26 ફેબ્રુઆરી, 2016
આ અઠવાડિયાની શરૂઆત સાથે WhatsApp હવે સાત વર્ષનું થયું છે. આ એકદમ અદ્દભુત સફર રહી છે અને આવનારા મહિનાઓમાં અમે સુરક્ષા સુવિધાઓ અને તમે તમારાં સગાંવહાલાંઓના સંપર્કમાં રહી શકો તેવા વધુ રસ્તાઓ વિકસાવવા પર ભાર આપવાના છીએ.
જોકે, વર્ષગાંઠ એ ઇતિહાસમાં ડોક્યું કરવાનો એક સુંદર અવસર હોય છે. અમે જ્યારે 2009માં WhatsApp ચાલુ કર્યું, ત્યારે લોકોનો મોબાઇલ ઉપયોગ આજના જમાનાથી કંઈક જુદો જ હતો. Apple App Store માત્ર થોડા મહિના પહેલાં જ શરૂ થયો હતો. એ સમયે વેચાતા 70 ટકા સ્માર્ટફોનમાં BlackBerry અને Nokiaની ઓપરેટિંગ સિસ્ટમ હતી. Google, Apple અને Microsoft દ્વારા પૂરી પાડવામાં આવતી મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ, જેનો આજે વેચાણમાં 99.5 ટકા હિસ્સો છે, ત્યારે મોબાઇલ વેચાણમાં એનો હિસ્સો 25 ટકાથી પણ ઓછો હતો.
અમે આવનારા સાત વર્ષો તરફ જોઈ રહ્યા છે ત્યારે, અમે એવાં મોબાઇલ પ્લેટફોર્મ પર ધ્યાન આપવા માંગીએ છીએ જેનો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે. તેથી, 2016ના અંત સુધીમાં, અમે નીચેનાં પ્લેટફોર્મ પર WhatsApp Messenger માટે સપોર્ટ બંધ કરીશું.
આ મોબાઇલ ડિવાઇસ અમારી સફરનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો રહ્યા છે, પણ તે ભવિષ્યમાં અમારી ઍપની સુવિધાઓના વિસ્તાર માટે જરૂરી ક્ષમતાઓ ધરાવતા નથી.
આ નિર્ણય અમારા માટે અત્યંત કઠિન હતો, પણ લોકોને પોતાના મિત્રો, કુટુંબ અને સગાંવહાલાંઓ સાથે WhatsApp વાપરીને વધુ સારી રીતે જોડાવા માટે નવી સુવિધાઓ આપવા તરફનું એક યોગ્ય પગલું હતું. જો તમે આમાંથી કોઈ મોબાઇલ ડિવાઇસ વાપરતા હો, તો WhatsApp વાપરતા રહેવા માટે 2016ના અંત પહેલાં અમે તમને Android, iphone કે Windows Phoneનાં નવાં વર્ઝન પર અપગ્રેડ કરવાની ભલામણ કરીએ છીએ.
અપડેટ કરો: તમે નીચેનાં પ્લેટફોર્મ પર WhatsApp વાપરી શકશો નહિ:
નોંધ: કેમ કે અમે હવે આ ઓપરેટિંગ સિસ્ટમ પર કંઈ પણ નવા સુધારા ન કરતા હોવાથી, અમુક સુવિધાઓ કોઈ પણ સમયે કામ કરતી બંધ થઈ શકે છે.
છેલ્લે અપડેટ કર્યાની તારીખ: જૂન 14, 2019