સુવિધાઓ
કૉલિંગમેસેજિંગગ્રૂપચેનલMeta AIસ્ટેટસસુરક્ષાવાલીના નિયંત્રણો
પ્રાઇવસીબ્લોગઍપસહાયતા કેન્દ્રબિઝનેસ માટે
લોગ ઇન કરો
ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
બ્લોગ પર પાછા જાઓ
WhatsApp બ્લોગ

પ્રસ્તુત છે, WhatsApp ચેનલ. જે મહત્ત્વપૂર્ણ હોય તેને ફોલો કરવાની એક ખાનગી રીત

આજે, અમે ચેનલને પ્રસ્તુત કરતી વખતે ઉત્સાહિત છીએ: જે સીધા જ WhatsAppમાં લોકો અને સંસ્થાઓ પાસેથી મહત્ત્વપૂર્ણ અપડેટ મેળવવાં માટેની એક સરળ, વિશ્વસનીય અને ખાનગી રીત છે. અમે અપડેટ નામના એક નવા ટેબમાં ચેનલ બનાવી રહ્યા છીએ - જ્યાં તમે ફોલો કરવા માટે પસંદ કરો છો તે ચેનલ અને સ્ટેટસ તમને મળશે - જે તમારા કુટુંબીજનો, મિત્રો અને કોમ્યુનિટી સાથેની તમારી ચેટથી અલગ હોય છે.

ચેનલ એ ટેક્સ્ટ, ફોટા, વીડિયો, સ્ટિકર અને મતદાન મોકલવાં માટે એડમિન માટેનું એક-તરફી બ્રોડકાસ્ટ ટૂલ છે. ફોલો કરવા માટેની ચેનલને પસંદ કરવામાં તમારી મદદ કરવા માટે, અમે એક શોધવા યોગ્ય ડિરેક્ટરી બનાવી રહ્યા છે જ્યાં તમને તમારા શોખ, સ્પોર્ટ્સ ટીમ, સ્થાનિક અધિકારીઓ તરફથી અપડેટ અને વધુ બાબતો મળી શકે છે. તમે ચેટ, ઇ-મેઇલમાં મોકલવામાં આવેલી અથવા ઓનલાઇન પોસ્ટ કરવામાં આવેલી આમંત્રણની લિંકથી પણ ચેનલ પર પહોંચી શકો છો.

અમે ઉપલબ્ધ સૌથી વધુ ખાનગી બ્રોડકાસ્ટ સેવા બનાવવાની મહત્ત્વાકાંક્ષા રાખી રહ્યા છીએ. આની શરૂઆત એડમિન અને ફોલોઅર એમ બંનેની વ્યક્તિગત માહિતીને સુરક્ષિત કરીને થાય છે. એક ચેનલ એડમિન તરીકે, તમારો ફોન નંબર અને પ્રોફાઇલ ફોટો ફોલોઅરને બતાવવામાં આવશે નહિ. તેવી જ રીતે, કોઈ ચેનલને ફોલો કરવાથી તમારો ફોન નંબર એડમિન અથવા અન્ય ફોલોઅર સમક્ષ છતો થશે નહિ. તમે કોને ફોલો કરવાનો નિર્ણય લો છો તે તમારી પસંદગી છે અને તે ખાનગી છે.

જે રીતે અમે મેસેજિંગ બનાવીએ છીએ, તે જ રીતે અમે નથી માનતા કે ચેનલ સંબંધી અપડેટ કાયમ માટે જળવાયેલાં રહેવાં જોઈએ. એટલા માટે, અમે અમારાં સર્વર પર ચેનલની હિસ્ટરીને માત્ર 30 જેટલા દિવસ સુધી જ સ્ટોર કરીશું અને અમે ફોલોઅરનાં ડિવાઇસથી અપડેટને હજીએ વધુ ઝડપથી ગાયબ કરવાની રીતો ઉમેરીશું. એડમિન પાસે તેમની ચેનલથી સ્ક્રીનશોટ અને ફોરવર્ડ કરેલી વસ્તુઓને બ્લોક કરવાનો વિકલ્પ પણ હશે.

છેલ્લે, અમે એડમિન માટે એ નક્કી કરવાનું શક્ય બનાવી દઈશું કે કોણ તેમની ચેનલને ફોલો કરી શકે અને શું તેઓ ઇચ્છે છે કે તેમની ચેનલ ડિરેક્ટરીમાં શોધવા યોગ્ય હોય કે નહિ. ચેનલનું લક્ષ્ય વ્યાપક પ્રમાણમાં ઓડિયન્સ સુધી પહોંચવાનું છે તે જોતાં, ચેનલ ડિફોલ્ટ રીતે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત હોતી નથી. અમને લાગે છે કે એવા કેટલાક કિસ્સા છે જ્યાં મર્યાદિત ઓડિયન્સ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત ચેનલ અર્થપૂર્ણ હોઈ શકે છે, જેમ કે બિન-નફાકારક અથવા આરોગ્ય સંસ્થા અને અમે આને ભવિષ્યના વિકલ્પ તરીકે પણ એક્સ્પ્લોર કરી રહ્યા છીએ.

