WhatsApp પરની વોઇસ મેસેજની સુવિધાએ તમારા અભિપ્રાયને શેર કરવાની ઝડપી અને સુરક્ષિત રીત પૂરી પાડીને લોકો દ્વારા સંચાર કરવામાં આવવાની રીત બદલી કાઢી છે. અમે નવા ઇન્સ્ટન્ટ વીડિયો મેસેજ વડે આ સુવિધા પર નવી સુવિધાનું નિર્માણ કરવા માટે ઉત્સાહિત છીએ. હવે તમે સીધા ચેટમાં જ ટૂંકા વ્યક્તિગત વીડિયો રેકોર્ડ કરીને શેર કરી શકો છો.
તમારા મેસેજની પ્રાઇવસીની સુરક્ષા કરવી એ WhatsApp ખાતે અમે જે બનાવી રહ્યા છીએ તેની પાછળના પ્રેરક બળ તરીકે જળવાઈ રહ્યું છે. જ્યારે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન તમારા કૉલ અને મેસેજ સુરક્ષિત છે તે સુનિશ્ચિત કરવાનો પાયો છે, ત્યારે અમે તેની ઉપર પ્રાઇવસીના વધુ સ્તરોને ઉમેરવાનું ચાલુ રાખીએ છીએ, જેમાં પાસવર્ડ પાછળ સંવેદનશીલ ચેટને સુરક્ષિત રાખવા માટે તાજેતરમાં લોન્ચ થયેલ ‘ચેટ લૉક’, અદૃશ્ય થઈ જાય તેવા 'ગાયબ થતા મેસેજ', 'એક વાર જુઓ' માટે સ્ક્રીનશોટ બ્લોકિંગ અને તમારી ઓનલાઇન પ્રેઝન્સને ખાનગી રાખવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.
આજે, અમે ચેનલને પ્રસ્તુત કરતી વખતે ઉત્સાહિત છીએ: જે સીધા જ WhatsAppમાં લોકો અને સંસ્થાઓ પાસેથી મહત્ત્વપૂર્ણ અપડેટ મેળવવાં માટેની એક સરળ, વિશ્વસનીય અને ખાનગી રીત છે. અમે અપડેટ નામના એક નવા ટેબમાં ચેનલ બનાવી રહ્યા છીએ - જ્યાં તમે ફોલો કરવા માટે પસંદ કરો છો તે ચેનલ અને સ્ટેટસ તમને મળશે - જે તમારા કુટુંબીજનો, મિત્રો અને કોમ્યુનિટી સાથેની તમારી ચેટથી અલગ હોય છે.
જ્યારે તમે ભૂલ કરો કે બસ પોતાનો વિચાર બદલી દો તેવી ક્ષણો માટે, હવે તમે તમારા મોકલેલા મેસેજમાં ફેરફાર કરી શકો છો.
અમારો જુસ્સો તમારા મેસેજને ખાનગી અને સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે નવી-નવી રીતોને શોધવામાં રહેલો છે. આજે, અમે જેને 'ચેટ લૉક' કહી રહ્યા છીએ તે નવી સુવિધા તમારી સમક્ષ લાવવા માટે અમે ઉત્સાહિત છીએ, જે તમને તમારી સૌથી વધુ આત્મીય વાતચીતોને સુરક્ષાના વધુ એક સ્તરની પાછળ સુરક્ષિત કરવા દે છે.
અમે ગ્રૂપને માહિતી ભેગી કરવામાં અને સાથે મળીને નિર્ણયો લેવામાં મદદ મળી રહે તે માટે WhatsApp પર મતદાન માટે ત્રણ નવી અપડેટ પ્રસ્તુત કરી છે.
અમે અનેક ફોન પર સમાન WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કરવાની ક્ષમતાને પ્રસ્તુત કરીને અમારી એકથી વધુ ડિવાઇસની ઓફરિંગને હજુ વધારે બહેતર બનાવી છે.
તમે હવે મેસેજ, વોઇસ નોંધ અથવા માહિતીના મુખ્ય હિસ્સાને ગાયબ થવાથી રોકવા ચેટમાં સેવ કરીને રાખી શકો છો. જો તમે મેસેજ મોકલ્યો છે, તો એ તમારી પસંદગી છે કે ચેટમાં રહેલાં અન્ય લોકો તેને પછી માટે ચેટમાં સેવ કરીને રાખી શકે કે કેમ.
જ્યારે અમે અહીં અમે શેના પર કામ કરી રહ્યા છીએ તે અંગે શેર કરીએ છીએ ત્યારે તે સામાન્ય રીતે અમારા દ્વારા નિર્મિત કરવામાં આવી રહેલી નવી સુવિધાઓ અથવા પ્રોડક્ટ વિશે હોય છે. આજે, અમે યુનાઇટેડ કિંગડમમાં વિકસેલી મુશ્કેલીજનક પરિસ્થિતિ વિશે લખી રહ્યા છે કે જેના વિશે દરેક જણે જાણવાની જરૂર છે.
અમારું માનવું છે કે મેસેજ ખાનગી અને સુરક્ષિત હોવા જોઈએ. એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન એ પાયો છે અને અમે પ્રાઇવસીના વધારાના સ્તરો પૂરા પાડવા માટે નવી સુવિધાઓનું નિર્માણ હંમેશાં કરીશું.