6 એપ્રિલ, 2021
WhatsApp વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) સાથે "Vaccine for All" નામના એક નવા સ્ટિકર પૅકની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. અમે આશા રાખીએ છીએ કે આ સ્ટિકર COVID-19ની રસીઓ દ્વારા પ્રદાન કરવામાં આવતી શક્યતાઓ વિશે લોકોને જોડાવા અને તેમના દ્વારા અનુભવાતા આનંદ, રાહત અને આશાને ખાનગીરૂપે વ્યક્ત કરવાનો અને જેઓએ આ લાંબા અને કપરા સમય દરમિયાન તેમના જીવન-બચાવના કાર્ય ચાલુ રાખ્યા છે તે સ્વાસ્થ્યકર્મી હીરો પ્રત્યે તેમની પ્રસંશા દર્શાવવાની મનોરંજક અને રચનાત્મક રીત પ્રદાન કરશે.
મહામારીની શરૂઆતથી જ, અમારા 2 અબજથી વધુ વાપરનારાઓને સચોટ માહિતી અને સંસાધનો સાથે જોડવા માટે અમે 150થી વધુ રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સરકારો તથા WHO અને UNICEF જેવી સંસ્થાઓ સાથે COVID-19 હેલ્પલાઇન પર ભાગીદારી કરી છે. આ વૈશ્વિક હેલ્પલાઇન પર સમગ્ર વિશ્વમાં ગયા વર્ષે 3 અબજથી વધુ મેસેજ મોકલવામાં આવ્યા છે.
ઘણા દેશોમાં મહામારી નવા તબક્કામાં પ્રવેશતાં, ઇન્ડોનેશિયા, દક્ષિણ આફ્રિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને ભારત જેવા દેશોમાં, સરકારો આ હેલ્પલાઇનનો ઉપયોગ નાગરિકોને ખાનગીરૂપે સચોટ રસીકરણની માહિતી અને રજિસ્ટ્રેશન સાથે જોડવા માટે કરી રહી છે. ઇન્ડોનેશિયામાં, 500,000 તબીબી કર્મચારીઓએ આ સેવા પર સેવાના પ્રથમ 5 દિવસમાં તેમની રસીકરણની એપોઇન્ટમેન્ટ માટે રજિસ્ટ્રેશન કર્યું.
અમે સરકારો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વિશ્વભરના શક્ય તેટલા વધુ લોકોને, ખાસ કરીને જે સ્થળોએ પહોંચવું મુશ્કેલ છે ત્યાં અથવા સીમાંત જૂથોમાં રહેલા લોકોને રસીકરણની માહિતી અને સેવા સાથે જોડવામાં મદદ કરવા માંગીએ છીએ. અમે અમારા WhatsApp Business API મારફત મોકલવામાં આવતા મેસેજમાંથી આવતી ફીને પણ માફ કરી દીધી છે.
જ્યારે આપણે, કેટલાક દેશોમાં, રૂબરૂમાં સાથે રહેવા તરફ ધીમે-ધીમે આગળ વધી રહ્યાં છીએ ત્યારે, અમે આશા રાખીએ છીએ કે લોકો તેમના ખાનગી વિચારો અને અનુભવો - અને આશાઓને - તેમના પરિવારજનો અને નજીકના મિત્રો સાથે WhatsApp પર શેર કરવાનું ચાલુ રાખશે.
"Vaccine for All" સ્ટિકર પૅક હવે WhatsAppની અંદર જ ઉપલબ્ધ છે.