૭ ઑગસ્ટ, ૨૦૧૩
WhatsAppમાં અમે ઘણો બધો સમય વહેવારને સરળ બનાવવા વિષે વિચારતા કાઢીયે છીયે, અને અમને ખબર છે કે કોઈ મિત્ર કે સંબંધીના અવાજને સંભળવા જેવું બીજું કાંઈ પણ નથી. એટલે જ આજે અમે એક નવી વિશેષતાની રજૂઆાત કરી રહ્યાં છીયે જેના વિષે અમે ખૂબ ઉત્તેજિત છીયે: ધ્વનિ સંદેશાઓ.
અમે એક સાથે અમારા સઘળા પ્લેટફોર્મ્સ ઉપર ધ્વનિ સંદેશાઓની રજૂઆત કરી રહ્યાં છીયે. અમે iPhone અને Android ઉપકરણો પર ધ્વનિ સંદેશાઓના કાર્યક્ષમ રહેવાની ખાતરી કરવાની ખાસ કાળજી લિધી છે, અને અમે BlackBerry, Nokia અને Windows Phone ઉપભોક્તાઓ પણ એ જ વિપુલ અને જોરદાર ધ્વનિ સંદેશાઓના અનુભવને માણી શકે તેની ખાતરી કરવા માટે ખાસ શ્રમ કર્યું છે.
ધ્વનિ સંદેશાઓ અને તે કેવી રીતે કાર્ય કરે છે તેના વિષે વધુ માહિતી માટે અમે બનાવેલી આ વિડીયો જુઓ:
http://www.youtube.com/watch?v=i3I_7H1mByA
જો તમારે ખાસ તમારા ફોન માટે ધ્વનિ સંદેશાઓ વિષે વધુ માહિતી મેળવવી હોય તો તમે અમારા FAQ પણ જોઈ શકો છો.
અમારી આશા છે કે ધ્વનિ સંદેશાઓ બનાવવામાં અમને જેટલી મજા આવી એટલી જ મજા તમને તેને માણવામાં પણ આવશે.