13 સપ્ટેમ્બર, 2023
આજે, અમે 150થી વધુ દેશોમાં WhatsApp ચેનલને લોન્ચ કરતી વખતે અને તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે અપડેટ મેળવવાની એક ખાનગી રીત આપતી વખતે ઉત્સાહિત છીએ. અમે એવી હજારો સંસ્થાઓ, સ્પોર્ટ્સ ટીમ, કલાકારો અને વિચારશીલ આગેવાનોનું સ્વાગત કરી રહ્યા છીએ કે જેમને લોકો સીધા WhatsAppની અંદર જ ફોલો કરી શકે છે.
જો તમે ચેનલ પર નવા છો, તો અમારું લક્ષ્ય ઉપલબ્ધ સૌથી વધુ ખાનગી બ્રોડકાસ્ટ સેવા બનાવવાનું છે. ચેનલ, તમારી ચેટથી અલગ હોય છે અને તમે કોને ફોલો કરવાનું પસંદ કરો છો તે અન્ય ફોલોઅરને દેખાતું હોતું નથી. અમે એડમિન અને ફોલોઅર એમ બંનેની વ્યક્તિગત માહિતીને પણ સુરક્ષિત રાખીએ છીએ.
અમે દસ દેશોમાં અમારી પ્રારંભિક શરૂઆતના તમામ સકારાત્મક પ્રતિસાદની પ્રશંસા કરી છે. અમે ચેનલને વૈશ્વિક સ્તરે વિસ્તારિત કરીએ છીએ ત્યારે, અમે નીચેની અપડેટ પ્રસ્તુત કરી રહ્યા છીએ:
આ તો બસ શરૂઆત છે અને અમે વાપરનારાઓ પાસેથી અમને મળતા પ્રતિસાદના આધારે વધુ સુવિધાઓને ઉમેરવાનું તથા ચેનલને વિસ્તારિત કરવાનું ચાલુ રાખીશું. આવનારા મહિનાઓમાં, અમે કોઈ પણ વ્યક્તિ માટે ચેનલ બનાવવાનું પણ શક્ય બનાવીશું.
જો તમે સીધા અમારી પાસેથી જ વધુ પ્રોડક્ટ અપડેટ વિશે સાંભળવાની શોધમાં હો, તો અમે શું બનાવી રહ્યા છીએ તે અંગે તમને અપ-ટુ-ડેટ રાખવા માટે અમે હવે સત્તાવાર WhatsApp ચેનલ પણ લોન્ચ કરી દીધી છે.