7 ડિસેમ્બર, 2023
અમે તમારા મેસેજમાં પ્રાઇવસીના બીજા સ્તરને ઉમેરવા માટે ગયા 2021માં ફોટા અને વીડિયો માટે 'એક વાર જુઓ'ની સુવિધા પ્રસ્તુત કરી હતી. આજે, અમે એ જાહેર કરતા ઉત્સાહિત છીએ કે તમે હવે એવો વોઇસ મેસેજ મોકલી શકો છો કે જેને એકવાર સાંભળવામાં આવે તે પછી તે ગાયબ થઈ જશે.
કોઈ મિત્રને તમારા ક્રેડિટ કાર્ડની વિગતો વાંચી સંભળાવવા માટે અથવા તમે કોઈ સરપ્રાઇઝ પ્લાન કરી રહ્યા હો ત્યારે, તમે હવે મનની વધારાની શાંતિ સાથે વોઇસ મેસેજ પર સંવેદનશીલ માહિતીને પણ શેર કરી શકો છો. 'એક વાર જોઈ શકાય એવા ફોટા અને વીડિયો' સાથે સુસંગતતા માટે, 'એક વાર જોઈ શકાય એવા વોઇસ મેસેજ'ને "એક-વાર"ના આઇકનથી સ્પષ્ટપણે ચિહ્નિત કરવામાં આવે છે અને તે માત્ર એક જ વાર પ્લે કરી શકાય છે.
તમારા તમામ વ્યક્તિગત મેસેજની સાથે થાય છે તેમ જ, WhatsApp ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી તમારા વોઇસ મેસેજને સુરક્ષિત રાખે છે અને 'એક વાર જુઓ' એ પ્રાઇવસી સંબંધી અમારા દ્વારા થતા સતત નવપ્રયોગનું બસ એક બીજું ઉદાહરણ છે.
આવનારા દિવસોમાં 'એક વાર જોઈ શકાય એવા વોઇસ મેસેજ'ની સુવિધા વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવવાની છે અને અમે તમારા પ્રતિસાદની આતુરતાથી રાહ જોઈશું. તે કેવી રીતે કામ કરે છે તે અંગેની વધુ માહિતી અહીં જુઓ.