WhatsApp મુખ્ય પેજWhatsApp મુખ્ય પેજWhatsApp પર કોમ્યુનિટી શરૂ કરવા પાછળના અમારા ઉદ્દેશની વાત
WHATSAPP વેબ
સુવિધાઓ
ડાઉનલોડ કરો
સુરક્ષા
મદદ કેન્દ્ર

તમારી ભાષા પસંદ કરો

  • azərbaycan

  • Afrikaans

  • Bahasa Indonesia

  • Melayu

  • català

  • čeština

  • dansk

  • Deutsch

  • eesti

  • English

  • español

  • français

  • Gaeilge

  • hrvatski

  • italiano

  • Kiswahili

  • latviešu

  • lietuvių

  • magyar

  • Nederlands

  • norsk bokmål

  • o‘zbek

  • Filipino

  • polski

  • Português (Brasil)

  • Português (Portugal)

  • română

  • shqip

  • slovenčina

  • slovenščina

  • suomi

  • svenska

  • Tiếng Việt

  • Türkçe

  • Ελληνικά

  • български

  • қазақ тілі

  • македонски

  • русский

  • српски

  • українська

  • עברית

  • العربية

  • فارسی

  • اردو

  • বাংলা

  • हिन्दी

  • ગુજરાતી

  • ಕನ್ನಡ

  • मराठी

  • ਪੰਜਾਬੀ

  • தமிழ்

  • తెలుగు

  • മലയാളം

  • ไทย

  • 简体中文

  • 繁體中文(台灣)

  • 繁體中文(香港)

  • 日本語

  • 한국어

  • ડાઉનલોડ કરો

  • સુવિધાઓ

  • સુરક્ષા

  • મદદ કેન્દ્ર

  • સંપર્ક કરો

WhatsApp બ્લોગ

WhatsApp પર કોમ્યુનિટી શરૂ કરવા પાછળના અમારા ઉદ્દેશની વાત

WhatsApp પર કોમ્યુનિટી તરીકે ઓળખાતી નવી સુવિધા શરૂ કરવા પાછળના અમારા ઉદ્દેશ વિશે વાત કરતા આજે અમે ઘણો રોમાંચ અનુભવીએ છીએ. 2009માં WhatsApp શરૂ થયું ત્યારથી લોકો જ્યારે કોઈ વ્યક્તિ સાથે કે મિત્રો અથવા પરિવારજનોના ગ્રૂપમાં વાત કરવા ઇચ્છતા હોય ત્યારે તેમને વ્યક્તિગત વાતચીતમાં સર્વશ્રેષ્ઠ સુવિધા કેવી રીતે આપી શકીએ તેના પર જ અમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમે સમુદાય અંતર્ગત સંવાદ અને સમન્વય કરવા માટે WhatsAppનો ઉપયોગ કરતાં લોકો પાસેથી અવારનવાર તેમના પ્રતિસાદ મેળવતા હોઈએ છીએ.

શાળાઓ, સ્થાનિક ક્લબો અને બિન-લાભકારી સંગઠનો જેવી સંસ્થાઓ સુરક્ષિત રીતે સંવાદ કરવા અને તેમના કામકાજ પૂરા કરવા માટે હવે WhatsApp પર વિશ્વાસ રાખે છે - ખાસ કરીને મહામારીએ જયારે આપણને દૂર હોવા છતાં પણ સાથે મળીને કામ કરવાના સર્જનાત્મક માર્ગો શોધવા મજબૂર કર્યા છે ત્યારે. અમને મળેલા અસંખ્ય પ્રતિસાદોને આધારે અમે જાણ્યું કે, આ પ્રકારના ગ્રૂપ વચ્ચે થતી અસંખ્ય વાતચીતની આપ-લેને મેનેજ કરવામાં લોકોને સહાયરૂપ થવાની દિશામાં અમે ઘણું કરી શકીએ તેમ છીએ.

બસ આ જ જગ્યાએ કોમ્યુનિટી મદદરૂપ થાય છે. WhatsApp પર કોમ્યુનિટીની સુવિધા થકી લોકો તેમને અનુકૂળ બની રહેતા માળખાની મદદથી અલગ-અલગ ગ્રૂપને એક જ સ્થાને એકઠાં કરી શકશે. આ રીતે લોકો આખી કોમ્યુનિટીને મોકલેલા મેસેજ પર અપડેટ મેળવી શકશે અને તેમના માટે મહત્ત્વપૂર્ણ ચર્ચા માટેના નાના ગ્રૂપને સહેલાઈથી આયોજિત કરી શકશે. કોમ્યુનિટીમાં એડમિન માટે નવા શક્તિશાળી ટૂલ પણ હશે, જેમાં દરેકને મોકલી શકાય તેવા અને કયા ગ્રૂપને શામેલ કરી શકાય તેના નિયંત્રણ સાથે ઘોષણા માટેના મેસેજ પણ કરી શકાશે.