ચેનલ શરૂ કરવા માટે, અમે અગ્રણી વૈશ્વિક અભિપ્રાયકર્તાઓની સાથે તથા કોલમ્બિયા અને સિંગાપુરમાં પસંદગીની સંસ્થાઓની સાથે કામ કરવા માટે ઉત્સાહિત છીએ, જ્યાં અનુભવ બનાવવા, જાણવા અને અપનાવવા માટે, ચેનલ પહેલા ઉપલબ્ધ થશે. અમે આવનારા મહિનાઓમાં વધુ દેશોમાં ચેનલની સુવિધા તથા કોઈ પણ માટે ચેનલ બનાવવાની ક્ષમતા લાવીશું.

અમે એ પણ માનીએ છીએ કે એડમિન માટે અમારી પેમેન્ટની વિસ્તરતી સેવાઓ તેમજ જાગૃતિ વધારવામાં મદદ કરવા માટે ડિરેક્ટરીમાં રહેલી અમુક ચેનલનો પ્રચાર કરવાની ક્ષમતાનો ઉપયોગ કરીને તેમની ચેનલને ફરતે બિઝનેસ ઊભો કરવાની રીતની સાથે એડમિનને સપોર્ટ કરવાની તક રહેલી છે.

સ્વાભાવિક રીતે, લોકો WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરે છે તેનું મૂળ મિત્રો, કુટુંબીજનો અને કોમ્યુનિટીની વચ્ચે ખાનગી મેસેજિંગ કરવાનું ચાલુ રાખવાનું હશે અને તે હંમેશાં અમારી પહેલી પ્રાથમિકતા રહેશે. ચેનલનું નિર્માણ એ એક મોટું પગલું છે જે અમારાં વાપરનારાઓેએ અમને વર્ષોથી લેવા માટે કહ્યું છે. અમને લાગે છે કે છેવટે એક સરળ, વિશ્વસનીય અને ખાનગી બ્રોડકાસ્ટ ટૂલ પ્રસ્તુત કરવા માટેનો યોગ્ય સમય આવી ગયો છે અને અમે આશા કરીએ છીએ કે તમે આવનારા મહિનાઓ અને વર્ષોમાં તેનો ઉપયોગ કરીને આનંદ લેશો.

8 જૂન, 2023

ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો

અમે શું કરીએ છીએ

  • સુવિધાઓ
  • બ્લોગ
  • સુરક્ષા
  • બિઝનેસ માટે

અમે કોણ છીએ

  • અમારો પરિચય
  • કારકિર્દીઓ
  • બ્રાન્ડ સેન્ટર
  • પ્રાઇવસી

WhatsAppનો ઉપયોગ કરો

  • મોબાઇલ
  • ડેસ્કટોપ
  • ટેબ્લેટ
  • WhatsApp વેબ

મદદની જરૂર છે?

  • અમારો સંપર્ક કરો
  • સહાયતા કેન્દ્ર
  • ઍપ
  • સુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2026 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસીસાઇટમેપ
  • ગુજરાતી
  • मराठी
  • हिन्दी
  • বাংলা
  • ਪੰਜਾਬੀ
  • தமிழ்
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • മലയാളം
  • Afrikaans
  • azərbaycan
  • Bahasa Indonesia
  • català
  • čeština
  • dansk
  • Deutsch
  • eesti
  • English
  • español
  • Filipino
  • français
  • Gaeilge
  • hrvatski
  • italiano
  • Kiswahili
  • latviešu
  • lietuvių
  • magyar
  • Melayu
  • Nederlands
  • norsk bokmål
  • o‘zbek
  • polski
  • Português (Brasil)
  • Português (Portugal)
  • română
  • shqip
  • slovenčina
  • slovenščina
  • suomi
  • svenska
  • Tiếng Việt
  • Türkçe
  • Ελληνικά
  • български
  • қазақ тілі
  • македонски
  • русский
  • српски
  • українська
  • עברית
  • اردو
  • العربية
  • فارسی
  • ไทย
  • 한국어
  • 日本語
  • 简体中文
  • 繁體中文(台灣)
  • 繁體中文(香港)