14 ઑગસ્ટ, 2024

લોકોને પોતાની ચેટમાં સ્વયંને અભિવ્યક્ત કરવા અને વ્યક્તિત્વ ઉમેરવા તથા ચેટને મજેદાર બનાવવા માટે સ્ટિકરનો ઉપયોગ કરવાનું બહુ ગમે છે. ક્યારેક સ્ટિકર લાગણીઓ અને મૂડને શબ્દો ક્યારેય કરી શકે તે કરતાં વધુ સારી રીતે વ્યક્ત કરી શકે છે અને આજે, અમે તમારા માટે સ્ટિકરને પસંદ મુજબ બનાવવાં અને તેનો આનંદ માણવાં માટેની નવી રીતો ઉમેરી રહ્યાં છીએ.
નવાં અને શોધી શકાય તેવાં GIPHY સ્ટિકર: અમે GIPHYના સ્ટિકરના વ્યાપક કલેક્શનને સીધા જ WhatsApp પર લાવવા માટે તેની સાથે ભાગીદારી કરી છે. આ એકીકરણથી તમે ઍપને છોડીને જવાની જરૂર પડ્યા વિના સંબંધિત અને આકર્ષક સ્ટિકરને શોધી શકો અને શેર કરી શકો છો. આ સ્ટિકરને એક્સેસ કરવા માટે, બસ સ્ટિકર આઇકનને દબાવો અને ટેક્સ્ટ કે ઇમોજીનો ઉપયોગ કરીને શોધો.
કસ્ટમ સ્ટિકર મેકર હવે Android પર ઉપલબ્ધ છે તેથી તમે તમારાં પોતાનાં સ્ટિકર સહેલાઈથી બનાવી શકો છો, તેમાં ફેરફાર કરી શકો છો અને તેમને શેર કરી શકો છો. iOSના વાપરનારાઓને આ સુવિધા બહુ ગમતી આવી છે અને અમે તેને દરેક જણ માટે વિસ્તારિત કરવા માટે ઉત્સાહિત છીએ. તમારા ફોટાને પસંદ મુજબ બનાવેલાં સ્ટિકરમાં પરિવર્તિત કરો અથવા કાપો, ટેક્સ્ટ અને દોરો જેવાં ફેરફાર કરવાનાં ટૂલનો ઉપયોગ કરીને હાજર ફોટાને કસ્ટમાઇઝ કરો. એકવાર બની જાય, એટલે સ્ટિકર સરળ એક્સેસ માટે સ્ટિકર ટ્રેમાં ઓટોમેટિક રીતે સેવ થાય છે જેથી તમે કુટુંબીજનો અને મિત્રો સાથે તેને શેર કરી શકો.
AI સ્ટિકર: જો તમે જે-તે ક્ષણ માટે પર્ફેક્ટ સ્ટિકર શોધી શકતા ન હો, તો એ ભૂલી ન જતા કે તમે વધુ કસ્ટમ સ્ટિકર બનાવવાં માટે Meta AIનો પણ ઉપયોગ કરી શકો છો. આ સમયે, AI સ્ટિકર ક્રિએશન U.S.માં iPhone અને Android પર ઉપલબ્ધ છે. Androidના વાપરનારાઓ સ્પેનિશ અને બહાસા ઇન્ડોનેશિયામાં AI સ્ટિકર બનાવવાને પણ ટેસ્ટ કરી શકે છે.
સ્ટિકરની ગોઠવણ: તમે હવે તમારા ડાઉનલોડ કરેલાં સ્ટિકરની નીચે સ્ટિકર ટ્રેમાં WhatsAppનાં નવાં સ્ટિકર પેકનું પ્રિવ્યૂ જોઈને તેમને સહેલાઈથી શોધી શકશો. તમારી સ્ટિકર ટ્રેને ગોઠવવા માટે, તમે સ્ટિકરને સૌથી ઉપર ખસેડવા અથવા તેને ડિલીટ કરવા માટે તેને દબાવીને પણ રાખી શકો છો.