4 જૂન, 2026

ફૂટબોલની જેમ લોકોને બીજું કંઈ નજીક નથી લાવી શકતું: છેલ્લી મિનિટના ગોલ, અવિશ્વસનીય સેવ અને એવી ક્ષણો જે તમને ખુશીથી ઉછળવા અને બૂમો પાડવા મજબૂર કરી દે. મેદાન પરની ઊર્જા સાથે જે એકમાત્ર વસ્તુ મેળ ખાય છે તે છે તમારી ગ્રૂપ ચેટ. પછી ભલેને તે દરેક મેચના વિજેતાની આગાહી કરતા મતદાન હોય, અદ્ભુત બાયસિકલ કિક પછી ટાઇમ ઝોન ઓળંગીને મોકલાતી વોઇસ નોંધ હોય કે પછી મેચ પછીની તમામ એક્શનની ચર્ચા કરવા માટેના કૉલ હોય.
આ મહિને, ફૂટબોલના સૌથી સર્વોચ્ચ ઇનામ માટે 48 ટીમ ટકરાશે અને અમે આ રોમાંચક માહોલને અનુરૂપ કંઈક ખાસ તૈયાર કર્યું છે. આજથી, અમે તમારા માટે જેઓ મહત્ત્વપૂર્ણ હોય તે લોકોની સાથે ટૂર્નામેન્ટને ફોલો કરવાનું હજી પણ વધુ મજેદાર બનાવવા માટે સમગ્ર WhatsApp પર સુવિધાઓ રજૂ કરી રહ્યાં છીએ.
સમગ્ર ચેટ અને કૉલમાં ક્ષણને કેપ્ચર કરવાની નવી રીતો
adidasના અમારા મિત્રોનો આભાર, Trionda - જે આ ઉનાળાની ટૂર્નામેન્ટ માટેનો સત્તાવાર મેચ બોલ છે - હવે WhatsApp પર છે. અત્યારથી લઈને ફાઇનલ સુધી, ફૂટબોલ ઇમોજીને Trionda બોલની સાથે અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેને મેસેજ તરીકે મોકલો અથવા તેને પ્રતિક્રિયા તરીકે મૂકી દો અને જુઓ કે શું થાય છે.
અમે નવી ફૂટબોલ કૉલિંગ ઇફેક્ટ પણ પ્રસ્તુત કરી છે, જેથી તમે તમારા આગલા ગ્રૂપ વીડિયો કૉલમાં મજા અને ફેનડમ લાવી શકો. અને જ્યારે તમને તે ચૂકી ગયેલી પેનલ્ટી કિક અથવા શંકાસ્પદ રેડ કાર્ડ પછી તમે કેવું અનુભવો છો તે અભિવ્યક્ત કરવા માટે બસ યોગ્ય સ્ટિકરની જરૂર હોય ત્યારે, અમે ગેમ વિશે તમે ખરેખર કેવું અનુભવી રહ્યા છો તે વધુ સારી રીતે અભિવ્યક્ત કરવા માટે ફૂટબોલની થીમવાળું સ્ટિકર પેક રજૂ કર્યું છે.
ચેનલ: તમારું સર્વોત્તમ માહિતી હબ
ટૂર્નામેન્ટ દરમિયાન, તમે સમગ્ર WhatsApp પરની ચેનલ તરફથી મેચડેના કાઉન્ટડાઉન, પડદાં પાછળની ક્ષણો અને રિયલ-ટાઇમ હાઇલાઇટની અપેક્ષા રાખી શકો છો. અમે તમારી મનપસંદ ટીમ, નવીનતમ સ્કોર અને અપડેટને સરળતાથી એક્સેસ કરી શકાય તે માટે અમે બધું ક જ જગ્યામાં લાવવા માટે એક ખાસ ફૂટબોલ ડિરેક્ટરી બનાવી છે.
અમે આ ચેનલ માટે સ્ટેટસ પર પોસ્ટ કરવાની સુવિધાને પણ રજૂ કરી રહ્યા છીએ. તમે જે ચેનલને ફોલો કરો છો તેના સ્ટેટસ તમને અન્ય સ્ટેટસની સાથે દેખાશે અને જ્યારે તમે કોઈ ચેનલની મુલાકાત લો છો ત્યારે ચેનલનું સ્ટેટસ પણ જોઈ શકો છો. તમે કોઈ પણ ચેનલનાં સ્ટેટસને છુપાવી શકો છો જેથી તે હવે તમારાં સ્ટેટસની સાથે ન દેખાય અથવા તમે કોઈ પણ સમયે તે ચેનલને અનફોલો કરી શકો છો.
અને જ્યારે તમે ઝડપી જવાબો શોધી રહ્યા હો, ત્યારે Muse Spark દ્વારા સંચાલિત Meta AI એ પળ-પળ અપડેટ માટેનું તમારું ટૂલ છે, જેમાં ટૂર્નામેન્ટના નવીનતમ સ્કોર, ખેલાડીની વિગતો અથવા આગલી ગેમ જોવા માટે તમારી નજીકની શ્રેષ્ઠ જગ્યાઓનો સમાવેશ થાય છે.
હંમેશની જેમ, તમારા વ્યક્તિગત મેસેજ અને કૉલ ડિફોલ્ટ રૂપથી એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોય છે: તમારાં પૂર્વાનુમાનો, તમારાં હોટ ટેક અને તમારી વોઇસ નોંધની રેન્ટ તમારી અને તમે જેમની સાથે તે શેર કરો છો તે લોકોની વચ્ચે રહે છે. તો, ભલેને તમે શિકાગોમાં લિવિંગ રૂમ, સાઓ પાઉલોમાં કોઈ કેફેમાંથી અથવા પેરિસમાં ફેન ઝોનમાંથી માંથી જોઈ રહ્યા હો, WhatsApp એ એક એવી જગ્યા છે કે જ્યાં તમે જેઓ સૌથી વધુ મહત્ત્વનાં હોય તે લોકો સાથે આ ખાસ ક્ષણોની ખાનગી રીતે ઉજવણી કરી શકો છો, એકબીજાના સુખ-દુઃખ વહેંચી શકો અને આનંદ માણી શકો છો.