25 ફેબ્રુઆરી, 2019
અમે WhatsAppને શરૂ કર્યાને દસ વર્ષ થઈ ગયા છે! ગત દાયકા દરમિયાન, અમે સમગ્ર વિશ્વમાં રહેલાં એવાં લોકો પાસેથી સાંભળ્યું છે કે જેઓ પોતાના પ્રિયજનો સાથે સંપર્કમાં રહેવા, તેમની કોમ્યુનિટી સાથે કનેક્ટ કરવા અને બિઝનેસ ઊભા કરવા માટે WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે. આ સ્ટોરી અમને પ્રેરણા આપતી જ રહે છે અને આ માઇલસ્ટોનની ઉજવણી કરવા માટે, અમે વર્ષોની અમારી કેટલીક સૌથી મોટી ક્ષણોને યાદ કરી રહ્યા છીએ.
અમે એવી સુવિધાઓને બનાવવાનું ચાલુ રાખવા માટે ઉત્સાહિત છીએ કે જે દરેક માટે WhatsAppને હજુ વધુ સરળ અને વિશ્વસનીય બનાવે છે. આ સફરમાં અમારી સાથે આવવા માટે વિશ્વભરના અમારા તમામ વાપરનારાઓનો આભાર!