3 ઓગસ્ટ, 2021
ફોટો પાડવા અને વીડિયો બનાવવા એ આપણા જીવનનો એક મોટો હિસ્સો બની ગયો છે, પરંતુ આપણે જે કંઈ પણ શેર કરીએ છીએ તે બધું જ કાયમી ડિજિટલ રેકોર્ડ બને એ જરૂરી નથી. ઘણા ફોન પર ફોટો પાડવાનો અર્થ છે કે તે તમારા કેમેરા રોલમાં કાયમ માટે જગ્યા રોકશે.
તેથી જ આજે અમે એક નવી સુવિધા, ફોટા અને વીડિયો ફક્ત એકવાર જુઓ, રજૂ કરી રહ્યા છીએ, જેમાં ફોટા અને વીડિયો ચેટમાંથી ખોલ્યા પછી ગાયબ થઈ જાય છે. આના થકી વપરાશકર્તાઓનું તેમની ગોપનીયતા પર વધુ નિયંત્રણ રહે છે.
ઉદાહરણ તરીકે, તમે કોઈ દુકાનમાં નવા કપડાં પસંદ કરી રહ્યા હો તેમાંથી કેટલાંકના ફોટા, કોઈ ખાસ પળ પર એક ત્વરિત પ્રતિક્રિયા કે વાઈ-ફાઈ પાસવર્ડ જેવી સંવેદનશીલ માહિતી તમે ફોટો એકવાર જુઓ સુવિધા દ્વારા મોકલી શકો.
તમે WhatsApp પર મોકલો છો એ બધા અંગત મેસેજની જેમ એકવાર જુઓ મીડિયા શરૂથી અંત સુધી સુરક્ષિત છે, જેથી WhatsApp તેને જોઈ શકશે નહીં. તે નવા "એકવાર" આઇકન વડે પણ સ્પષ્ટપણે ચિહ્નિત થશે.
મીડિયા જોવાઈ જાય પછી ચેટમાં શું થઈ રહ્યું હતું તે અંગે કોઈ મૂંઝવણ ન થાય તે માટે મેસેજ "ખોલેલો" દેખાશે.
અમે બધા માટે આ સુવિધા આ અઠવાડિયાથી શરુ કરી રહ્યા છીએ અને અમે ખાનગી તથા ગાયબ થતા મીડિયાને મોકલવાની આ નવી રીત પર પ્રતિસાદની રાહ જોઈશું.
કેવી રીતે અજમાવી શકો તે વિશે તમે અહીં વધુ વાંચી શકો છો.