અમારું માનવું છે કે કોમ્યુનિટીની સુવિધા શાળાના પ્રિન્સિપાલને ઘણી સહાયરૂપ થઈ રહેશે. વાંચવી ફરજીયાત હોય તેવી અપડેટ શેર કરવા માટે બધાં વાલીઓને એકઠાં કરવા તેમજ જે-તે વર્ગ, ઇતર પ્રવૃત્તિઓ અથવા સ્વયંસેવાની જરૂરિયાત ધરાવતા કામ માટે ગ્રૂપ સેટ કરવામાં તેઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

અમે WhatsApp પર ગ્રૂપની કાર્ય કરવાની રીતો પર પણ સંખ્યાબંધ સુધારાઓ કરી રહ્યા છીએ - પછી ભલે તેઓ કોમ્યુનિટીનો ભાગ હોય કે ન હોય. અમે માનીએ છીએ કે આ લોકોને નવીન રીતે શેર કરવામાં અને મોટી ચેટમાં ભારણ ઘટાડવામાં મદદ કરશે. These features are rolling out in the coming weeks so people can start trying them out even before Communities are ready.

  • પ્રતિક્રિયાઓ - WhatsApp પર ઇમોજી પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે જેથી લોકો નવા મેસેજથી ચેટને ભરી દીધા વગર ઝડપથી તેમના અભિપ્રાય શેર કરી શકે.
  • એડમિન ડિલીટ - ગ્રૂપ એડમિન ગેરમાર્ગે દોરનારા અથવા સમસ્યારૂપ મેસેજને દરેકની ચેટમાંથી દૂર કરી શકશે.
  • ફાઇલ શેરિંગ – અમે ફાઇલ શેરિંગની મર્યાદાને 2 ગીગાબાઇટ સુધી વધારી રહ્યાં છીએ જેથી લોકો પ્રોજેકટ પર સરળતાથી સહયોગ સાધી શકે.
  • વધુ મોટા વોઇસ કૉલ – અમે 32 જેટલા લોકો માટે એક-ટેપમાં વોઇસ કૉલ કરી શકાય તેવી એકદમ નવી ડિઝાઇન સાથેની સુવિધા પ્રસ્તુત કરવાના છીએ જે ચેટ કરવા કરતાં લાઇવ વાતચીત કરવાનું વધુ અનુકૂળ હોય તેવા સમયે કામ આવે.

કોમ્યુનિટી સ્વાભાવિક રીતે જ ખાનગી હોય છે, તેથી જ અમે મેસેજને એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન વડે સુરક્ષિત રાખવાનું ચાલુ રાખીશું. આ સુરક્ષા ટેકનોલોજી ખરેખર લોકોની પ્રાઇવસી અને સલામતીને સુરક્ષિત કરવા માટે અત્યંત આવશ્યક બની ગઈ છે. નજીકથી વણાયેલા ગ્રૂપ - શાળાઓ, ધાર્મિક મંડળોના સભ્યો, અને બિઝનેસની પણ - ઘણા અંશે ઇચ્છા અને જરૂરિયાત છે કે તેઓ સુરક્ષિત અને ખાનગી વાતચીતો કરી શકે જેમાં WhatsApp તેમના દરેક શબ્દ પર નજર ન રાખે. અમે કોમ્યુનિટી માટે પ્રાઇવસી, સલામતી અને સુરક્ષા વિશે કેવો અભિગમ અપનાવી રહ્યા છીએ તે અંગે તમે અહીં વધુ વાંચી શકો છો.

જ્યારે અન્ય ઍપ લાખો લોકો માટે ચેટનું જ નિર્માણ કરી રહી છે, અમે એવા ગ્રૂપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કરી રહ્યાં છીએ જે આપણા દૈનિક જીવનનો ભાગ છે. WhatsApp પર કોમ્યુનિટીની શરૂઆતનો આ સમય છે અને અમારા માટે તેને સપોર્ટ કરવા માટેની નવી સુવિધાઓનું નિર્માણ કરવું એ આવનારા વર્ષ માટે એક મહત્ત્વપૂર્ણ લક્ષ્ય હશે. અમે કોમ્યુનિટી લોકો સુધી પહોંચે તે અંગે ખૂબ જ ઉત્સુક છીએ અને લોકોના પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈએ છીએ.

14 એપ્રિલ, 2022

ટ્વિટશેર કરો

WHATSAPP

સુવિધાઓ

સુરક્ષા

ડાઉનલોડ કરો

WhatsApp વેબ

બિઝનેસ

પ્રાઇવસી

કંપની

અમારા વિશે

કારકિર્દી

બ્રાંડ સેન્ટર

સંપર્ક કરો

બ્લોગ

WhatsApp સ્ટોરી

ડાઉનલોડ કરો

Mac/PC

Android

iPhone

મદદ

મદદ કેન્દ્ર

Twitter

Facebook

કોરોના વાઇરસ

2022 © WhatsApp LLC

પ્રાઇવસી અને શરતો