથે હોય છે તેમ જ, તમારા મેસેજ અને તમે કરો છો તે ફેરફારો એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે.
આ સુવિધા વૈશ્વિક સ્તરે વાપરનારાઓને ઉપલબ્ધ કરાવવાની શરૂ થઈ ગઈ છે અને તે આગામી અઠવાડિયાઓમાં દરેક જણને ઉપલબ્ધ થઈ જશે.