07 ઑગસ્ટ, 2013
અમે WhatsApp ખાતે એ બાબત પર વિચારવા પર ઘણો બધો સમય પસાર કરીએ છીએ કે અમે સંપર્કમાં રહેવાનું વધુ સરળ કેવી રીતે બનાવી શકીએ અને અમે જાણીએ છીએ કે કોઈ મિત્ર કે કુટુંબના સભ્યના અવાજને સાંભળવાની અવેજીમાં બીજું કંઈ આવી શકતું નથી. તેથી આજે અમે એક નવી સુવિધા પ્રસ્તુત કરી રહ્યા છીએ જેને લઈને અમે ખરેખર ઉત્સાહિત છીએ: વોઇસ મેસેજ.
અમે અમારાં તમામ પ્લેટફોર્મ પર વોઇસ મેસેજ એકસાથે જ રીલિઝ કરી રહ્યા છીએ. અમે એ બાબતની ખાતરી કરવા માટે સખત મહેનત કરી છે કે iPhone અને Android ડિવાઇસમાં એકદમ બરાબર રીતે કામ કરતી વોઇસ મેસેજની સુવિધા હોય તથા અમે BlackBerry, Nokia અને Windows Phoneના વાપરનારાઓ વોઇસ મેસેજિંગનો એ જ સમૃદ્ધ અને સશક્ત અનુભવ માણી શકે એ બાબતની ખાતરી કરવામાં વધારાના પ્રયાસ લગાવ્યા છે.
વોઇસ મેસેજ વિશે તથા તે કેવી રીતે કામ કરે છે તે અંગે વધુ જાણવા માટે, અમે બનાવેલા આ વીડિયો પર નજર ફેરવો:
http://www.youtube.com/watch?v=i3I_7H1mByA
તમારા ચોક્કસ ફોન માટે જો તમે વોઇસ મેસેજ વિશે વધુ જાણવા માંગતા હો, તો તમે અમારા વારંવાર પૂછાતા પ્રશ્નોને પણ વાંચી શકો છો.
અમે આશા રાખીએ છીએ કે તમે વોઇસ મેસેજનો તેટલો જ આનંદ લેશો કે જેટલો આનંદ અમને તેને બનાવવામાં થયો છે.