30 ઓક્ટોબર, 2025

આપણામાંથી ઘણા લોકો આપણી WhatsApp ચેટમાં વર્ષોની કિંમતી યાદો – ફોટા, હૃદયસ્પર્શી વોઇસ નોંધ અને મહત્ત્વપૂર્ણ વાતચીતો સાથે લઈને જાય છે. એટલા માટે જો તમારો ફોન ક્યારેય ખોવાઈ જાય અથવા નવા ડિવાઇસ પર ટ્રાન્સફર કરવાની જરૂર પડે તો તેમને સુરક્ષિત રાખવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
WhatsApp એ પ્રથમ ખાનગી મેસેજિંગ ઍપ હતી જેણે તમારા ચેટ બેકઅપ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન ઓફર કર્યું હતું જેથી તમારા જૂના મેસેજ તમારી સાથે રહી શકે. આજે, અમે પાસકી-એન્ક્રિપ્ટેડ બેકઅપ રજૂ કરીને તમારા ચેટ બેકઅપ માટે વધારાની સુરક્ષા સેટ કરવાનું પહેલા કરતાં વધુ સરળ બનાવી રહ્યા છીએ.
પાસકી તમને પાસવર્ડ અથવા બોજારૂપ 64 અંકની એન્ક્રિપ્શન કી યાદ રાખવાને બદલે તમારા ચેટ બેકઅપને એન્ક્રિપ્ટ કરવા માટે તમારા ફિંગરપ્રિન્ટ, ફેસ કે સ્ક્રીન લૉક કોડ વાપરવાની મંજૂરી આપશે. હવે, ફક્ત એક ક્લિક કે એક નજરથી, WhatsApp પર તમારી વ્યક્તિગત ચેટ અને કૉલને સુરક્ષિત કરતી સમાન સુરક્ષા તમારા ચેટ બેકઅપ પર લાગુ કરવામાં આવે છે જેથી તે હંમેશા સુરક્ષિત, સુલભ અને ખાનગી રહે.
આ આગામી અઠવાડિયા અને મહિનાઓમાં ધીમે ધીમે લાગુ કરવામાં આવશે. શરૂ કરવા માટે, સેટિંગ > ચેટ > ચેટ બેકઅપ > એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શનથી સુરક્ષિત બેકઅપ પર જાઓ.